Only Gujarat

National

નવી નવેલી દુલ્હને સાસુ-સસરાને રૂમમાં બંધ કર્યાં ને નણંદ સાથે થઈ રફુચક્કર

લગ્ન બાદ દાગીના અને રોકડ લઈને ભાગી જનાર નવવધૂઓ વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ આ કિસ્સો થોડો અલગ છે. લગ્નના 15 દિવસ બાદ શનિવારના રોજ ઘરેણાં સાથે 12 વર્ષની નણંદ પ્રીતિને લઈને ફરાર થઈ ગઇ હતી. આ ઘટનાના કારણે આખુ કુટુંબ શોકમાં ચાલ્યું ગયું છે. દરેક જગ્યાએ શોધખોળ કર્યા બાદ હવે પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. આ ઘટના પુષ્કરની છે. આ આખી ઘટનામાં પ્રીતિને કંઈ નુકશાન ના પહોંચે એવો ડર પરિવારના સભ્યોને સતાવી રહ્યો છે.


27 મેના રોજ પંચકુંડ રોડ પર રહેતા યતુના લગ્ન પૂજા નામની યુવતી સાથે થયા હતા. આ નવવિવાહિતા ઝારખંડના જુમ્મા રામગઢની છે. યતુને બોલવામાં તકલીફ પડતી હતી એટલે તેના લગ્નજીવનમાં પણ તેણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.


યતુના પિતા દયાપ્રકાશે જણાવ્યું હતું કે, પરિચિત પંકજ કુમાર છેલ્લાં ચાર મહિનાથી ઘરે આવી રહ્યો હતો. તેમણે પોતાના પુત્રના લગ્ન કરાવવાની પણ વાત કરી હતી. તેમણે ઝારખંડમાં યુવતીઓનો સંપર્ક કર્યો હતો. લગ્નમાં થયેલા ખર્ચના નામે 3.50 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. ઘરમાં લગભગ બધું જ બરાબર ચાલી રહ્યું હતું. યતુ પુષ્કરમાં વોટર કેમ્પર સપ્લાય કંપનીમાં કામ કરે છે.


10 મેના રોજ નિર્જળા એકાદશીના કારણે વહેલી સવારે પાણીની સપ્લાય માટે ચાલ્યા ગયા હતા. મોકો મળતાં જ લૂંટારુ નવવિવાહિતા પૂજાએ સાસુ શશીબાલા અને સસરા દયાપ્રકાશને રૂમમાં બંધ કરી દીધા અને ત્યારબાદ તે ત્યાંથી નાસીપાસ થઈ ગઈ. તે નણંદ પ્રીતિને પણ લાલચ આપીને પોતાની સાથે લઈ ગઈ હતી.


રૂમમાં બંધ યાતુના માતા-પિતા લાંબા સમય સુધી રાડો પાડતાં રહ્યા. જ્યારે પડોશીઓએ અવાજ સાંભળ્યો ત્યારે તેમણે તેમને બહાર કાઢ્યા. જે બાદ શુક્રવારના રોજ પુષ્કર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. પૂજા તેની સાથે 5 તોલાના ઘરેણાં લઈ ફરાર થઈ હતી. સવારે 10 વાગ્યે રેલવે સ્ટેશન જવાના રસ્તે સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. જેમાં તેની સાથે પ્રીતિ પણ છે.


પુષ્કર પોલીસ સ્ટેશનના એએસઆઈ અમરચંદે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનથી એકત્રિત થયેલી માહિતીમાં ખુલાસો થયો કે, તે પોતાની ભાભી સાથે ઝારખંડ જવા રવાના થઈ હતી. પુષ્કર પોલીસ જુમ્મા રામગઢ ઝારખંડ પોલીસના સંપર્કમાં છે. આ સાથે જ નવવિવાહિતાના સાસરીયા અને તેના માતા-પિતા સતત મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે સંપર્ક સાધી શકતા નથી.

You cannot copy content of this page