Only Gujarat

FEATURED Sports

ત્રણ વર્ષના ટેણીયાની બેટિંગ જોઈ થશો તેના દિવાના એ નક્કી, આવેશે સચિનની યાદ

હોશંગાબાદ (મધ્ય પ્રદેશ): જ્યારે કોઈ વ્યક્તિમાં અસામાન્ય ટેલેન્ટ હોય તો તેને લોકો સમક્ષ જાહેર થવામાં વાર નથી લાગતી. આવું જ કંઈક જોવા મળ્યું છે મધ્ય પ્રદેશના 3 વર્ષીય બાળક પૃથ્વી ચૌહાણમાં. જેને લોકો ક્રિકેટના ‘લિટલ માસ્ટર’ તરીકે ઓળખવા લાગ્યા છે. જ્યારે આ બાળક શૉટ મારે છે ત્યારે તમામ લોકો જોતા રહી જાય છે. લોકો તેની બેટિંગ સ્ટાઈલના ફેન થઈ ગયા છે. તેની બેટિંગ સ્ટાઈલ જોઈ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટ રવિન્દ્ર જાડેજાએ તેને મળવા પોતાના ઘરે બોલાવ્યો છે.

પૃથ્વી નિલેશ ચૌહાણનો પુત્ર છે, જેઓ હોશંગાબાદ જીલ્લાના વંસીખેડી ગામમાં રહે છે. આસપાસના ઘણા ગામના લોકો પૃથ્વીની બેટિંગ સ્ટાઈલથી પ્રભાવિત થયા. સોશિયલ મીડિયા પર પૃથ્વીની બેટિંગનો એક વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે બેટિંગ કરતા મોટા શૉટ રમતો જોવા મળે છે. તેના ક્રિકેટીંગ શૉટ જોઈ તમામ લોકો તેની પ્રશંસા કરી રહ્યાં છે.

લોકોએ કહ્યું કે, પૃથ્વી માત્ર 3 વર્ષની વયે ક્રિકેટર્સ જેવા શૉટ્સ રમી રહ્યો છે તો મોટો થઈ કેવી આક્રમક બેટિંગ કરતો હશે તે વિચારી શકાય છે. તેના પિતા નિલેશ ચૌહાણ ઈચ્છે છે કે દીકરો આગળ જતા ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે. તેમણે કહ્યું કે,‘હું ઈચ્છું છું કે સરકાર અમારી મદદ કરે જેથી અમે પૃથ્વીને એક સારો ક્રિકેટર બનાવી શકીએ.’

બાળકના પિતાએ જણાવ્યું કે, પૃથ્વી રોજ 5 કલાક પ્રેક્ટિસ કરે છે. તે ક્રિકેટ સિવાયની રમતોમાં વધુ રસ દાખવતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ માર્કેટ જાય તો તે માત્ર બોલ-બેટ લાવવા જ જીદ કરે છે.

પૃથ્વીના પિતા નિલેશ ચૌહાણે જણાવ્યું કે, ‘લૉકડાઉનના કારણે અમે જાડેજાને મળવા જઈ શક્યા નથી. પરંતુ જેવી જ સ્થિતિ સુધરશે અમે જાડેજાને મળવાનો પ્રયાસ કરીશું અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરને મળવા તેમના ઘરે જઈશું.’

You cannot copy content of this page