Only Gujarat

National

બર્થડે પાર્ટીમાં નાચવાની ના પાડી તો દબંગોએ માર મારીને પ્રાઇવેટ પાર્ટમાં ટોર્ચ નાખી દીધી

48 વર્ષીય વ્યક્તિએ બર્થડે પાર્ટીમાં નાચવાની ના પાડી દીધી હતી. ના સાંભળીને દબંગો હેવાનિયત પર આવી ગયા હતા. દબંગો તેને પકડીને ખેતરમાં લઈ ગયા હતા. પહેલાં તે વ્યક્તિને માર માર્યો હતો અને પછી પ્રાઇવેટ પાર્ટીમાં ટોર્ચ નાખી દીધી હતી. પીડિતની તબિયત લથડતાં પરિવાર હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, પરિવારે પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સારવાર કરાવી હતી.

ઘટના બિહારના માઝા જિલ્લાના ગામડાની છે. પીડિત વ્યક્તિ નાચ-ગાન કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવાર, 26 જૂને મોડી રાત્રે કેટલાંક લોકો તેના ઘરે આવ્યા હતા. તેને બર્થડે પાર્ટીમાં નાચવાનું કહ્યું હતું, પરંતુ પીડિતે ના પાડી દીધી હતી. દબંગો તેને લઈને ગયા હતા. આ દરમિયાન એકે તેની પાસે તમાકુ માગ્યું હતું. જોકે, તમાકુ ના આપ્યું તો દારૂ પીવડાવવાની વાત કહી હતી. પીડિતે તેનો પણ ઇનકાર કર્યો હતો.

પીડિતે કહ્યું હતું કે પાંચ લોકોએ તેને માર માર્યો હતો. મારપીટ બાદ તેની સાથે જે કરવામાં આવ્યું તે ઘણું જ આંચકાજનક હતું. પાંચમાંથી ત્રણ યુવક ગામના હતા અને બે યુવકો બીજા ગામના હતા. આ ઘટનામાં એક 15 વર્ષનો કિશોર હતો, એક 20 વર્ષનો હતો અને બાકીના ત્રણ 40-45 વર્ષના હતા.

પીડિતે વધુમાં કહ્યું હતું કે પાંચ લોકોએ તેને માર માર્યો હતો. પછી તેના પેન્ટની ચેન ખોલીને પ્રાઇવેટ પાર્ટમાં ટોર્ચ નાખી દીધી હતી. મોં બંધ રાખવા માટે હત્યાની ધમકી આપી હતી. પીડિત માંડમાંડ ઘરે આવ્યો હતો અને પરિવારને પૂરી આપવીતી કહી હતી.

પરિવાર સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ આવ્યો હતો. પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરીને ટોર્ચ કાઢવામાં આવી હતી. પીડિતે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

You cannot copy content of this page