Only Gujarat

Bollywood

36 વર્ષીય એક્ટ્રેસ હવે દેખાય છે એકદમ કમસીન, લૉકડાઉનમાં ઉતાર્યું 15 કિલો જેટલું વજન

મુંબઈઃ 36 વર્ષની તનુશ્રી દત્તાએ વર્ષ 2018માં નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. આ વિવાદે આખા ભારતમાં #MeToo આંદોલનને જન્મ આપ્યો હતો. તનુશ્રીએ કહ્યું હતું કે, ‘વર્ષ 2008માં ફિલ્મના સેટ પર તેમની સાથે દુર્વ્યવહાર થયો હતો.’ તેમને એવું પણ કહ્યું હતું કે, ‘તે સમયે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂબ નિરાશ પણ હતી, ત્યારે તેમના પક્ષમાં બોલ્યાં નહોતાં.’તેમણે છેલ્લાં બે વર્ષ લોસ એન્જલસમાં નોકરી કરી હતી. તેમણે આઇટી ટ્રેનિંગ લીધી અને પોતાના કરિયરને બીજી દિશામાં લઈ ગયાં હતાં. હાલમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી જાણકારી આપતાં તનુશ્રીએ તેને ખૂબ જ પ્રતિષ્ઠિત નોકરી ગણાવી અને કહ્યું કે, આ ક્ષેત્રમાં હંમેશા અનુશાસન, અખંડતા અને દૃઢ સંકલ્પ રહે છે. તેમણે ખુલાસો કર્યો કે તે 15 કિલો વજન પણ ઓછું કરી ચૂકી છે અને તે બોલિવૂડમાં વાપસી કરવા માટેની તૈયારી કરી રહી છે.

USAમાં પોતાની નોકરી વિશે તનુશ્રીએ જણાવ્યું કે, ‘મેં આ નોકરી સ્વીકારી નહીં કેમ કે હું મારું એક્ટિંગ કરિયર ફરી શરૂ કરવા માગુ છું. મહામારી પૂરી થયાં પછી મારે આ નોકરી માટે એલએ/ન્યૂયોર્કમાં રહેવું પડશે. આ નોકરીને લીધે મને ત્રણ વર્ષ સુધી અમેરિકાથી પાછા આવવાની મંજૂરી મળી નથી. આ માટે મારે ત્રણ વર્ષનો કોન્ટ્રાક પણ સાઇન કરવો પડશે.’તનુશ્રીએ કહ્યું કે, ‘તેમની પાસે બોલિવૂડમાં વિકલ્પ છે તેને પસંદ કરશે.’

તનુશ્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘હું એક કલાકાર છું, જે કેટલાક ખરાબ લોકો અને તેમના દ્વારા ઊભી કરવામાં આવેલી મુશ્કેલીઓને લીધે પોતાના કામ અને કલાથી દૂર રહેવું પડે છે, એટલા માટે પોતાના કરિયર સાથે જોડાયેલો નિર્ણય ઉતાવળમાં લેવા માગતી નથી. હું બોલિવૂડમાં પોતાના વિકલ્પો પર એકવાર ફરી વિચાર કરી રહી છું. મને બોલિવૂ અને મુંબઈમાં કેટલાક સારા લોકો મળ્યાં છે એટલે પાછી આવી ગઈ છું. થોડા સમય માટે અહીં રહીશ અને થોડાં સારા પ્રોજેક્ટ પર કામ કરીશ. બોલિવૂડથી મને ફિલ્મ અને વેબ સિરિઝમાં કામ કરવાની ઓફર થઈ રહી છે.’

તેમણે જણાવ્યું કે, ‘આ સમયે હું 3 સાઉથ ફિલ્મ મેનેજર્સ સાથે સંપર્કમાં છું જે મોટી ફિલ્મોમાં કામ કરવા માટે મારી મદદ કરશે. મુંબઈની 12 કાસ્ટિંગ ઓફિસના સંપર્કમાં છું. આ તે લોકો છે જે સત્ય જાણે છે અને અંદરથી મારી સાથે છે. તે મારા શુભચિંતક છે. થોડાંક પ્રોડક્શન હાઉસ પણ છે જેમાં લીડ રોલ માટે પણ વાત ચાલી રહી છે.’

તનુશ્રીએ પોતાની પોસ્ટના અંતમાં લખ્યું કે, ‘મહામારીને લીધે શૂટિંગની તારીખ પાક્કી નથી થઈ રહી. જેને લીધે હું કોઈ જાહેરાત કરી શકતી નથી. અત્યારે હાલમાં જ મેં એક બ્યૂટી કોમર્શિયલ શૂટ કર્યું છે અને જાહેરાત કરી છે કે હું પાછી આવી ચૂકી છું. 15 કિલો વજન ઘટાડીને સારી દેખાઈ રહી છું. ઇન્ડસ્ટ્રીમાં મારી વાપસીની લોકો ચર્ચા કરી રહ્યાં છે.’

વર્ષ 2003માં તનુશ્રીએ ફૅમિના મિસ ઇન્ડિયા જીત્યો હતો અને વર્ષ 2004માં તેમણે ક્યૂટોમાં થયેલાં મિસ યૂનિવર્સ પેન્જેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. વર્ષ 2005માં ફિલ્મ ચોકલેટથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ વર્ષે તે ઇમરાન હાશમી સાથે ફિલ્મ ‘આશિક બનાયા આપને’માં જોવા મળી હતી. આ ફિલ્મના ટાઇટલ સોન્ગને લીધે તે ખૂબ જ ચર્ચામાં હતી. તનુશ્રી અને ઇમરાન હાશમી પર ફિલ્માવવામાં આવેલું આ ગીત ખૂબ જ બોલ્ડ હતું, જેમાં તેમણે ઘણાં કિસિંગ સીન આપ્યાં હતાં.

આશિક બનાયા આપનેના બોલ્ડ ગીત પછી તનુશ્રીની ઇમેજ બોલ્ડ એક્ટ્રસની થઈ ગઈ હતી. આ પછી તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાંથી ભાગમભાગ, રકીબ, ઢોલ, રિસ્ક, ગુડ બોયઝ બેડ બોયઝ, સ્પીડ, એપાર્ટમેન્ટ સામેલ છે, પણ તેમને કોઈ પણ ફિલ્મથી પોતાની અલગ ઓળખ મળી નહોતી અને તેમના કામને પણ નોટિસ કરવામાં પણ નહોતું આવ્યું.

વર્ષ 2010માં તનુશ્રીની ફિલ્મ એપાર્ટમેન્ટ રિલીઝ થઈ હતી આ પછી તે બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ અને કોઈને તેમના વિશે જાણકારી નહોતી. તે વર્ષ 2018માં જોવા મળી આ પછી તે સામે આવ્યું કે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ છોડી દીધી હતી. એક્ટ્રસે જણાવ્યું હતું કે, ‘તેમના પ્રેફેશનમાં સફળતા મેળવી ન શકતાં તેમણે આધ્યાત્મિકતામાં એકાંત શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાં તે સફળ રહી નહોતી.’

You cannot copy content of this page