Only Gujarat

International

ટોચનો આ ખેલાડી પોતાની જ સગી બહેન સાથે કરવા જઈ રહ્યો છે લગ્ન

મોટો જીપી સ્ટાર મિગુએલ ઓલિવેરાએ પોતાની સોતેલી બહેન સાથે સગાઇ કરી લીધી છે. આંદ્રેયા પિમેન્ટા અને ઓલિવેરા એક બીજાને 13 વર્ષની ઉંમરથી જ ઓળખે છે. 11 વર્ષ સુધી સિક્રેટ રિલેશનશિપમાં રહ્યા બાદ 2019માં બંનેનો સંબંધ સામે આવ્યો. ઉલ્લેખનીય છે કે 24 વર્ષની પિમેન્ટા ઓલિવેરાના પિતાની બીજી પત્ની ક્રિસ્ટીનાની પુત્રી છે. ઓલિવેરાના પિતાએ જણાવ્યું કે બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઇ જશે.

મિગુએલ એન્જેલો ફાલ્કો ડિ ઓલિવેરા મોટરસાઇકલ રેસર છે. ઉલ્લેખનીય છે કે ઓલિવેરા ઇટાલિયન મોટારસાઇકલ ગ્રાંડ પ્રિક્સ જીતનારા પ્રથમ પોર્ટુગીઝ રાઇડર છે. તેઓ 2018 મોટો 2 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રનરઅપ રહ્યાં હતા.

મોટો ગ્રાંડપ્રિક્સ રાઇડર મિગુએલ ઓલિવેરાએ પોતાની સોતેલી બહેન આંદ્રિયા પિમેન્ટા સાથે સગાઇ કરી લીધી છે. બંનેની સગાઇના સમાચાર તેના પિતાએ જ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે બંનેના લગ્નથી સમગ્ર પરિવાર ખુશ છે. ઓલિવેરાના પિતાએ કહ્યું કે મને ખુશી છે કે મારા પુત્રના લગ્ન જીવનની સૌથી સુંદર મહિલા સાથે થઇ રહ્યાં છે.

પોતાની સોતેલી બહેન સાથે સંબંધ અંગે ઓલિવેરાનું કહેવું છે કે પ્રેમ પહેલા અમે બંને એક બીજાના સારા મિત્ર હતા. અમે એક સાથે શિક્ષણ મેળવ્યું છે. બાદમાં અમે અનુભવ્યું કે આ દોસ્તીથી વધુ છે ત્યારબાદ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

11 વર્ષ સુધી બંનેએ બધાથી પોતાનો પ્રેમ છૂપાવ્યો હતો પરંતુ 2019માં ઓલિવેરાએ પોતાની સોતેલી બહેન સાથે પ્રેમની વાત કબૂલી હતી.

મિગુએલ ઓલિવેરાએ જણાવ્યું કે તે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરવાના હતા પરંતુ એ સપ્તાહમાં તેની રેસ છે આથી લગ્ન માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page