Only Gujarat

National

હેલિકોપ્ટરમાં દુલ્હનની વિદાય થઈ, હેલીપેડ પર દુલ્હનને જોવા લોકોની ભીડ ભેગી થઈ

આજકાલ દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે, તે પોતાના જીવનના દરેક ક્ષણ ખાસ બનાવે. લોકો તેના માટે દરેક સ્તર પર જવા તૈયાર હોય છે. જી હા, લગ્નની જ વાત કરીએ. પહેલાંના લગ્ન અને આજના લગ્નમાં ઘણો ફેર છે. પહેલાં સામાન્ય રીતિ-રિવાજથી લગ્ન થતાં હતાં. હવે ધૂમધામથી લગ્ન કરવામાં આવે છે. એટલું જ નહીં હાઇટેક જમાનામાં લગ્ન પછી પણ વિદાઈમાં અનોખો અંદાજ જોવા મળે છે.

સામાન્ય લોકો દ્વારા અલગ ઓળખ બનાવવાનું પ્રચલન અત્યારે સમાજમાં વધી રહ્યું છે. લગ્નના સ્ટાઇલિશ મંડપ, ફરતાં હોય તેવાં સ્ટેજ પર વરમાળા પહેરાવવાનું ચલણ છે. ઘણાં લક્ઝરી વાહનોથી વિદાઈ કરી રહ્યા છે. દરિયાના ટાપૂ અને આકાશમાં લગ્ન કરવાનું પણ ચલણ છે. તો શોખીન લોકો હવે વિદાઈ પણ હેલિકોપ્ટર દ્વારા કરાવે છે. આવો જ એક કિસ્સો પ્રયાગરાજ અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળ્યો છે. જેની ચર્ચા થઈ રહી છે.

પ્રતાપગઢ જિલ્લામાં સદર વિકાસ ખંડના બહલોલપુર સરાય સાગરના રહેવાસી વિનોદ કુમાર સિંહની લાડકી દીકરી ઉર્વશી સિંહના લગ્ન લાલગંજના અર્જુનપુર (રાનીગંજકૈથોલા) નિવાસી અમિત સિંહ સાથે નક્કી થયા હતાં. જે પછી 26 નવેમ્બરે જાન વિનોદ સિંહના દરવાજા પર આવી હતી. જાનૈયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ દુલ્હો અને દુલ્હન બંને પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક છે.

ગામમાં બનાવ્યું હેલિપેડ અને હેલિકોપ્ટરમાં દુલ્હનની વિદાઈ થઈ
રાતે ઉર્વશી અને અમિતના લગ્ન રાતે હસી-ખુશીના માહોલમાં સંપન્ન થયા હતાં. શનિવારની સવારે વિદાયની વેળા આવી ગઈ હતી. વિદાઈ માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા હતી. ઉર્વશી પોતાના પતિ સાથે હેલિકોપ્ટરથી પોતાની સાસરી અર્જુનપુર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, 11.30 વાગ્યે હેલિકોપ્ટર અર્જુનપુરમાં ઉતર્યું હતું. હેલિકોપ્ટરથી દુલ્હન ઉતરતાં જ નવવધુને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું.

હેલિકોપ્ટરથી દુલ્હો અને દુલ્હનને ઉતરતા જોઈ લોકોમાં ખુશી અને અચરજ જોવા મળ્યો અને સુરક્ષા વ્યવસ્થા હેતુથી પોલીસ પણ તહેનાત રહી હતી. આ પહેલાં પૂર્વ સ્થાનિક તંત્ર પાસે હેલિપેડ બનાવવાની મંજૂરી પણ માગવામાં આવી હતી.

સ્વીકૃતિ મળ્યા પછી ગામમાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું અને સુરક્ષા માટે પોલીસને તહેનાત કરાઈ હતી. હેલિકોપ્ટર જોવા માટે ગ્રામીણ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને આ લગ્ન આસપાસના લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે.

You cannot copy content of this page