Only Gujarat

Bollywood

જયા બચ્ચનથી સહેજ પણ ઉતરતી નથી દેરાણી રમોલા બચ્ચનનો રોફ

મુંબઈઃ બચ્ચન પરિવારની નાની વહુ રમોલા બચ્ચન તેમની જેઠાણી જયા બચ્ચનની જેવી રીતે ભલે લાઇમલાઇટમાં ન રહેતી હોય, પણ તેમનો રોફ ઓછો નથી. તેમની ઓળખ એક સક્સેસફુસ ફેશન ડિઝાઈનરની છે. અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજિતાભની પત્ની રમોલા ઘણી ફિલ્મમાં કોસ્ચ્યૂમ ડિઝાઈનરનું કામ કર્યું છે. રમોલા ફેશન ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તે ઘણાં મોટા સ્ટાર્સ સાથે ઘણી ઇવેન્ટ્સ આયોજિત કરે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ રમોલા જે ઇવેન્ટ્સ આયોજિત કરે છે તેમાં તે રનવે રાઇઝિંગ એક્ઝિબિશન, રનવે બ્રાઇડલ એક્ઝિબિશન, હાઉસફુલ ડેકોર એક્ઝિબિશન સામેલ છે. રમોલા કોન્સેપ્ટ્સ નામથી એક કંપની પણ ચલાવે છે, જે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વર્ષ 2007માં દિલ્હી સેટલ થયાં પહેલાં રમોલા લંડનમાં રહેતી હતી. ત્યાંની પાર્ટીઓમાં તેમની હાજરી ચાર ચાંદ લગાવી દેતી હતી. તે પાર્ટીઓની શાન ગણાતી હતી.

લગ્ન પહેલાં અમિતાભ-અજિતાભને રાખડી બાંધતી હતી
રમોલા લગ્ન પહેલાં અમિતાભ બચ્ચન અને તેમના પતિ અજિતાભને રાખડી બાંધતી હતી. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનની બૂક‘ઇન ધી આફ્ટર નૂનઃ એન ઓટોબાયોગ્રાફી’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

હરિવંશ રાય બચ્ચને લખ્યું કે, ‘રમોલા અને અજિતાભની પહેલી મુલાકાત કોલકાતામાં થઈ હતી. અજિતાભ તે સમયે તેમના ભાઈ સાથે ત્યાંની કંપનીમાં કામ કરતાં હતાં. બંનેને કોઈ બહેન નહોતી, એટલે રમોલા બંનેને રાખડી બાંધતી હતી.’

અમિતાભે રમોલાની મુકાલાત અજિતાભ સાથે કરાવી હતી
બૂકમાં જણાવ્યા મુજબ, ‘થોડાં સમય પછી રમોલા એર હોસ્ટેસ બની ગઈ અને અજિતાભ પણ ટ્રેનિંગ માટે જર્મની જતાં રહ્યાં હતાં. ત્યારે તે જર્મનીથી પાછા ભારત આ્યા ત્યારે બંને લગભગ અઢી વર્ષથી એક બીજાને મળતાં રહ્યાં. બંને એકબીજાની નજીક આ્યા અને અજિતાભે દરેકને જણાવ્યું કે તે રમોલા સાથે લગ્ન કરવા માગે છે. બંનેના સંબંધને લગ્ન સુધી પહોંચાડવામાં અમિતાભ બચ્ચનનો મોટો હાથ છે.

રમોલે વર્ષ 2013માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મારી પહેલી મુલાકાત અમિતાભ સાથે થઈ, તેમણે મને અજિતાભ સાથે મળાવ્યો. અમે લોકો સારા ફ્રેન્ડ હતાં. પછી ડેટ કરવા લાગ્યા અને લગ્ન કરી લીધા હતાં.’ બંનેના લગ્ન વર્ષ 1973માં થયાં હતાં. આજે આ કપલને ચાર બાળકો છે. જે તેમના કાર્યક્ષેત્રમાં સફળ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page