Only Gujarat

National

ફિલ્મને પણ ટક્કર મારે એવો કિસ્સો આવ્યો સામે, હાથમાં લાકડી લઈને આ મહિલા IAS પહોંચી જંગલ

નવી દિલ્હીઃ આઠમી માર્ચ દુનિયાભરની મહિલાઓના સન્માન અને સમાજમાં તેમના યોગદાન માટે ઈન્ટરનેશનલ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓના કામ, તેમના સંઘર્ષ અને સફળતાને યાદ કરવામાં આવે છે. આવી જ એક મહિલા અધિકારીએ જનતાની સેવામાં પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. આ મહિલા આઈએએસ અધિકારી ઓડિશાના નૌપાડા જિલ્લાની કલેક્ટર રહેલી પોમા ટુડુ છે જેણે આદિવાસી લોકોની સમસ્યાઓના ઉકેલ માટે પરસેવો પાડ્યો હતો. આ મહિલા દિવસ પર અહીં પોમાના ઝનૂનની કહાની જણાવવામાં આવી છે.

કહેવામાં આવે છે કે કોઈ મહિલા જો કામ હાથમાં લે છે તો તે તેને સારી રીતે પાર પાડે છે. મહિલાઓ ઘરમાં હોય કે નોકરી પર પોતાનું કામ પુરી ઇમાનદારીથી કરે છે. આ વાતની મિસાલ છે જિલ્લા કલેક્ટર રહેલી પોમા ટુડુ.

પોમા મીડિયામાં પોતાના કામ કરવાના અંદાજને લઇને ચર્ચામાં રહે છે. તેણે ગામના લોકોની મદદ માટે જંગલોને ખુંદ્યા છે.

દિલ્હીની લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજથી ગેજ્યુએટ પોમા વર્ષ 2012ની ઓડિશા કેડરની અધિકારી છે. આ ગામથી શહેરની ફાસ્ટ ટ્રેક કનેક્ટિવિટી અને મેડિકલ સર્વિસ માટે સતત કામ કરી રહી છે.

તે ગામમાં જઇને બાળકોને ભણાવે છે અને સ્કૂલોની મુલાકાત લે છે. જે વિસ્તારમાં લોકો સુવિધાઓથી વંચિત છે તેમને મળી રહે તે માટે કામ કરતી રહે છે. આઇએએસ અધિકારી પોમા ટુડૂ અનેક લોકો માટે પ્રેરણા છે. તે ઓડિશામાં નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં જઇને ગામ લોકોની મદદ કરતી રહે છે.

આદિવાસી લોકોની મુશ્કેલીઓને સાંભળી તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે. તે પોતે ગામની મુલાકાત લે છે અને લોકો સાથે વાતચીત કરે છે. ગામલોકો અધિકારી સામે સમસ્યા બતાવતા ડરે નહીં તે માટે તેના જેવી બનીને કામ કરતી રહે છે.

વર્ષ 2019માં રિપોર્ટ અનુસાર, પોમા ટૂડુને નયાગઢના નવા કલેક્ટર તરીકેની નિમણુક કરવામાં આવી હતી. પોમા ટુડૂએ કહ્યું કે, તેની માતા ગામની પ્રથમ મહિલા હતી જે સ્કૂલમાં ગઇ હતી. એટલું જ નહી તેણે સ્કૂલ પછી કોલેજનો પણ અભ્યાસ કર્યો હતો અને એક બેન્કમાં નોકરી કરી હતી. આઇએએસ અધિકારી પોમાને પોતાના કામો માટે અનેકવાર સન્માનિત કરવામાં આવી ચૂકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page