Only Gujarat

FEATURED International

અહીંયા મળે છે માત્ર 75 રૂપિયામાં ઘર, કોરોનાવાઈરસનો સહેજ પણ ડર નહીં

રોમઃ કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસે દુનિયાના મોટાભાગના દેશને તેના શિકાર બનાવ્યા છે. જાન્યુઆરીમાં શરૂ થયેલી આ બીમારી હજુ સુધી કાબૂમાં નથી આવી. આખી દુનિયામાંથી કરોડો લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે તો લાખોએ તેમના જીવ ગુમાવ્યાં. યુરોપમાં ઇટલીમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસર થઈ હતી. ઇટલીમા લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. હવે ધીમે ધીમે ઇટલીની સ્થિતિ સુધરી રહી છે. જો કે ઇટલીમાં એક એવું ગામ છે, જ્યાં કોરોનાની કોઇ અસર નથી. આ ગામમાં મકાન પણ ખૂબ જ સસ્તા મળી રહ્યાં છે. કુદરતી સંપદાથી સભર ગામમા મકાનની કિંમત માત્ર 1 ડોલર છે. આ ગામનું નામ છે સિંફયૂફોંડી અને આ ગામ સાઉથ ઇટલીના કલાબ્રિયામાં આવેલું છે. તો ગામની ખૂબસૂરત તસવીર સાથે જાણીએ કે આખરે આટલા સુંદર ગામમાં મકાન આટલા સસ્તા કેમ છે?

આ ગામની મેયર મિશેલા કોનિયાએ જણાવ્યું કે, આ ગામમાં કોરોના વાયરસનો હજી સુધી એક પણ કેસ નથી આવ્યો. અહીં સસ્તા ઘર વેચવા પાછળ જનસંખ્યા વધારવાનો હેતુ છે.

સિંફ્યૂફોંડી ગામથી 10 કિલોમીટરના અંતરે સમુદ્ર કિનારો છે. અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. આ ગામની એક ખાસિયત એ છે કે, અહીં ઘર ખરીદવાનારને ઘરને સ્વચ્છ રાખવાનો અને સમયાંતરે પેઇન્ટ કરાવવાનો વાયદો કરવો પડે છે.

આ ગામમાં ચર્ચ અને અનેક ઐતિહાસિક ઇમારતો પણ છે. અહીં ઘરની કિંમત માત્ર 75 રૂપિયા છે. જો કે ખરીદનારે દર વર્ષે 280 ડોલરનો વીમો કરાવવાનો હોય છે.

 

જો ઘર ખરીદ્યા બાદ ત્રણ વર્ષ સુધી તેને પેઇન્ટ વગેરે ન કરવામાં આવે તો ખરીદારે 2000 ડોલર એટલે કે( 16,43943 રૂપિયા)નો દંડ ભરવો પડે છે.

આ ગામ ખૂબ જ સુંદર છે અને અહીના લોકો રંગોના ચાહક છે. આ ગામમાં આપને અનેક જગ્યાએ સીડીઓને અનેક રંગથી પેઇન્ટ કરેલી જોવા મળશે.

આ ગામમમાં ચારેતરફ પ્રાકૃતિક સૌંદર્યે ફેલાયેલું છે. જ્યાં જુઓ ત્યાં બધે જ લીલુંછમ દેખાય છે. સમુદ્ર તટ પણ ગામથી ખૂબ નજીક છે. આ જ કારણ છે કે, આ ગામ ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે.

આ ગામમાં વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવાય છે. ઉત્સવને દિવસે લોકો છોડની ડાળખી માથા પર મુકીને શેરીએ-શેરીએ ફરે છે.

સિંફ્યૂફોંડ ખૂબ જ સુંદર ગામ છે. આ સમુદ્રની નજીક અને પહાડની નીચે વસેલું છે. અહીં સમુદ્રમાં નાની-નાની બોટમાં લોકો ફરવા નીકળે છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે, આટલા સુંદર ગામના મકાનની કિંમત કેમ સાવ નજીવી છે?

You cannot copy content of this page