Only Gujarat

Bollywood

બીજીવાર દીકરી જન્મી તો ધરમપાજીની લાડલી ધ્રૂસકે ધ્રૂસકે રડી હતી, જાણો કેમ?

મુંબઇઃ અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલે તાજેતરમાં જ એક પુસ્તક લખ્યું છે જેનું નામ ‘અમ્મા મિયાં’ છે. પુસ્તકમાં તેણે પ્રેગનન્સીને લઈને ડિલીવરી સુધીના અનુભવો લખ્યા છે. આ વચ્ચે ઈશાએ એક ચેટ શોમાં જણાવ્યું હતું કે, બીજી દીકરી મિરાયાના જન્મ બાદ તેને એક ગંભીર બીમારી થઈ ગઈ હતી જેના કારણે તેનો મૂડ ચેન્જ થવા લાગતો હતો. આ સાથે જ અજીબોગરીબ ચીજો થતી હતી. આ બીમારી અંગે તેની માતા હેમા માલિનીએ સમજાવી હતી.

ઈશાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મિરાયાના જન્મ બાદ તેને કાંઈ ખ્યાલ આવી રહ્યો નહોતો કે શું થઈ રહ્યું છે. મિરાયાની મા બન્યા બાદ તે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. ઈશાએ કહ્યું હતું કે, એક દિવસ મા હેમા માલિનીએ આ ચીજો નોટિસ કરી હતી.

ઈશાએ કહ્યું હતું કે, જ્યારે રાધાનો જન્મ થયો હતો ત્યારે હું પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો શિકાર બની નહોતી. લોકો મને જોતાં હતા અને પૂછતાં હતાં કે તું ઠીક છે ને અને હું વિચારતી હતી કે લોકો મને કેમ આવું પૂછી રહ્યા છે પરંતુ મારી બીજી ડિલીવરી બાદ મને ખ્યાલ નહોતો કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શું હોય છે. મને તેનો કોઈ અનુભવ નહોતો એટલા માટે મને તેનો કોઈ જ ખ્યાલ નહોતો. ડિલીવરી બાદ મને ખ્યાલ નહોતો આવતો કે મારી સાથે શું થઈ રહ્યું છે. કારણ કે હું એક રૂમમાં બેઠી રહેતી હતી જ્યાં ઘણાં લોકો હોય ત્યાં અચાનક મને રડવું આવતું હતું. હું ચૂપચાપ અને સુસ્ત થઈને બેસી રહેતી હતી.

ઈશાએ કહ્યું હતું કે, તેની માતા હેમા માલિનીએ જ આ અંગે નોટિસ કર્યું હતું. મમ્મીએ મને જણાવ્યું હતું કે, મારી સાથે શું થઈ રહ્યું છે. હું નસીબદાર છું કે, મારી માતાએ મને નોટિસ કર્યું કારણ કે તે સમયમાં હું ખૂબ કમજોર હતી કારણ કે મેં હમણાં જ દીકરીને જન્મ આપ્યો હતો. તેમણે મને જણાવ્યું હતું કે, તું તારો બ્લડ ટેસ્ટ કરાવ, હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા છે. તેનાથી વધારે કાંઇ નહીં અને મેં એવું જ કર્યું અને મને અહેસાસ થયો કરે મારા પ્રોજેસ્ટેરોન સારી સ્થિતિમાં નહોતા. મને યોગ્ય વિટામીન આપવાનું શરૂ કર્યું અને ફક્ત એક મહિનાની અંદર હું ઠીક થઈ ગઈ હતી.

ઈશા હવે ફિલ્મોથી દૂર પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરી રહી છે. ઈશા હંમેશા ઈચ્છતી હતી કે તેના લગ્ન પિતા ધર્મેન્દ્રની જેમ હેન્ડસમ યુવક સાથે થાય. ઈશાને તેના બાળપણના મિત્ર ભરતે પ્રપોઝ કર્યો હતો. ઈશા અને ભરતની મુલાકાત 13 વર્ષની ઉંમરમાં થઈ હતી. બંન્ને અલગ-અલગ સ્કૂલમાં ભણતા હતા પરંતુ ઇઈન્ટર સ્કૂલ ટુનામેન્ટમાં તેમની મુલાકાત થતી હતી.

ઈશા અને ભરતના પ્રથમવાર લગ્ન 29 જૂન 2012માં જુહુ સ્થિત ઈસ્કોન મંદિરમાં થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ પ્રેગનન્સીમાં ઈશાએ પતિ ભરત તખ્તાની સાથે 24 ઓગસ્ટ 2017માં ફરીવાર લગ્ન કર્યાં હતાં. ફરીવાર લગ્નમાં કપલે ત્રણ ફેરા ફર્યાં હતા. વાસ્તવમાં ઈશા દેઓલ ઇચ્છતી હતી કે તેના બેબી શાવર પર તે અને ભરત ફરીવાર લગ્ન કરે. ઈશાએ 2002માં આવેલી ‘કોઇ મેરે દિલ સે પૂછે’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતુ. આ માટે તેને બેસ્ટ ડેબ્યૂ ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે કાંઇ ખાસ કમાલ કરી શકી નહી. ઇશાનું કરિયર 25 ફિલ્મો આસપાસ રહ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page