Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડના આ જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યૂસરના ઘરે NCBના દરોડા, થોડી માત્રામાં મળી આવ્યો ગાંજો

સુશાંત સિંહ રાજપૂતની મોત મામલામાં ડ્રગ એન્ગલથી ચાલી રહેલી તપાસમાં અત્યાર સુધીમાં બૉલીવુડનાં ઘણા મોટા સ્ટાર્સના નામ સામે આવી ચૂક્યા છે. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ, સિમોન ખંબાટા અને મધુ મંતેના સામેલ છે. બૉલીવુડની ટૉપ એક્ટ્રેસ પર શિકંજો કસ્યા બાદ હવે ટોપ ડાયરેક્ટર પણ NCBની રડાર પર છ. જેમાં સૌથી મોટું નામ કરણ જોહરનું છે.

વાસ્તવમા કરણ જોહરે 2019માં એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી, જેમાં ઘણા સેલેબ્સ નશામાં ટલ્લી થઈને મોજ કરતાં દેખાઈ રહ્યા છે. આ પાર્ટી સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કરણ જોહરની તે પાર્ટીને લઈને દાવો કરવામાં આવ્યો હતોકે, પાર્ટીમાં ડ્ર્ગ્સનો ઉપયોગ કરાયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં વીડિયોને જોઈને અંદાજ લગાડી શકાય છેકે, દરેક સેલેબ્સ નશામાં દેખાઈ રહ્યા છે.

વીડિયોમાં દિપીકા પાદુકોણ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, વરૂણ ધવન, ઝોયા અખ્તર, વિકી કૌશલ, અયાન મુખર્જી, નતાશા દલાલ, રણબીર કપૂર અને ઘણા સેલેબ્સ દેખાઈ રહ્યા છે.

વીડિયો સામે આવ્યા બાદ માનવામાં આવી રહ્યુ છેકે, આ બધા જ લોકો હવે NCBની રડારાં છે. અને જલ્દીથી આ લોકોની પુછપરછ કરવામાં આવી શકે છે.

પાર્ટી દરમ્યાન ખુદ કરણ જોહર બધાનો વીડિયો ઉતારી રહ્યો છે. લગભગ 29 સેકન્ડનાં આ વીડિયોમાં કરણ ત્યાં હાજર બધા જ લોકો ઉપર ફોક્સ કરે છે. આ દરમ્યાન કેટલીક એક્ટ્રેસ કરણ જોહરનું નામપણ લે છે.

ઉલ્લેખનીય છેકે, NCBએ ગુરૂવારે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનનાં ડાયરેક્ટર ક્ષિતિજ પ્રસાદને સમન મોકલ્યુ હતુ. ક્ષિતિજને શુક્રવારે સવારે 11 વાગ્યે પુછપરછ માટે NCBની સામે હાજર થવાનું હતુ.

પરંતુ તે પહેલાં જ NCBએ ક્ષિતિજ પ્રસાદનાં ઘરે દરોડા પાડ્યા હતા અને તેને પોતાની સાથે લઈ ગઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page