Only Gujarat

FEATURED National

ભારતમાં અહીંયા ખોલવામાં આવ્યો રેડ લાઈટ એરિયા, ગ્રાહક અને સેક્સ વર્કર્સે ફરજિયાત પહેરવો પડશે માસ્ક

પુણેઃ કેટલાક જ મહિનાઓમાં કોરોનાએ આખી દુનિયાને તબાહ કરી દીધી છે. આ વાયરસે દુનિયાના અનેક દેશોને બરબાદ કર્યા છે. અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ કોરોનાએ તબાહ કર્યો છે. ચારે તરફ મૃતદેહો જ નજર આવી રહ્યા છે. આ વાયરસ કોઈને પણ પોતાની ચપેટમાં લઈ શકે છે. તેનાથી બચવાનો કોઈ ઉપાય સામે નથી આવ્યો. દુનિયાના અનેક વૈજ્ઞાનિકો તેનો ઈલાજ શોધવામાં લાગ્યા છે. પરંતુ હજી તેમાં સફળતા નથી મળી. આ વચ્ચે તેનાથી બચવા માટે અનેક દેશોમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું.

હવે ધીમે-ધીમે તેમાં છૂટ આપવામાં આવી રહી છે. ભારતમાં હમણા જેવી લૉકડાઉનમાં ઢીલ મળી છે તેવા વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં હવે 5 ઑગસ્ટથી જીમ ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે પુણેમાં એશિયાના બીજા સૌથી મોટા રેડ લાઈટ એરિયાને ખોલી નાખવામાં આવ્યો છે. એવું અહીં કોરોનાનો એક પણ મામલો સામે ન આવતા કરવામાં આવ્યું. જેના કારણે દેશના અનેક રાજ્યોથી સેક્સ વર્કર્સ અહીં આવી રહી છે. કારણ કે ભારતમાં બીજે ક્યાય રેડ લાઈટ એરિયા નથી ખોલવામાં આવ્યા. ચાલો તમને જણાવીએ કે કોરોનામાં ક્યા રેડ લાઈટ એરિયા ખોલવામાં આવ્યા છે.

એશિયાના બીજા સૌથી રેડ લાઈટ એરિયા તરીકે ગણવામાં આવતા પુણેના બુધવારે (29 જુલાઈ) પેઠ વિસ્તારને કોરોના સંકટ વચ્ચે ખોલી નાખવામાં આવ્યો. અહીં કોરોનાનો એકપણ મામલો સામે નથી આવ્યો, જે બાદ તંત્રેતેને ખોલવાનો નિર્ણય લીધો.

પુણે પોલીસે બુધવાર પેઠ વિસ્તારને કોરોનાના શરૂઆતના સમયમાં જ એટલે કે 19 માર્ચે જ સીલ કરી દીધો હતો. જે બાદ અહીં બહારથી કોઈને આવવાની છૂટ નહોતી. લૉકડાઉન વચ્ચે જ્યાં બધેથી કોરોનાના કેસ સામે આવી રહ્યા હતા પરંતુ અહીં એકપણ કેસ સામે નથી આવ્યો. જે બાદ પોલીસે આ વિસ્તારને ખોલી નાખ્યો છે.

જો કે, હવે આ રેડ લાઈટ એરિયાનો ચહેરો સંપૂર્ણ રીતે બદલી ગયો છે. જેમ HIVના પ્રકોપ બાદ અહીં કોન્ડોમ અનિવાર્ય થઈ ગયું હતું, તેમ અહીં માસ્ક લગાવવું જરૂરી થઈ ગયું છે. અહીં ગ્રાહકો અને સેક્સ વર્કર્સ બંને માટે માસ્ક ફરજિયાત છે. સાથે જ જ્યારે કસ્ટમર્સ અહીં આવતા હતા તો સૌથી પહેલા તેમના હાથને સેનિટાઈઝ કરવામાં આવતા હતા. જે બાદ સેક્સ દરમિયાન પણ માસ્ક લગાવવાનું અનિવાર્ય છે.

સેક્સ વર્કર્સે હવે કોરોના સંકટમાં કસ્ટમર્સને ફોન સર્વિસ આપવાની પણ શરૂઆત કરી છે. બુધવાર પેઠ વિસ્તારના હેડએ જણાવ્યું કે, હવે તે પોતાના ગ્રાહકો માટે છોકરીઓને વીડિયો કૉલના માધ્યમથી મળવાનો નવો આઈડિયા અજમાવી રહ્યા છે.

જેનાથી સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાશે અને સેક્સ વર્કર્સને કમાણી પણ થતી રહેશે. સાથે જ તેમણે કહ્યું કે કદાચ હવે ચીજો ક્યારેય સામાન્ય નહીં થાય એવામાં હવે નવા ઑપ્શન શોધવા પડશે.

ઉલ્લેખનીય છે કે પેઠ વિસ્તાર ઘણો જૂનો છે. અહીં સવારે પુસ્તકોનું બજાર લાગે છે અને સાંજે સેક્સ માર્કેટ. માર્ચ બાદ આ વિસ્તાર સૂમસામ થઈ ગયો હતો. આ એ જ બુધવાર પેઠ વિસ્તાર છે જ્યાં 2008માં માઈક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આવ્યા હતા. તેણે અનેક સેક્સ વર્કર્સ સાથે મુલાકાત કરી હતી અને બાદમાં અહીં રહેતા બાળકોને મદદ કરી હતી.

અહીં કામ કરતી એક સેક્સ વર્કરે જણાવ્યું કે પહેલા અહીં એમ મહિનામાં તેમને 20 હજારની કમાણી થઈ જતી હતી. હવે માર્ચ મહિનાથી તેમને એક રૂપિયાની પણ કમાણી નથી થઈ.

You cannot copy content of this page