Only Gujarat

FEATURED National

દેશની આ સંસ્થા કોરોનાવાઈરસને લઈ રાજ્યોમાં કરશે આ સર્વે, જાણો શું થશે ફાયદો?

નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ રાજ્યોમાં કોરોના ફેલાવવા સંબંધિત તપાસ માટે સીરો સર્વે કરાવવા કહ્યું છે. આ માટે આઈસીએમઆર દ્વારા રાજ્યો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેમાં આઈસીએમઆરે હાઈ રિસ્ક હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, સિક્યોરિટી સ્ટાફ, કેદીઓ અને કન્ટેનમેન્ટ ઝોનના લોકને સીરો ટેસ્ટ કરવા કહ્યું છે. તેનાથી એ વાતની ખબર પડશે કે કેટલા લોકો સંક્રમિત થયા હતા. આટલું જ નહીં આ ટેસ્ટથી એ લોકોની જાણકારી મળશે, જે સંક્રમિત થયા હતા પરંતુ તેમનામાં કોઈ લક્ષણ નહોતા.

આઈસીએમઆરે ગત અઠવાડિયે જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સીરો સર્વે પૂર્ણ કર્યો હતો. આ ટેસ્ટ આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવેલી કિટથી થશે. મોટી સંખ્યામાં કિટ બની શકે તે માટે આઈસીએમઆરે આ ટેક કંપનીઓને માહિતી પણ આપી છે. આ સર્વે હેઠળ હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, સિક્યોરિટી સ્ટાફ, કેદીઓ અને કન્ટેનમેન્ટ ઝોનના લોકોનો પણ ટેસ્ટ કરવામાં આવશે. આઈસીએમઆરના એક સિનિયર અધિકારીએ કહ્યું કે- આ ટેસ્ટથી અમને કોવિડ-19 વાઈરસ ફેલાવવા મુદ્દે ગ્રાઉન્ડ રિપોર્ટ મળી શકશે.

શું છે પાયલોટ સીરો સર્વેઃ પાયલોટ સીરો સર્વે હેઠળ કોઈ વ્યક્તિ વિશેષના બ્લડ સેમ્પલની તપાસ કરે છે. આ ટેસ્ટમાં આઈજીજી એન્ટીબોડીઝની ઓળખ થાય છે. આઈજીજી એક એવી એન્ટીબોડી છે, જે બીમારીના અમુક સમય બાદ ડેવલપ થાય છે. એલીસા મેથડ એક એન્જાઈમ બેઝ્ડ લેબોરેટરી ટેસ્ટ છે, જેની મદદથી લોહીમાં આવા એન્ટીબોડીઝની ઓળખ થઈ શકે છે, જે પાસ્ટ ઈન્ફેક્શનની ઓળખ કરે છે. જ્યારે આ ટેસ્ટ સિસ્ટમની મદદથી તમામ પ્રકારના વાઈરલ ઈન્ફેક્શનની ઓળખ પણ કરી શકાશે જે 5-7 દિવસ પહેલા થયા હતા.

કોવિડ-19 વાઈરસની ઓળખ કરવા સતત નવી ટેક્નિક ડેવલપ થઈ રહી છે, જે ઘણા પ્રકારની બીમારીઓની ઓળખ માટે પણ મદદરૂપ સાબિત થઈ રહી છે. આઈજીજી એન્ટીબોડીઝ સામાન્યરીતે સંક્રમણના 2 અઠવાડિયા બાદ બનવા લાગે છે અને દર્દીના સ્વસ્થ થયાના ઘણા મહિનાઓ બાદ પણ શરીરમાં રહી શકે છે. ઘણા એક્સપર્ટે કહ્યું કે, આ સિસ્ટમની મદદથી સંપૂર્ણ તપાસ નથી કરી શકાતી પરંતુ સોર્સ-કોવ-2 વાઈરસના પાસ્ટ ઈન્ફેક્શનને ઓળખી લેશે.

સર્વેથી આમ થશે ફાયદોઃ સીરો સર્વેની મદદથી એ જાણી શકાશે કે સોર્સ-કોવ-2 ઈન્ફેક્શન કેટલા દરે રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે. આ સર્વે બાદ મળેલા આંકડા અનુસાર બીમારીને લોકો વચ્ચે ફેલાતી અટકાવવા પોલિસી તૈયાર કરી શકાશે. આઈસીએમઆર અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેના વૈજ્ઞાનિકોએ સોર્સ-કોવ-2ના એન્ટીબોડીઝ ડિટેક્શન માટે આઈજીજી એલિસા ટેસ્ટની શોધ કરી છે.

You cannot copy content of this page