Only Gujarat

FEATURED National

બ્લેકમેલ કરીને આપતો હતો ત્રાસ તો મહિલાએ પૂર્વ પ્રેમીનું કાપી નાંખ્યું પ્રાઈવેટ પાર્ટ

બ્લેકમેલિંગ અને ત્રાસથી કંટાળી આ મહિલાએ યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. પીડિત યુવકનો આરોપ છે કે આ ઘટના બાદ મહિલાએ તેને ઓરડામાં બંધ રાખ્યો હતો અને તે ચીસો પાડતો રહ્યો હતો, તેમ છતાં મહિલાએ તેના પર દયા ખાધી ન હતી. મામલો પાકિસ્તાનના લાહોરનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદથી લાહોરના હરબંશપુરા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે આરોપી મહિલાને બ્લેકમેઇલ કરીને યુવક દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ મામલે પીડિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યુ છેકે, યુવક વેહારી જીલ્લામાં રહેતો હતો. અને લગભગ 6 મહિના પહેલાં તે લાહોર આવ્યો હતો. 37 વર્ષનાં યુવકે દાવો કર્યો છેકે, મહિલા સાથે તેને સંબંધ હતા. આ મહિલા પણ છેલ્લાં 18 વર્ષથી આ વિસ્તારમાં જ રહેતી હતી.

પીડિત યુવકનું કહેવું છે કે મહિલાએ તેને ફોન કરીને એક જગ્યાએ બોલાવ્યો હતો. ત્યારબાદ અચાનક જ તેણે તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. યુવકનું કહેવું છે કે મહિલાએ આ શસ્ત્રથી તેનો ખાનગી પાર્ટ કાપીને તેને એક ઓરડામાં બંધ કરી ત્યાંથી જતી રહી હતી.

આ યુવક ઘણા લાંબા સમય સુધી બંધ રૂમમાં મદદ માટે પોકારતો રહ્યો. યુવકનું કહેવું છે કે પડોશીઓએ તેમને કોઈક રીતે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો તેમજ બનાવની જગ્યાએથી કેટલાક મહત્વના ફોરેન્સિક પુરાવા નોંધ્યા છે.

પોલીસનું માનવું છે કે મહિલાએ ત્રાસથી કંટાળીને તેના બચાવમાં આ પગલું ભર્યું છે. પોલીસ હાલમાં બનાવની તપાસ અલગ અલગ એંગલથી કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે આ વર્ષે પાકિસ્તાનની ફૈસલાબાદથી આવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક 25 વર્ષીય યુવતીએ 28 વર્ષીય વ્યક્તિનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે યુવકે ઘરે એકલા મળીને તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો અને તેના બચાવમાં તેણીએ આવું કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page