Only Gujarat

Bollywood

65 વર્ષની ઉંમરે પણ રેખા જોઈ રહી છે પ્રેમીની રાહ, જીભ પર ના લીધું પ્રેમીનું નામ

મુંબઈઃ એક સમયની જાણિતી એક્ટ્રસ અને ઘણી સુપરહિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન હાંસલ કરનાર 65 વર્ષની એક્ટ્રસ રેખા હવે ટીવી પર ડેબ્યુ કરવા જઈ રહી છે. તે ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’માંથી નાના પડદા પર એન્ટ્રી આપશે. આ સિરિયલના પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં એક્ટ્રસ રેખા ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રોમોની વાત કરીએ તો આની શરૂઆતમાં રેખા ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ગીત ગાતી જોવા મળી રહી છે. તેમણે ગોલ્ડન કલરની સિલ્ક સાડી પહેરી છે. માથા પર ચાંદલો, માગમાં સિંદૂર, લાલ લિપસ્ટિક અને મોટા ઝુમકા પહેર્યા છે. હાથમાં બંગડીઓ પહેરેલી રેખા આજે પણ ખૂબ સુંદર લાગી રહી છે.

પ્રોમો વીડિયોની વાત કરીએ તો તેની શરૂઆતમાં રેખા ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં.’ ગીત ગાતી જોવા મળી રહી છે. આ પછી તે કહે છે કે, ‘ખરેખર આ ગીત મારા દિલની ખૂબ જ નજીક છે.’

તે વધુમાં કહે છે કે, ‘આમાં ક્યાંય કોઈ એક કસક છુપાયેલી છે, જ્યાં પ્રેમની રાહ તો છે, પણ તેનું નામ લેવાની મંજૂરી નથી.’

રેખા વધુમાં કહે છે કે, ‘જ્યારે દિલ કોઈના પ્રેમમાં સવાર સાંજ ગુમ રહે તો મોહબ્બત ઇબાદત બની જાય છે. આ ગીતે વિરાટ પ્રેમ કહાનીને જન્મ આપ્યો છે, અહીં કર્તવ્યની રાહ પર ચાલતા તે પોતાના પ્રેમની કુર્બાની આપી દે છે.’

તમને જણાવી દઈએ કે આ સિરિયલ સ્ટાર પ્લસ પર સોમવારથી શુક્રવાર રાતે આઠ વાગ્યે ટેલિકાસ્ટ થવાની છે. જોકે મેકર્સ અને રેખા અત્યાર સુધી પોતાના રોલ અંગે કંઈ પણ કન્ફર્મ કર્યું નથી. એ પણ સ્પષ્ટ નથી કે, માત્ર પ્રોમોનો ભાગ હશે કે સિરિયલનો. પ્રોમોમાં રેખાને જોઈ તેમના ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ છે.

ઉલ્લેખનીય છે કે, રેખા ઘણાં સમયથી સિલ્વર સ્ક્રીનથી ગાયબ છે. તે છેલ્લીવાર વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘સુપર નાની’માં જોવા મળી હતી. આ પછી તેમણે બે ફિલ્મમાં કેમિયો કર્યો હતો.

આમ તો, રેખા અને અમિતાભ બચ્ચનનું અફેર છુપાયેલું નથી. જોકે, રેખાએ તેમના પ્રેમને જાહેરમાં કબૂલ કર્યો પણ, બિગબીએ હંમેશા આ અંગે મૌન સાધ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઘણાં વર્ષ પહેલાં રેખાએ એક ઇન્ટરવ્યૂમાં અમિતાભ અને તેમના અફેર અંગે વાત કરી હતી.

એક ઇન્ટરવ્યૂમાં રેખાએ અમિતાભ સાથેના અફેર અંગે કહ્યું હતું. એટલું જ નહીં, રેખાએ એવું પણ કહ્યું હતું કે, ‘અમિતાભને એવું કરવું જોઈએ નહોતું.’

રેખાએ કહ્યું હતું કે, ‘તેમણે પોતાની ઇમેજને પ્રોટેક્ટ કરવા, પોતાના પરિવાર અને બાળકોને પ્રોટેક્ટ કરવા માટે આવું કર્યું છે. મને લાગે છે તે ખૂબ જ સુંદર છે. મને કોઈ પડી નથી કે જનતા આ વિશે શું કહેશે.’

રેખાએ જણાવ્યા મુજબ, ‘આમ તો પબ્લિકને કેમ જાણવું જોઈએ કે મારો પ્રેમ અથવા મારા માટે તેમનો પ્રેમ કેવો હતો. હું તેમને પ્રેમ કરું છું, તે મને પ્રેમ કરે છે. બસ, મને કોઈ ફરક પડતો નથી કે, બીજા લોકો શું વિચારશે.’

You cannot copy content of this page