Only Gujarat

Bollywood

સિરિયલમાં હંમેશાં સાડીમાં જોવા મળતી ‘અંગૂરીભાભી’ રિયલ લાઈફમાં છે એકદમ ગ્લેમરસ

મુંબઈઃ ફૅમશ ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરનારી એક્ટ્રસ શુભાંગી અત્રે આજે ઘરે ઘરે જાણિતી છે. આ સિરિયલથી તેમણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. આમ તો ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના દરેક કલાકાર દમદાર છે અને તેમનો બોલવાનો અંદાજ ખાસ તો ‘સહી પકડે હૈ’ લોકોના હોઠ પર છે. શુભાંગીએ આ પહેલાં પણ ઘણી સિરિયલમાં કામ કર્યું છે, પણ આ સિરિયલમાં દેશી અવતારમાં જોવા મળતી શુભાંગી અત્રે રિઅલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.

લગ્ન પછી એક્ટિંગમાં ડેબ્યુ
શુભાંગી અત્રેએ તેમના એક્ટિંગ કરીયરની શરૂઆત લગ્ન પછી કરી હતી. વર્ષ 2006માં શુભાંગીએ ફૅમશ ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી’માં જોવા મળી હતી. તે ‘કસ્તૂરી’ સિરિયલમાં પણ હતાં. શુભાંગીએ વર્ષ 2016માં અંગૂરી ભાભીનો દમદાર રોલ પ્લે કરી શિલ્પા શિંદેને રિપ્લેસ કરી હતી. તેમણે એન્ટ્રી કર્યાના થોડા સમય પછી લોકોના દીલમાં ખાસ સ્થાન મેળવી લીધું હતું. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે બાળપણથી જ એક્ટ્રસ બનવા માગતી હતી.’

પહેલા પણ શિલ્પા શિંદેએ કરી હતી રિપ્લેસ
રિપોર્ટ મુજબ, શિલ્પા શિંદેએ ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલ છોડ્યા પછી અંગૂરી ભાભીના રોલમાં લગભગ 80 એક્ટ્રસનું ઑડિશન લેવામાં આવ્યું હતું. જેમાં શુભાંગીને આ રોલમાં ફાઇનલ કરવામાં આવી હતી. જોકે થોડા સમય પછી શુભાંગીએ પણ તેની એક્ટિંગથી લોકોનું દીલ જીતી લીધું છે. ઉલ્લેખનીય છે કે, શુભાંગી અત્રેએ આ પહેલાં પણ કૉમેડી સિરિયલ ‘ચિડિયાઘર’ શિલ્પા શિંદેને રિપ્લેસ કરી હતી.

રિઅલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ શુભાંગી અત્રે
શુભાંગી અત્રે રિઅલ લાઇફમાં પણ ખૂબ જ ગ્લેમરસ છે. તેમના ઇન્સ્ટાગ્રામ પરના ફોટો આ વાતની ચાડી ખાય છે. વેસ્ટ્રન હોય કે પછી ઇન્ડિયન, શુભાંગી અત્રે દરેક દરેક લુકમાં ખૂબ જ સુંદર અને સ્ટનિંગ લાગે છે. શુભાંગી અત્રે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ધણીવાર તેમના ફોટો શેર કરતાં રહે છે. ઉલ્લેખનીય છે કે, શુભાંગી અત્રેના પતિનું નામ પિયૂષ પુરે છે અને બંનેને એક દીકરી પણ છે.

આટલા રૂપિયા કમાય છે
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલમાં તિવારીજી (રોહિતાશ ગૌડ)ની પત્નીનો રોલ પ્લે કરનારી શુભાંગી અત્રે એક દિવસના 40 હજાર રૂપિયા કમાય છે. થોડાં દિવસ પહેલાં ‘ભાભીજી ઘર પર હૈ’નો નવો એપિસોડ ટેલિકાસ્ટ થવાનો છે. જોકે, સિરિયલમાં ફૅમશ રોલ પ્લે કરનાર સૌમ્યા ટંડન (ગોરી મેમ) અને ફાલ્ગુની રજની (ગુલ્ફામ કલી)એ અલવિદા કરી દીધું છે.

You cannot copy content of this page