Only Gujarat

Sports

સોશિયલ મીડિયાના માધ્યમથી થયા લગ્ન, સુહાગરાત્રે છતું થયું પત્નીનું ભોપાળું

શું તમે એ વ્યક્તિની ભાવનાનો અંદાજ લગાવી શકો છો જે સુહાગરાતે પોતાની પત્નીની રાહ જોઈ રહ્યો હોય અને તેને એ જ દિવસે ખબર પડે તે તેની પત્ની એક સ્ત્રી નહીં પરંતુ તેની જેમ જ એક પુરુષ છે. જી હાં આવું જ થયું છે ઈન્ડોનેશિયાના એક નવદંપતી સાથે. પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેની સાથે દગો કર્યો છે. લગ્ન પહેલા પોતાનું સત્ય ન જણાવ્યું. તો પત્નીનું કહેવું છે કે તેના પતિ પહેલેથી જ બધું જાણતા હતા. હવે ખોટો આરોપ લગાવી રહ્યા છે.

ઈન્ડોનેશિયાના વેસ્ટે નુસા તેંગારામાં રહેતા મિટ 25 વર્ષના અને મુહ 31 વર્ષના છે. બંનેના લગ્ન 2 જૂને થયા. બંનેએ પુરા રીતિ રિવાજો સાથે લગ્ન કર્યા. દરેક વિધિ અને પરંપરાને નિભાવી પરંતુ હવે બંનેને છૂટાછેડા લેવા છે.

પતિનો આરોપ છે કે તેના પત્ની પુરુષ છે અને તેમનાથી આ વાત છુપાવવામાં આવી. ત્યાં જ તેની પત્નીએ આ આરોપને ખોટો ગણાવ્યો છે.પત્નીનું કહેવું છે કે તેનો પતિ લગ્ન પહેલા બધું જાણતા હતો. લગ્ન પહેલા બંને એક સાથ એક ઘરમાં રોકાયા પણ હતા.

તમને જણાવી દઈએ કે બંનેની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. બંને એકબીજાને દિલ દઈ બેઠા અને લગ્ન થઈ ગયા. પરંતુ લગ્ન બાદ હવે જે સત્ય સામે આવ્યું છે જે બાદ પતિ અને પત્ની સાથે રહેવા માટે બિલકુલ તૈયાર નથી.હાલ પોલીસ આખા મામલાની તપાસ કરી રહી છે. પોલીસે બંનેની વાત વારાફરતી સાંભળી છે.

પતિને આરોપ છે કે તેની પત્નીએ લગ્નની રાત્રે તેને શારીરિક સંબંધો નહોતા બનાવવા દીધા. તો પત્નીનું કેવું છે કે લગ્ન પહેલા તેઓ એક વાર ઈન્ટીમેટ થઈ ચુક્યા છે.

You cannot copy content of this page