Only Gujarat

National

રુંવાટા ઉભા કરી દેતી તસવીર, નાનાભાઈની લાશ ખોળામાં લઈને બેઠો રહ્યો મોટભાઈ, જાણો શું છે બનાવ

એક એવી શોકિંગ અને આઘાતજનક તસવીર સામે આવી છે, જેને જોઈને ભલભલાનું દીલ પીગળી જાય. આ દર્દનાક તસવીર ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહી છે. એક 8 વર્ષનો માસૂમ બાળક પોતાના 2 વર્ષના ભાઈની લાશ ખોળામાં લઈને બેઠો છે. સફદ કપડાંથી ઢંકાયેલી આ લાશ પર માખીઓ તૂટી પડી છે. મોટોભાઈ માખીઓ ઉડાડવાની સાથે મદદની આશાએ આજુબાજુ જોઈ રહ્યો છે. મોટાભાઈનું દીલ નાનાભાઈના મોતથી વધુ મોટું છે. આ દ્રશ્ય જોઈને ભલભલાના રુંવાટા ઉભા થઈ જાય.

આ તસવીર પાછળ એક દર્દનાક કહાની છૂપાયેલી છે. હોસ્પિટલ પાસે બેઠેકો 8 વર્ષનો માસૂમ પોતાના 2 વર્ષના ભાઈનો મૃતદેહ ખોળામાં લઈને રોડ પર બેઠો હતો. મૃતકનો ગરીબ પિતા પોતાના દીકરાના દેહને ઘરે લઈ જવા માટે ઓછા ભાડાવાળા વહાનની શોધ કરતો હતો. વિચલિત કરી દેતો આ બનાવ કોઈની પણ આંખમાં આંસુ વહાવી શકે છે. મૃતકના પિતાના સરકારી હોસ્પિટલમાંથી દીકરાના દેહને ઘરે લઈ જવા માટે કોઈ એમ્બ્યુલન્સ આપવામાં આવી નહોતી.

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના બડફરા ગામની રહીશ પૂજારામ જાટવ પોતાના બે વર્ષના દીરા રાજાને એમ્બ્યુલન્સમાં જિલ્લાની સરકારી હોસ્પિટલ લઈ ગયો હતો. એનીમિયા અને પેટમાં પાણી ભરાવાથી રાજા નામના 2 વર્ષના દીકરાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જે એમ્બ્યુલન્સ રાજાને હોસ્પિટલ લઈને આવી હતી એ તો પહેલાં જ ત્યાંથી નીકળી ગઈ હતી. બીજી તરફ રાજાના મોત પછી તેના ગરીબ પિતા પૂજારામે હોસ્પિટલ અને ડૉક્ટર તેમજ સ્ટાફને મૃતદેહ ગામ લઈ જવા માટે વાહનની વાત કરી હતી. હોસ્પિટલે એમ કહીને ના પાડી દીધી હતી કે હોસ્પિટલમાં કોઈ વાહન નથી.

દીકરા રાજાની લાશ ઘરે લઈ જવા માટે પૂજારામને એમ્બ્યુલન્સ ન મળી. તેના માટે દોઢ હજાર રૂપિયાની જરૂર હતી, પણ તેટલા પૈસા પૂજારામ પાસે નહોતા. પૂજારામે સરકારીની સાથે પ્રાઈવેટ એમ્બ્લુયન્સની મદદ માંગી. બધા સામે હાથ ફેલાવીને રડ્યો, પણ કોઈએ મદદ ન કરી. પૂજારામનો મોટો દીકરો ગુલશન નાનાભાઈ રાજાની લાશ લઈને રોડ પર બેઠો રહ્યો. જ્યારે પિતા વાહનની વ્યવસ્થા કરવા આમતેમ ભટકતા રહ્યા.

બાદમાં સૂચના મળતા જ પોલીસ અધિકારી યોગેન્દ્રસિંહ જાદૌન ઘટના સ્થળે પહોંચ્યા તા. તેમણે ગુલશનના ખોળામાંથી રાજાના મૃતદહેને ઉપાડ્યો અને બંનેને જિલ્લા હોસ્પિટલ લી ગયા. જ્યાં ગુલશનના પિતા પૂજારામ પણ આવી ગયા. ત્યાર બાદ પોલીસની સૂચનાથી મૃતદેહને તેમના ગામ પહોંચાડવામાં આવ્યો હતો.

પૂજારામે રડતા રડતા કહ્યું હતું કે તેને ચાર સંતાન છે. 3 દીકરા અને 1 દીકરી છે. જેમાં રાજા સૌથી નાનો હતો. તેની પત્ની તુલસા ત્રણ મહિના પહેલા જ ઘર છોડીને પિયર ચાલી ગઈ હતી. અને તે જાતે જ સંતાનોની દેખરેખ રાખે છે અને સાથે મજૂરી કરવા પણ જાય છે.

You cannot copy content of this page