Only Gujarat

FEATURED Gujarat

મણિરાજ અને બિરજુ બારોટનાં અસલી નામ ખબર છે? ઓરીજીનલ નામ જાણીને ઝટકો લાગશે

શું તમે જાણો છો કે મણિરાજ બારોટનું અસલી નામ શું છે? બિરજુ બારોટનું અસલી નામ શું છે? આ સવાલોના જવાબો તમે જ નહીં, પણ ગુજરાતના મોટા ભાગના લોકો આપી શકશે નહીં, કેમ કે બહુ ઓછા લોકો જાણે છે કે આ બન્ને કલાકારનાં અસલી નામ બીજાં છે. અમે સૌપ્રથમ વખત તમને મણિરાજ અને બિરજુ બારોટનાં સાચાં નામ જણાવીશું.

અમે આ બન્ને લોકગાયકોને નવાં નામ આપી નામના અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર જાણીતા ગીતકાર પ્રશાંત કેદાર જાદવ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 1991માં પાટણ ખાતે બારોટ સમાજ દ્વારા પંચપાઠનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના અનેક યુવાનો સ્ટેજ પર ગાતા હતા. આ દરમિયાન પ્રશાંત જાદવના કાને એક અવાજ પડે છે, જે આગળ જતાં ગુજરાતનો અવાજ બને છે. આ અવાજ હતો મણિરાજ બોરોટનો. જોકે એ વખતે આ ગાયકનું નામ મણિરાજ નહીં, પણ બીજું કંઈક હતું. પ્રશાંત જાદવ આ યુવા ગાયકને અમદાવાદ લઈ આવે છે અને બાદમાં મણિરાજ બારોટની ગાયક બનવાની સફર શરૂ થાય છે.

આ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મણિરાજે શરૂઆતમાં કેવો સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રશાંત કેદાર જાદવ શરૂઆતના દિવસોમાં મણિરાજ બારોટને લુના પર બેસાડી ડાયરાના સ્થળે અને સ્ટુડિયોમાં લઈને ફરે છે. એ જમાનામાં જે કલાકારોના કાર્ડમાં નામ હોય તેમને જ ગાવા મળતું હતું, આથી પ્રશાંતભાઈ પોતાની ઓળખાણનો ઉપયોગ કરી નામાંકિત કલાકારને વિનંતી કરતા કે મણિરાજને એક-બે ગીત ગાવા દો. મણિરાજને ગાવાનો મોકો મળે ત્યારે બે ગીતો ગાતા, એક ‘બપૈયા પિયુ પિયુ મત બોલ…’ અને બીજું ‘એવા નુગરે ઝાલ્યો છે તેનો નેડલો…’

જાણીતી કેસેટ કંપનીના માલિકો નવા ગાયક મણિરાજને લઈને રિસ્ક લેવા માગતા નથી. આથી પ્રશાંત જાદવે બે કેસેટ માટે થયેલા 13 હજાર રૂપિયાની જવાબદારી લીધી. આ કેસેટોનાં નામ હતા ‘મણિયારો આયો લ્યા’ અને ‘શેલ દરવાજે ઢોલચી વાગી’. પ્રશાંત જાદવે જણાવ્યું હતું કે આ કેસેટોના રેકોર્ડિંગ દરમિયાન જ પોતે મણિરાજ નામ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એ વખતે અમદાવાદ દૂરદર્શનમાં નોકરી કરતા પ્રશાંત જાદવનો પગાર બે હજાર જ હતો અને 13 હજારનું જોખમ લીધું હતું. મણિરાજ બારોટનું સાચું નામ મણિલાલ બારોટ છે.

જોગાનુજોગ બિરજુ બારોટને પણ નવું નામ આપવામાં પ્રશાંતભાઈ જ નિમિત્ત બન્યા છે. આજથી આશરે 16 વર્ષ પહેલાં બિરજુ બારોટને લઈને તેમના પિતા અને દાદા અમદાવાદસ્થિત પ્રશાંત જાદવના ઘરે આવે છે. એ પહેલી મુલાકાત વખતે જ બિરજુ બારોટ એવું નવું નામ મળે છે. બિરજુ નહીં, તેનું સાચું નામ બિપિન છે.

You cannot copy content of this page