Only Gujarat

National

યુવકને બોલાવી સેક્સ માણવાનો કર્યો પ્રયાસ, ના પાડી તો માગી લીધા લાખો રૂપિયા

ભોપાલમાં પ્રેમી યુગલે એક યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ગર્લફ્રેન્ડે સો.મીડિયામાં 20 દિવસ પહેલાં એક યુવક સાથે ફ્રેન્ડશિપ કરી હતી. ત્યારબાદ તેને રૂમમાં બોલાવીને કપડાં ઉતારીને જબરજસ્તી કરવા લાગી હતી. પડદા પાછળ છુપાયેલા બોયફ્રેન્ડે વીડિયો બનાવ્યો હતો. બંનેએ યુવક પર દબાણ કર્યું હતું કે તેણે લગ્ન કરવા પડશે. જ્યારે યુવકે એમ કહ્યું કે તે પરિણીત છે તો બંનેએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને 20 લાખ રૂપિયા માગ્યા હતા. આ આખો કિસ્સો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે એક લાખ રૂપિયા સાથે યુવકને બોયફ્રેન્ડ પાસે મોકલ્યો અને રંગેહાથે પકડ્યો હતો. યુવતીને પણ પકડી લેવામાં આવી છે.

આ ઘટના મધ્યપ્રદેશના નિશાતપુરાનો છે. અહમદપુરમાં રહેતો રાજકુમાર મીણા (24) ધનવાન ખેડૂત છે. ફેસબુકના માધ્યમથી પૂજા ઉર્ફે દિવ્યા બેડિયા (22) સાથે મિત્રતા થઈ હતી. બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપ્યા હતા. આ દરમિયાન યુવતીએ 11 ઓક્ટોબરના રોજ યુવકને હાઉસિંગ બોર્ડ કોલોની, નિશાતપુરામાં મળવા બોલાવ્યો હતો. રાજકુમાર તેને મળવા આવ્યો હતો. યુવતીએ રૂમમાં લઈ જઈને સેક્સ માણવા કહ્યું હતું. યુવકે આમ કરવાની ના પાડી હતી.

યુવકે ના પડતાં જ યુવતીએ કપડાં ઉતારીને જબરજસ્તી કરી હતી. આ દરમિયાન રૂમમાં પડદાની પાછળ છુપાયેલા બોયફ્રેન્ડ મનીષે વીડિયો બનાવ્યો હતો. થોડીવાર બાદ રાજકુમાર રૂમમાંથી નીકળી ગયો. તે ભાનપુર સુધી પહોંચ્યો અને મનીષ આવી ગયો હતો. તેણે રાજકુમારને દિવ્યાનો બોયફ્રેન્ડ ગણાવ્યો અને મોબાઇલમાં વીડિયો બતાવ્યો હતો. મનીષે રાજકુમારને લગ્ન કરવાનું કહ્યું હતું. રાજકુમારે ના પાડતાં 20 લાખની ડિમાન્ડ કરી હતી. પૈસા ના મળે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. રાજકુમાર ડરી ગયો હતો અને પૈસા માટે સમય માગ્યો હતો. મનીષે ચાર દિવસનો સમય આપ્યો હતો.

પોલીસને જાણ કરીઃ પૈસાની વ્યવસ્થા ના થતાં રાજકુમારે પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે પૈસાની વાતચીત થતી હતી. રાજકુમારે મનીષને એમ કહ્યું હતું કે એક લાખની વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યારબાદ મનીષે રાજકુમારને બૈરસિયા બોલાવ્યો હતો. રાજકુમાર પૈસા લઈને આવ્યો ત્યારે પોલીસે આરોપી મનીષને પકડી લીધો હતો. પોલીસે પૂજાની પણ ધરપકડ કરી હતી. બંને વિદિશાના નટેરનમાં રહે છે.

25 ઓડિયો મળ્યાઃ પૂજા-રાજકુમાર વચ્ચે ફોન પર થયેલી વાતચીતના 25 ઓડિયો મળ્યા હતા. આ ઓડિયોમાં મિત્રતાથી લઈ રૂમ સુધી બોલાવવાની વાત છે. ત્યારબાદ પૈસાની ડિમાન્ડ પણ ઓડિયોમાં છે. પોલીસે પૂજાના મોબાઇલની તપાસ કરી છે કે તેણે અત્યાર સુધી કેટલા લોકોને જાળમાં ફસાવ્યા છે. રાજકુમારનો મોબાઇલ પણ તપાસમાં આપ્યો છે.

બહેનપણીનો રૂમ હોવાનું કહ્યું હતુંઃ રાજકુમારે જ્યારે પૂજાને રૂમ અંગે સવાલ કર્યો તો તેણે કહ્યું હતું કે તેની બહેનપણીનો રૂમ છે. તે ખરીદી કરવા ગઈ છે. જ્યારે તે આવે તો તેઓ જતા રહેશે. રાજકુમારને યુવતીની વાત પર શંકા ગઈ હતી. જોકે, તેણે યુવતીની વાત પર વિશ્વાસ મૂક્યો હતો. તેને ખ્યાલ નહોતો કે પડદાની પાછળ મનીષ છુપાયેલો છે.

You cannot copy content of this page