Only Gujarat

Gujarat TOP STORIES

પુત્રવધુએ અ’વાદના ‘પોપ્યુલર બિલ્ડર્સ’ના માલિક સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી હચમચી જશો

પ્રશાંત દયાળ, અમદાવાદઃ ગુજરાતના બહુ ચર્ચીત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના સાક્ષી અમદાવાદના ફેમસ ‘પોપ્યુલર બિલ્ડર્સ’ના માલિક રમણ પટેલ અને તેમના પરિવારજનો સામે તેમની જ પુત્રવધુએ દહેજની માગણીને કરી હોવાના કારણે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેની અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણીતા બિઝનેસમેન સામે ફરિયાદ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અમદાવાદના ફેમસ ‘પોપ્યુલર બિલ્ડર્સ’ના માલિક રમણ પટેલના પુત્ર મૌનાંગ પટેલી પત્ની ફિઝુ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં ફરિયાદ આપી છે કે, 3 ઓગસ્ટે તેની પુત્રીનો બર્થ-ડે હતો. જેની પાર્ટીને લઈને પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ફિઝુના પિતા મુકેશ પટેલ અને માતા જાનકી પટેલને પણ આમંત્રણ અપાયું હતું.

રાતે 11:30 વાગે પાર્ટી પૂર્ણ થયા બાદ ફિઝુ પોતાની માતા જાનકી સાથે બેઠક રૂમમાં વાતો કરતી હતી ત્યારે ફિઝુના સાસુ મયુરિકાબેને ફિઝુ અને તેની માતા જાનકીબેનને મહેણાં મારવાની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, તમે અમારા પૈસા જોઈ તમારી પુત્રી અમારે ત્યાં પરણાવી છે.
આ મુદ્દે મામલો વધુ તંગ બનતાં મૌનાંગ પણ એ લોકો પાસે આવી પહોંચ્યો હતો અને તેણે ફિઝુ અને જાનકીબેનને માર મારવાની શરૂઆત કરી હતી. ફિઝુએ આરોપ મુક્યો હતુો કે, આ ઝઘડા થયો ત્યારે તેના પિતા મુકેશ પટેલ સાસરીવાળાને ઉશ્કેરતા હતા અને પોતાના બચાવમાં આવ્યા નહીં. આ ઘટનામાં ફિઝુ ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને ફેક્ચર થયું હતું. જેની સારવાર ફિઝુએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કરાવી હતી.

ફિઝુએ ફરિયાદમાં પોતાના સસરા રમણ પટેલ પર ગંભીર આરોપ મુક્તા જણાવ્યું હતું કે, સસરા દારૂ પીને તેનો હાથ પણ પકડતા હતા. જેની તેણે સાસુને ફરિયાદ કરી હતી જોકે સાસુએ તેને મારી નાખવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ગેંગસ્ટર સૌહરાબુદ્દીન કેસમાં રમણ પટેલ અને દશરથ પટેલ પહેલા આરોપી રહી ચુક્યા છે જોકે સમગ્ર ઘટના સીબીઆઈને સોંપાઈ ત્યારે તેઓ સીબીઆઈના સાક્ષી થઈ ગયા હતાં. ફિઝુ અને મૌનાંગના લવ મેરેજ હતા પરંતુ બંને એક જ જ્ઞાતિના હોવાને કારણે સમાજના રિત-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.

ફિઝુના પિતા મુકેશ પટેલ અને માતા જાનકી પટેલ છેલ્લા 25 વર્ષથી અલગ રહે છે તેવું જાણવા મળ્યું છે. પરંતુ ફિઝુના સારાં-માઠા પ્રસંગોમાં જ તેઓ બન્ને ભેગા થતાં હતા. જોકે દહેજની આ પ્રથમ ફરિયાદ એવી છે કે, જેમાં પુત્રીએ જ પોતાના પિતાને આરોપી તરીકે દર્શાવ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page