Only Gujarat

Bollywood

સારા અલી ખાનનું નામ આવ્યું ડ્રગ્સ વિવાદમાં ને એક્ટ્રેસ અહીંયા બિન્દાસ કરી રહી છે મસ્તી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન મામલે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા પછી નારકોટિક્સ નિયંત્રણ બ્યૂરો(NCB) આ કેસની તપાસ કરી રહ્યા છે. આ મામલે રિયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી છે. આ સમયે તે મુંબઈ ભાયખલા જેલમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિયાએ થોડાં દિવસ પહેલાં ખુલાસો કર્યો હતો કે, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, સીમોન ખંભાટા, રોહિણી અય્યર અને મુકેશ છાબડા સહિત 25 સેલેબ્રિટી ડ્રગ્સ લે છે. આ ખુલાસા બાદ સારા અલી ખાન અંગે ખૂબ જ ચર્ચા થઈ રહી છે, પણ આ દરમિયાન સારા અલી ખાનનાં કેટલાક ફોટો સામે આવ્યા છે. જે અંગે લોકો સવાલ કરી રહ્યાં છે.

ગોવામાં સારા અલી ખાન અને તેમના ભાઈ ઇબ્રાહિમ અલી ખાનના કેટલાક ફોટો સામે આવ્યાં છે. જેમાં તે તેમના ફ્રેન્ડ સાથે દરિયા કિનારે મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે. ફોટો જોઈ અંદાજો લગાવી શકાય છે કે, સારા અલી ખાનને તેના અંગે અત્યારે ચાલી રહેલી વાતોથી કોઇ ફેર પડતો નથી.

સારા અલી ખાન અને તેમના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનનો આ ફોટો ઇન્સ્ટાગ્રામમાં એક ફેનએકાઉન્ટમાં શેર કરાયા છે. જેમાં સારા પર્પલ ટૉપ, શોર્ટ્સ અને કેપ પહેરેલી જોવાં મળી રહી છે. તે તેના ફ્રેન્ડ સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. જોકે, આ ફોટો ક્યારનો છે તે વિશે માહિતી મળી નથી.

મુકેશ છાબડાએ કરી સ્પષ્ટતા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ ‘દિલ બેચારા’ના ડિરેક્ટર મુકેશ છાબડાએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ‘તે કોઈનું પણ એકદમ નામ લઈ રહી છે. તેમને લાગે છે કે, આવું કરવાથી તેમને મદદ મળશે, પણ આ યોગ્ય નથી.’

મુકેશ છાબડાએ વધુમાં કહ્યું કે, ‘મારે ડ્ર્ગ્સ સાથે કંઈ લેવાં દેવાં નથી. તે મારી સાથે બદલો લઈ રહી છે કેમ કે મેં તેનું સમર્થન કર્યું નહીં. ખરેખર તો મેં નિર્ણય કર્યો હતો કે, આ મામલે ચૂપ જ રહીશ, પણ હવે રિયા ચક્રવર્તીએ મારું નામ લઈ ઠીક કર્યું નથી અને મારે બચાવમાં બોલવું પડે છે.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page