Only Gujarat

Bollywood

સલમાનની અભિનેત્રી ભૂમિકા ચાવલા આજે જીવે છે આવી લાઈફ, ક્લિક કરીને જાણો

બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી ભૂમિકા ચાવલા 21 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ મનાવે છે. તે બોલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક છે જેણે પોતાની પહેલી જ ફિલ્મથી મોટા પડદા પર અમિટ છાપ છોડી અને દર્શકોનું દિલ પણ જીત્યું. તો ચાલો અમે તમને જણાવીએ તેના જીવન વિશે કેટલીક વાતો.

ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઑગસ્ટ 1978ના દિવસે દિલ્લીમાં થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. જે બાદ તેણે હિંદી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું અને ખૂબ જ વાહવાહી મેળવી. ભૂમિકાએ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ યુવાકુડુથી કરી હતી. જે બાદ તેણે લાંબા સમય સુધી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું.

ભૂમિકાને વર્ષ 2001માં તેલુગુ ફિલ્મ કુશી માટે સર્વેશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો. તેણે બોલીવુડમાં કદમ સલમાન ખાનની ફિલ્મ તેરે નામથી રાખ્યું હતું. તેની આ ફિલ્મ 2003માં આવી હતી. આ ફિલ્મમમાં ભૂમિકા ચાવલાના કિરદારનું નામ નિર્જરા હતું, જે આજે પણ પસંદ કરવામાં આવે છે. બોલીવુડમાં પોતાની પહેલી જ ફિલ્મથી ભૂમિકા ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી.

જે બાદ ભૂમિકા ચાવલાને અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો. તે વર્ષ 2004માં અભિષેક બચ્ચન સાથે ફિલ્મ રનમાં નજર આવી હતી, પરંતુ તેની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કોઈ ખાસ કમાલ ન કરી શકી. આ ફિલ્મ બાદ ભૂમિકા ચાવલાએ સલમાન સાથે ફરી એક ફિલ્મ સિલસિલે અને દિલ જો ભી કહેમાં કામ કર્યું, પરંતુ બંને ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ. બોલીવુડમાં ખુદનું કાંઈ ખાસ કરિયર ન દેખાતા ભૂમિકાએ ફરીથી સાઉથ તરફ કદમ માંડ્યા. જ્યાં તેણે અનેક ફિલ્મો કરી જે હિટ સાબિત થઈ.

ભૂમિકા ચાવલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની અનટોલ્ડ સ્ટોરીમાં નજર આવી હતી. આ ફિલ્મમાં તેણે સુશાંત સિંહ રાજપૂતની બહેનનું કિરદાર નિભાવ્યું હતું. ભૂમિકા ચાવલાના અંગત જીવનની વાત કરીએ તો તેણે યોગ ટીચર ભરત ઠાકુર સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા એ બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું અને વર્ષ 2007માં લગ્ન કરી લીધા. વર્ષ 2014માં ભૂમિકાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એક નૉન ફિલ્મી બેકગ્રાઉન્ડવાળા શખ્સ સાથે લગ્ન કરનાર ભૂમિકા આજે પોતાની મેરિડ લાઈફની મજા માણી રહી

 

You cannot copy content of this page