Only Gujarat

National

લગ્નમંડપમાં આખો પરિવાર દુલ્હાની જોતો રહ્યો રાહ, પછી એવો ફિલ્મ ડ્રામા થયો કે…

ઘણીવાર એવું જાણવા મળે છે કે, દહેજની માંગણી પૂરી ન થતાં દુલ્હો છેલ્લીઘડીએ લગ્ન કરવાની ના પાડી દે છે. એટલું જ નહીં જાન પણ લઈ જતાં નથી. એવામાં દુલ્હન રડવા સિવાય બીજું કઈ કરી શકતી નથી. પરંતુ રાજસ્થાનના ભરતપુરમાં જે કિસ્સો સામે આવ્યો છે તે બિલકુલ અલગ છે અને ચોંકાવનારો છે. જ્યાં લગ્ન તો તુટી ગયા પરંતુ દુલ્હનનો જુસ્સો તુટ્યો નહીં. બીજા જ દિવસે દુલ્હાના ઘરે દુલ્હન પહોંચી અને ધરણાં પર બેસી ગઈ હતી. કહેવા લાગી કે જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી અહીં જ બેસી રહીશ અને આજુબાજુની દિવાલો પર પોસ્ટર પણ લગાવી દીધા.


ભરતપુરના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેનાર મહેશચંદ્રની પુત્રી ખુશ્બૂના લગ્ન પ્રિંસ નગરના રહેવાસી વીરેન્દ્ર કુંતલના પુત્ર કુશલ કુમાર સાથે નક્કી કરવામાં આવ્યા હતાં. 4 માર્ચે બન્નેના લગ્ન થવાના હતાં પરંતુ દુલ્હો કુશલ જાન લઈને આવ્યો જ નહીં. દુલ્હન આખી રાત મંડપમાં લગ્નના કપડાં પહેરીને અને હાથોમાં મહેંદી લગાવીને બેઠી રહી. આખો પરિવાર સવાર સુધી રાહ જોતો રહ્યો, અનેકવાર ફોન પણ લગાવ્યા પરંતુ દહેજની માંગણી પૂરી ન થઈ હોવાને કારણે કોઈ જવાબ મળ્યો નહીં. બીજા દિવસે દુલ્હન ખૂશ્બૂએ જે નિર્ણય લીધો તે ચોંકાવનારો હતો.


ખૂશ્બુ સોમવાર સવારે દુલ્હાના ઘરે પહોંચી તો આસપાસના લોકો તેને જોઈને હેરાન થઈ ગયા હતાં. કારણ કે તે દુલ્હાના ઘરની બહાર ધરણાં પર બેસી ગઈ હતી. એટલું જ નહીં એણે ત્યાં દિવાલ પર પોતાના લગ્નના પોસ્ટર પણ લગાવ્યા હતાં. દુલ્હાનનું કહેવું છે કે, જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાં પર બેસી રહીશ.


તમને જણાવી દઈએ કે, દુલ્હનના ધરણાંની માહિતી પોલીસને મળતાં પોલીસ કાફલો દુલ્હાના ઘરે પહોંચ્યો હતો જ્યાં દુલ્હનને પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માની નહોતી. ત્યાર બાદ તેની સુરક્ષામાં એક મહિલા કોન્સ્ટેબલ સહિત બે કોન્સ્ટેબલને તૈનાત કરી દેવાયા હતાં.


આખી રાતથી દુલ્હન ધરણાં પર બેઠી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાતે 10.30 વાગે લગભગ કોલોનીના રહીશોએ દુલ્હન સાથે ઝઘડો કરવાની કોશિશ કરી. દુલ્હનનું કહેવું છે કે, ઘણાં લોકો દારૂ પીને ઉપદ્રવ પણ કર્યો પરંતુ તે ત્યાંથી હટી નહોતી. છેલ્લા ઘણાં કલાકોથી ધરણાં પર છે અને દુલ્હાના ઘરના દરવાજા પર અડ્ડો જમાવીને ધરણા પર બેઠી છે.


દુલ્હનની માંગ છે કે, છોકરાવાળાઓએ જાન લઈને આવ્યા પહેલા છોકરીવાળાઓ પાસે 11 લાખની ડિમાન્ડ કરી હતી. છોકરીના પિતા મહેશે પૈસા આપવાની ના પાડી દીધી તો છોકરાવાળા જાન લઈને આવ્યા નહીં. દુલ્હા કુશલ કુમાર તેની સાથે લગ્ન કરે અથવા તેને સજા ફટકારવામાં આવે. કારણ કે આખી રાત લગ્નના કપડાંમાં હું સજ્જ થઈને રાહ જોતી રહી પરંતુ દુલ્હો આવ્યો નહીં.

You cannot copy content of this page