Only Gujarat

Health

લૉકડાઉનમાં ઘરે રહી રહીને વજન વધી ગયું છે? તો બસ કરો આ એક માત્ર ઉપાય

અમદાવાદઃ લૉકડાઉનમાં ઘરે રહેવાથી જો આપનું વજન વધી રહ્યું છે. દિવસભર ઉંઘવાથી કે એક જ જગ્યાએ બેઠા રહેવાથી તો તમે જાડા થઈ રહ્યો છો તો, ચિંતા છોડી દો. આજ અમે તમને એક એવા પીણા વિશે જણાવીશું, જે ખૂબ જ હેલ્ધી છે અને ઝડપથી તમારું વજન ઓછું કરવામાં મદદ કરશે. આ પીણું તમને સ્ફૂર્તિ આપશે સાથે જ યોગ્ય ફાઈબર, પ્રોટીન અને વિટામિન પણ આપશે.

બસ થોડા શાકભાજી અને તૈયાર થઈ જશે જ્યૂસઃ તો યોગ્ય ડાયેટ અને કસરત કરવામાં આવે તો તમે બહુ જલ્દી સ્લિમ ટ્રીમ થઈ શકો છો. ઘરે બેઠા બનાવેલો આ જ્યૂસ ગરમીની સિઝનમાં તમને તરોતાજા રાખશે. આ જ્યૂસને બનાવવા માટે તમને માત્ર કેટલાક શાકભાજી જોઈશે. તમે ઘરે બેઠા મિક્સરની મદદથી ખૂબ જ સરળતાથી આ જ્યૂસ બનાવી શકો છો.

આ જ્યૂસ બનાવવા માટે તમારે માત્ર 3 જ વસ્તુઓની જરૂર છે, જે તમને સરળતાથી બજારમાં મળી પણ જશે. આ જ્યૂસ બનાવવા માટે જોઈશે ગાજર, આદુ અને સંતરાનો રસ.

કસરત બાદ પીઓ આ જ્યૂસઃ સૌથી પહેલા ગાજર અને આદુને મિક્સર કે બ્લેન્ડરની મદદથી ક્રશ કરીને તેનું જ્યૂસ કાઢી લો. જે બાદ આ જ્યૂસમાં સંતરાનો રસ મિલાવો. બસ તમારું જ્યૂસ બની ગયું. તમે સ્વાદ વધારવા માટે તેમાં ફુદીનાના પાન પણ નાખી શકો છો. નહીં નાખો તો પણ ચાલશે.

જે બાદ તેમાં થોડું નમક નાખો અને પી લો. આ જ્યૂસ તમે ક્યારેય પણ પી શકો છો. હા, જો સવારે કસરત કર્યા બાદ પીશો તો આખો દિવસ એનર્જી રહેશે અને ખૂબ જ ફાયદો પણ કરશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page