Only Gujarat

National TOP STORIES

આ મહિલા કરે છે એવું કામ કે જાણીને તમે પણ મોંમાં નાખી જશો આંગળા!

નવી દિલ્હીઃ 55 વર્ષીય દિલ્હીની શાંતિદેવી દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે. આ ઉંમરમાં પણ તેમણે હાર માની નથી. તેઓ પોતાની હિંમતથી જાતે જ પોતાનો રસ્તો બનાવે છે. શાંતિદેવી આ ઉંમરે પણ મહેનતથી કામ કરે છે, જે યુવાનો પણ કરી શકે નહીં.

શાંતિ દેવી દિલ્હીની રસ્તા પરથી પસાર થતાં ગાડીના ટાયર પંક્ચર કરવાનું કામ કરે છે. આ ફોર વ્હીલર કાર હોય કે ટ્રક. શાંતિદેવી થોડીક જ ક્ષણમાં પંક્ચર ઠીક કરી આપે છે.

દિલ્હીની શાંતિ દેવી 55 વર્ષની ઉંમરમાં પણ 12-12 કલાક કામ કરે છે. તે છેલ્લાં 20 વર્ષથી નેશનલ હાઇવે નંબર 4 પર આવેલા સંજય ગાંધી નગર ટ્રાન્સપોર્ટ ડિપો (આઝાદપુર મંડી)માં પંક્ચર ઠીક કરવાનું કામ કરે છે.

શાંતિ દેવી રોજ 10-15 પંક્ચર ઠીક કરે છે. આ સાથે જ 50 કિલોનું ટાયર એકદમ સહજતાથી ઉપાડે છે. શાંતિ દેવીને કામ કરતાં જોઈને યુવાનો પણ મોંમાં આંગળા નાખી જાય છે. તેઓ પણ કહેવા લાગે છે કે આટલી ઉંમરમાં કેવી રીતે એક મહિલા આટલું કામ કરી શકે છે.

પુરુષે બ્યૂટી કોન્ટેસ્ટ જીતીઃ કોઈ પુરુષ પણ મહિલા બ્યૂટી કોન્ટેસ્ટ જીતી શકે ખરા. હાલમાં જ આવી ઘટના બની હતી. 22 વર્ષીય ફેશન મોડલ મિસ વર્ચ્યુઅલ કઝાકિસ્તાનના ફાઇનલ રાઉન્ડમાં આવ્યો છે. આ મહિલા નહીં, પરંતુ પુરુષ છે. અરીના અલીયેવાનું સાચું નામ ઇલે ડિયાગિલેવ છે. તેની તસવીરને 2000થી વધુ વોટ્સ મળ્યા છે.

You cannot copy content of this page