ચાલુ પાર્ટીમાં BF અને સહેલીને આપત્તિજનક હાલતમાં પકડી પાડ્યા, GFને મળ્યું દર્દનાક મોત

મુંબઈ: માયાનગરી મુંબઈમાં ન્યૂ યર પાર્ટીના જશ્ન વચ્ચે એક હચમચાવી મૂકતો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ ખૂબ સનસનાટી મચાવી છે. એક બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડની દર્દનાક રીતે હત્યા કરી નાખી હતી. આ આખો મામલો લવ ટ્રાયેંગલનો છે. આ ઘટનામાં પોલીસે મૃતક યુવતનીના પ્રેમીની સાથે તેની સહેલીની પણ ધરપકડ કરી છે. બંને આરોપીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં તેની પૂછપરછ ચાલુ છે.

આ ઘટનાની વિગત એવી છે કે મુંબઈના ખાર પશ્ચિમ વિસ્તારમાં ભગવતી હાઈટ્સ નામની બિલ્ડિંગની છત પર એક પાર્ટી રાખામાં આવી હતી. જેમાં 19 વર્ષની જાન્હવી કુકરેજા નામની યુવતી પહોંચી હતી. જ્યાં તેણે પોતાના બોયફ્રેન્ડ જોગધંકરને પાણીની ટાંકી પાસે સહેલી દીયા પડંકર સાથે આપત્તિજનક હાલતમાં જોઈ લીધો હતો. બંનેને શારીરિક સંબંધ બાંધતા જોયા તો જાન્હવીને ગુસ્સો આવ્યો હતો અને તે ઝઘડવા લાગી હતી. જોગધંકર અને દીયાએ મામલો છુપાવવા માટે જાન્હવીને આઠમા માળેથી ફેંકીને મારી નાખી હતી.

પૂછપરછમાં બંને આરોપીએ ગુનો કબૂલી લીધો છે. જ્યારે પાર્ટીમાં હાજર જાન્હવીના અન્ય મિત્રોની પૂછપરછ ચાલુ છે. તપાસમાં સામે આવ્યું છે કે જાન્હવીને છપ પરથી ફેંકતા પહેલા તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. તે બુમો પાડતી રહી હતી, પણ નવા વર્ષની ઉજવણીમાં ડીજેના અવાજમાં તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહોતો.

મીડિયા રિપોર્ટ મુજબ જાન્હવીએ ન્યુ યરની પાર્ટી પહેલાં પોતોના પિતાનો જન્મ દિવસ મનાવ્યો હતો. આ બર્થ-ડે સેલિબ્રેશનમાં આરોપી બોયફ્રેન્ડ જોગધંકર અને જાન્હવીને સહેલી દીયા પણ આવી હતી. ત્યાર પછી દીયાએ જાન્હવીને ન્યૂ યર પાર્ટીમાં જવા માટે તૈયાર કરી હતી અને કહ્યું કે તુ પાર્ટીમાં આવજે હું જાવ છું.

ખાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ગજાનન કાબુલેએ જણાવ્યું હતું કે ખાર પશ્ચિમ સ્થિત ભગવતી હાઈટ્સ પર પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં જાન્હવીને ઘણા મિત્રો હાજર હતા. આ પાર્ટી દરમિયાન જાન્હવી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર પછી ગુસ્સામાં જાન્હવી બિલ્ડીંગથી નીચે ઉતરવા લાગી હતી. આ દરમિયાન જોગધંકર અને દીયા પડંકર સાથે મળીને જાન્હવીને નીચે ફેંકી દીધી હતી.

તસવીરમાં દેખાતી આ બિલ્ડિંગ નીચે જ જાન્હવીની લાશ લોહીથી લથબથ મળી હતી. જોકે પોલીસ તેને લઈને હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે જાન્હવી સાથે એટલી બર્બરતાથી મારપીટ કરવામાં આવી હતી કે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

You cannot copy content of this page