Only Gujarat

Bollywood

જ્યારે રાની મુખર્જીની માતા ગુસ્સાથી થઈ હતી લાલચોળ ને કરન જોહરને પણ લાગ્યો હતો ડર!

મુંબઈ: મનીષ મલ્હોત્રા બોલીવુડના જાણીતા ફેશન ડિઝાઈનર્સમાંથી એક છે. સાથે જ તે કોસ્ચ્યૂમ ડિઝાઈનર પણ છે. તેણે જેટલી પણ ફિલ્મોમાં કોસ્ચ્યૂમ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે, તેમાં યશરાજ બેનર અને ધર્મા પ્રોડક્શનની અનેક ફિલ્મો સામેલ છે. મનીષના નામે એવી અનેક ફિલ્મો છે, જેની ફેશન લોકોમાં ખૂબ જ પૉપ્યુલર થઈ હતી. આવી જ એક ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ છે, જેમાં કેરેક્ટરના ગ્રોથના હિસાબથી તેને કપડાંમાં આવતા ફેરફારના માધ્યમથી ઑડિયન્સને કિરદારોની કહાની સાથે કનેક્ટ થવામાં મદદ મળી છે. જો કે, આ ફિલ્મ સાથે જોડાયેલો એક એવો કિસ્સો પણ છે, જેને યાદ કરીને આજે પણ કરણ અને મનીષને હસવું આવે છે.

એક ઈવેન્ટ દરમિયાન કરણ જોહરે એક ઈન્સિડેન્ટ શેર કર્યો અને જણાવ્યું હતું કે આ ‘કુછ કુછ હોતા હૈ’નો સૌથી ફની ઈન્સિડેન્ટ હતો. તેણે રાની મુખર્જી સાથે એક સીન શૂટ કરવાનો હતો, જેમાં તેને મંગળસૂત્ર પહેરેલું બતાવવાનું હતું.

પરંતુ મનીષ તેને લાવવાનું ભૂલી ગયા હતા. તેને ખબર હતી કે સીન માટે મંગળસૂત્ર હોવું કેટલું જરૂરી હતું અને તેના ના હોવા પર તે ગુસ્સે થઈ જાત, જેના માટે તે ભાગીને વેનિટી વેનમાં ગયા, જ્યાં રાનીના માતા આરામ કરી રહ્યા હતા.

કરણે જણાવ્યું કે, મનીષે કાંઈ કહ્યા વગર જ રાનીની માતાના ગળામાંથી મંગળસૂત્ર ઉતારી લીધું અને તેને છીનવીને ભાગતા ભાગતા આવી ગયા. એક વાર સીન ખતમ થઈ ગયો, ત્યારે તેણે જોયું કે રાનીની માતા ખૂબ જ નારાજ હતી અને રાડો પાડતા સૌની સામે તેમણે જણાવ્યું કે મનીષ તેના સુહાગની નિશાની તેમની પાસેથી છીનવીને લાવ્યા છે. તેમના કહેવા પર સેટ પર તમામ લોકોને એ પણ વાત ખબર પડી કે રાનીએ જે મંગળસૂત્ર પહેર્યું હતું તે તો વાસ્તવમાં કૃષ્ણા આંટીનું હતું.

ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું ગીત ‘કોઈ મિલ ગયા તો’ બધાને યાદ હશે, જેમાં રાનીનો સુપર ગ્લેમરસ લૂક જોવા મળ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે તેણે જે ડ્રેસ પહેર્યો હતો તે વાસ્તવમાં એટલો ટૂંકો નહોતો. મનીષે લૉન્ગ ડ્રેસ ડિઝાઈન કર્યો હતો, પરંતુ કરણને એ વાત પસંદ ના આવી.

તેઓ ઈચ્છતા હતા કે રાનીને હૉટ લેડીનો લૂક આપવામાં આવે, જે બાદ મનીષે તેને કટ કરતા તેનો શૉર્ટ ડ્રેસમાં ફેરવી નાખ્યો. જ્યારે સૉન્ગ શૂટ થયું ત્યારે રાનીએ આટલા શૉર્ટ ડ્રેસમાં કૉન્ફિડન્સ સાથે શૂટિંગ પુરું કર્યું. તો કરણ અને મનીષ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા.

આ શૉટમાં તેને અન્ય કાસ્ટની સાથે કૉલેજ સ્ટૂડન્ટ્સનું ગ્રુપ ફૉર્મ કરીને સીડી પર બેસેલા બતાવવામાં આવ્યા હતા. કરણે જણાવ્યું હતું કે, એ દરમિયાન મનીષના અત્યાર સુધીના સૌથી અજીબ હેરકટ જોવા મળ્યા હતા.

You cannot copy content of this page