Only Gujarat

Bollywood

‘તારક મહેતા…’માં અબ્દુલની દુકાન હોય કે પદ્મવાતી ભોજનાલય, જુઓ કેવા લાગે છે આ સ્થળો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક લોકો માટે ફેવરિટ સીરિયલ છે. ચાહકો આ સીરિયલની કહાનીની સાથે તેના પાત્રોને પણ બહુ પસંદ કરે છે. આ સીરિયલ ઘણાં વર્ષોથી લોકોને હસાવી રહી છે. એજ કારણ છે કે, લોકો આ સીરિયલ સાથે જોડાયેલ દરેક વાત જાણવા માગે છે. તારક મહેતા સીરિયલમાં તમે ઘણીવાર જેઠાલાલ અથવા સોસાયટીના મેમ્બરની કોઈ ખાસ જગ્યાઓ વિશે બહુ સાંભળ્યું હશે. જેનો ઉલ્લેખ લગભગ સીરિયલના દરેક એપિસોડમાં થતો હોય છે. તારક મહેતા સીરિયલ આ ફેમસ પ્લેસિસ વગર અધૂરી છે.


આ એ જગ્યા છે જે સોસાયટીના બધાં લોકો સાથે મળીને રહે છે. ગોકુલધામ સોસાયટીનો આખો સેટ ગોરેગાંવમાં તૈયાર કરવામાં આવ્યો છે. જે પણ સહેલાણીઓ અહીં ફરવા આવે છે તે લોકો ગોકુલધામ વિશે અવશ્યા માહિતી લે છે. જો, કમ્પાઉન્ડ, બાલકનીનું શૂટિંગ કરવાનું હોય તો આ સેટનો ઉપયોગ થાય છે જ્યારે ફ્લેટનું શૂટિંગ કાંદિવલીમાં કરવામાં આવે છે.


જેઠાલાલ ચંપકલાલ ગડાની ઈલેક્સ્ટ્રોનિક્સ દુકાન છે. દરેક દિવસ જેઠાલાલ તૈયાર થઈને પોતાની દુકાન પર જાય છે. એ જ દુકાનમા ત્રણ લોકોનો સ્ટાફ છે. નટ્ટુકાકા, બાઘા અને મગન. જેઠાલાલની આ દુકાનને સીરિયલના દરેક એપિસોડમાં બતાવવામાં આવે છે. શોની ઘણી કહાની આ દુકાન સાથે જોડાયેલી છે. આ શોપ મુંબઈના ખાર વિસ્તારમાં છે. આ દુકાનના માલિકનું નામ શેખર ગડીયાર છે તે માલિક પોતાની દુકાનને સીરિયલ માટે ભાડા પર આપે છે.


ગોકુલધામ સોસાયટીની બહાર અબ્દુલની ઓલ ઈન વન નામની દુકાન છે. જ્યાં જરૂરિયાતનો સામાન મળે છે. અલ્દુલ પોતાની આ દુકાનમાંથી સોસાયટીના દરેક લોકો માટે જરૂરિયાત સામાન પહોંચાડે છે. આ એજ દુકાન જે સોસાયટીના તમામ લોકો સોડા પીવા માટે ભેગા થાય છે. શોના ડાયરેક્ટર આ દુકાનમા સેટ પર શૂટિંગ કરવાવાળા લોકો માટે જરૂરિયાત સામાન રાખે છે. પરંતુ આ દુકાન અસલી નથી.


ગડા ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરનાર નટુકાકા અને બાગા દરરોજ પદ્માવતિ ભોજનાલયમાં ખાવાનું ખાય છે. આ જગ્યા એટલી બધી પ્રખ્યાત છે કે ઘણીવાર જેઠાલાલનો પરિવાર પણ અહીં ડિનર કરવા માટે આવે છે.


અબ્દુલની ઓલ ઈન વન દુકાનની બાજુમાં ચમકો લોન્ડ્રી છે. આ પણ અબ્દુલની જ દુકાન છે જે સુભાષ દ્વારા ચલાવવામાં આવે છે.


ગોકુલાધામ સોસાયટીના સદસ્ય રોશન સિંહ સોઢી પોતે ગેરેજ ચલાવે છે. સીરિયલમાં ઘણીવાર ગેરેજ બતાવવામાં આવે છે.

You cannot copy content of this page