Only Gujarat

FEATURED Gujarat

મહિલા હેલ્થ વર્કરે દુલ્હનના વેશમાં લગ્ન મંડપમાં ભાઈને કોરાનની વેક્સિન મૂકી ફરજ નિભાવી

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અસરકારકતા ઓછી કરવામાં આરોગ્ય કર્મચારીઓનું મહત્તમ અને અતુલ્ય યોગદાન રહ્યું છે. જેમાં આજરોજ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના વાળુકડ પીએચસી સેન્ટર ખાતે ફરજ બજાવતા આરોગ્ય કાર્યકર (FHW) શીતલબેન વિનુભાઈ મકવાણા એ પોતાના લગ્નના દિવસે પણ પોતાની ફરજ બજાવી હતી.

રાજ્યના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરૂં પાડવા માટે ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ પીએચસી સેન્ટર ખાતે શીતલબેન મકવાણા ફરજ બજાવે છે. શીતલબેન મકવાણાએ તેના ગામ નવા લોઈચડાએ આજરોજ તેના લગ્નના દિવસે પણ પોતાની ફરજ ભૂલ્યા ન હતા અને લગ્ન મંડપમાં જ તેના પિતરાઈ ભાઈનું વેક્સિનેશન કરી લોકોને વેક્સિન લેવા અનુરોધ પણ કર્યો હતો.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના વાળુકડ પીએચસી સેન્ટર ખાતે કોરોનાવિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલાં છે.પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં શીતલબેન લોકોને ગામેગામ કોરોનાવિરોધી રસી મૂકવા જાય છે. જેને લઈ તેઓને પાલિતાણા તાલુકાના વાળુકડ PHCમાં સૌથી વધુ વેક્સિન આપવાનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. જેની નોંધ આરોગ્ય વિભાગમાં પણ લેવાઇ રહી છે. આવા કર્મનિષ્ઠ વ્યક્તિ જેવા આરોગ્યકર્મચારીઓની કાર્યનિષ્ઠા થકી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાશે, તેના પિતરાઈ ભાઈને રસી આપી અને ઉત્તમ ફરજનિષ્ઠાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું છે.

You cannot copy content of this page