Only Gujarat

Bollywood FEATURED

સાળી માટે આ એક્ટરને મારવા જાહેરમાં દોડ્યા હતા અક્ષયના સસરા, વિલનને કરવા લાગી હતી પ્રેમ

મુંબઈઃ ડિમ્પલ કપાડિયાની બહેન સિમ્પલ કપાડિયા બોલિવૂડની જાણીતી એક્ટ્રસ હતી. ઘણી ફિલ્મોમાં કામ કર્યાં પછી તેમણે ફૅશન ડિઝાઈનમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું અને તે સફળ પણ રહી, પણ 10 નવેમ્બર, 2009માં કેન્સરને લીધે તેમનું મોત થઈ ગયું હતું. 10 નવેમ્બર, 2020એ તેમની 11મી ડેથ એનિવર્સરી છે. 18 વર્ષની ઉંમરમાં સિમ્પલે એક્ટ્રસ તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 1977માં ફિલ્મ ‘અનુરોધ’થી કરી હતી. જેમાં તેમના કોસ્ટાર રાજેશ ખન્ના હતા. ત્યારે રાજેશ તેમની બહેન ડિમ્પલ સાથે લગ્ન કરી ચૂક્યાં હતા અને તેમના જીજાજી હતા. 10 વર્ષના ફિલ્મી કરિયરમાં સિમ્પલે ‘લૂંટમાર’, ‘શાકા’, ‘પરખ’, ‘દુલ્હા બિકતા નહીં’, ‘હમ રહે ના રહે’, ‘પ્યાર કે દો પલ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

ડિમ્પલ સાથે જોડાયેલાં કિસ્સા તમને જણાવીએ છીએ. જ્યારે તે હિન્દી ફિલ્મોમાં વિલેન રણજીતની દિવાની થઈ ગઈ હતી. રણજીતની દરેક અદા પર ફિદા હતી. તેમની હેર સ્ટાઇલથી લઈ તેમના અંદાજ સિમ્પલને ક્રેઝી કરતાં હતાં, પણ બંનેની વાત સિમ્પલના જીજાજી એટલે કે રાજેશ ખન્નાને પસંદને પસંદ આવી નહોતી.

રાજેશ ખન્ના રણજીતને પસંદ કરતાં નહોતાં. જેનું કારણ રણજીતની વિલેનવાળી છબી હતી. એટલે સિમ્પલની રણજીત સાથે નજીકતા પસંદ નહોતી.

રાજેશ ખન્નાએ ઘણાં સમય સુધી પોતાના ગુસ્સાને રોકી રાખ્યો હતો, પણ સિમ્પલ અને રણજીતના અફેરની ચર્ચાએ તેમના ગુસ્સાને વધાર્યો હતો. રિપોર્ટ મુજબ રાજેશ ખન્ના આ કારણે સિમ્પલથી ખૂબ જ નારાજ હતા અને તેમને વઢ્યા હતાં. પણ સિમ્પલ પર તેની કોઈ અસર થઈ નહોતી.

ફિલ્મ ‘છૈલા બાબૂ’ના શૂટિંગ દરમિયાન સિમ્પલને લીધે રાજેશ ખન્ના અને રણજીત વચ્ચે ખૂબ જ મતભેદ થયાં હતાં. બંને વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. એટલું જ નહીં રાજેશ, રણજીતને મારવા પણ દોડ્યા હતાં. પછી તે સમયે સિમ્પલ અને રણજીતના અફેરની ચર્ચા પણ બંધ થઈ ગઈ હતી. બીજી તરફ સિમ્પલ કપાડિયાની ફિલ્મો પણ ખાસ ચાલતી નહોતી અને પછી વર્ષ 1987માં તેમણે ફિલ્મોને હંમેશા માટે અલવિદા કહી દીધું.

ફિલ્મી કરિયરને છોડી સિમ્પલે ફૅશન ડિઝાઈનર બનવાનો નિર્ણય કર્યો હતો. તેમના ક્લાયન્ટ્સમાં તબ્બૂ, અમૃતા સિંહ, શ્રીદેવી અને પ્રિયંકા ચોપડા સહિતની એક્ટ્રસ સામેલ હતી. વર્ષ 1994માં ફિલ્મ ‘રુદાલી’ માટે સિમ્પલને બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત તેમણે ઘણી ફિલ્મો માટે ડ્રેસ ડિઝાઇનિંગ પમ કર્યું જેમાં ‘શહજાદે’ (1989), ‘અજૂબા’ (1991), ‘ડર’ (1993), ‘બરસાત’ (1995), ‘ઘાતક’ (1996), ‘ચાચી 420’ (1998), ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (1998), ‘કસમ’ (2001), ‘સોચાના થા’ (2005) સામેલ છે.

વર્ષ 2006માં જાણ થઈ કે સિમ્પલને કેન્સર છે. બીમારી અને સારવાર વચ્ચે પણ તે ફિલ્મોમાં કામ કરતી રહી, પણ 10 નવેમ્બર, 2009માં મુંબઈમાં એક હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું. તે સમયે સિમ્પલ 51 વર્ષની હતી. તેમનો એક દીકરો છે કરણ કાપડિયા, જેને માસી ડિમ્પલ કપાડિયા પાલનપોષણ કરીને મોટો કરી રહી છે.

You cannot copy content of this page