Only Gujarat

National

રૂમમાં યુવક-યુવતી મનાવતા હતા રંગરેલિયા ને દરવાજે પડ્યાં પોલીસના ટકોરા ને પછી…

ગ્વાલિયરમાં પોલીસે સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સ્પા સેન્ટરમાંથી વાંધાજનક સામગ્રી મળી આવી છે. પોલીસે 8 યુવતીઓ, 3 પુરુષ અને સ્પા સંચાલકની અટકાયત કરી છે. પોલીસ આવતાં જ બધાએ મોઢું સંતાડી દીધું. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે અનૈતિક ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની પૂછપરછ શરૂ કરી છે.


આ છે આખી ઘટના
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે, સિટી સેન્ટર ઈન્કમટેક્સ ઓફિસ સામે આવેલા કુબેર પ્લાઝા ખાતે સ્થિત મેઘધનુષ્ય સ્પા સેન્ટરમાં દેહ વ્યાપારના ધંધા ચાલી રહ્યા હતા. આ અંગે તેમણે સ્પા સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઘટના સ્થળેથી 8 યુવતીઓ, 2 પુરુષો વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશને સ્પા સેન્ટરની તપાસ કરતાં ઘટના સ્થળે દેહ વ્યાપારના ધંધા ચાલી રહ્યા હતા અને અમુક સામગ્રી પણ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, સ્પા સેન્ટરથી ધરપકડ કરવામાં આવેલી તમામ યુવતીઓ નાગાલેન્ડની હોવાનું કહેવાય છે. પોલીસને તેમના આધારકાર્ડ પણ મળી આવ્યા છે.


આ રીતે બુકિંગ કરવામાં આવ્યું હતું
સ્પા સેન્ટરમાં આવેલા લોકોને સ્પાનો દર 500 થી 700 રૂપિયાની રેન્જમાં જણાવ્યો હતો. આ પછી ગ્રાહકોને 1500થી 2000 હજાર રૂપિયામાં વધારાની સર્વિસ આપવાનો સોદો થયો હતો. સોદો નક્કી થયા પછી યુવતીઓને વારાફરતી ગ્રાહકો સમક્ષ પસંદગી માટે રજૂ કરવામાં આવી હતી. ગ્રાહકને જે પણ યુવતી પસંદ હોય, તે યુવતી માટે તેનુ બુકિંગ ફિક્સ હોય.


આરોપીની કરી પૂછપરછ
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એડિશનલ એસપી મૃગાખી ડેકાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનની અનેક ટીમોએ અડધો ડઝન જેટલાં સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા, પરંતુ એક સ્પા સેન્ટર પર દરોડા દરમિયાન લોકો વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યા હતા.


સ્પા સેન્ટરમાં સ્પાની આડમાં સ્ત્રી-પુરુષ વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા છે. તલાશી લેતા સ્પા સેન્ટરમાંથી દેહવ્યાપારને લગતી કેટલીક સામગ્રી પણ મળી આવી છે. હાલ તો ધરપકડ કરાયેલી યુવતીઓ અને પુરુષો સહિત સ્પા સેન્ટરના સંચાલક સામે અનૈતિકતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે.

You cannot copy content of this page