Only Gujarat

Religion

વૃષભને જાવકનું પ્રમાણ વધારે, કર્કે બીમારીથી સાચવવું, જાણો તમારી રાશિમાં શું લખ્યું છે

રાશિફળ: 23-10-2020: આજે ગરુડ દ્વાદશી, મીન સહિત ચાર રાશિને કરશે માલામાલ જયારે અન્ય એ શું સાચવવું? જુઓ આપનું રાશિફળ..

મિત્રો, આજે તારીખ 26-11-2020ના ગુરુવારે કારતક સુદ બારસની વૃદ્ધિ ગરુડ દ્વાદશી છે અને આજના દિવસથી તુલસી વિવાહ નો પ્રારંભ થાય છે. આજે મીન,મેષ, કન્યા, તુલા અને મકર રાશિ માટે આજ નો દિવસ મહત્વનો બની રહેશે, જયારે અન્ય રાશિ એ શું ધ્યાનમાં રાખવું માટે જુઓ નીચે તમારું રાશિફળ!

મેષઃ આજે આપે શાંત મનથી કામ કરવાની જરૂર છે તેમજ નોકરી કરતા લોકોને આજે પોતાની કચેરીમાં કેટલોક વિરોધનો અનુભવ સંભવ બને સાથે જ પરદેશમાં રહેતા સ્વજન તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે.

  • કાર્યક્ષેત્ર: કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સારો તાલમેલ રહેતો જણાય, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તેમજ વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: શૈક્ષણિક કાર્યમાં વ્યસ્ત રહી શકો છો.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની જાળવણી માટે દવાઓનો સહારો લેવો પડશે.
  • આજનો મંત્ર: ॐ कृष्णाय नमः       

વૃષભઃ આજે નાણાં મેળવવાનાં પ્રયત્નો સફળ થશે સાથે જ સુખનાં સાધનો મેળવવાની ઇચ્છા પ્રબળ થશે તેમજ પતિ-પત્નિ વચ્ચેનાં સંબંધ મધુર રહેશે, દૂરના પ્રવાસનું આયોજન સંભવ બને પરંતુ વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં દિવસ આનંદમય જણાય, કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય.
  • પરિવાર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધે, મનમાં અસંતોષની ભાવના રહે.
  • વિદ્યાર્થી વર્ગ: પરદેશ જઈને શિક્ષણ મેળવવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને કોઈ ઝટકો લાગી શકે તેમ છે.
  • સ્વાસ્થ્ય: શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહેશે.
  • આજનો મંત્ર: ॐ वैकुण्ठाय नमः

મિથુનઃ આજે આપના વેપારમાં કોઈ ભાગીદારની બેદરકારીના લીધે આપને નુકસાન વેઠવાનો વારો આવશે માટે સાચવવું સાથે પ્રેમ સંબંધ માટે દિવસ સારો જણાય, મહિલાવર્ગ માટે દિવસ સારો રહેશે, દિવસ ધીરતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે.
  • પરિવાર:  લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક બાબતે દિવસ લાભદાયક ગણાય, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસની અંદર સફળતા જોવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: वासुदेवाय नमः

કર્કઃ આજે કેટલીક હદે નાણાંકીય પરિસ્થિતિ ચિંતાજનક રહેતી જણાય તેમજ વેપારીઓને કોઈ ખાસ લાભ મેળવવાની તક મળશે, લગ્નજીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓને પરિવાર તરફથી સુખ અને સાથ સહકાર મળતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહત્વના કાર્યોમાં સફળતા જણાય, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: મિત્ર-વડિલ તરફથી આર્થિક મદદ મળી રહે, પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય.
  • નાણાકીય: મિત્ર-વડિલ તરફથી આર્થિક મદદ મળી રહે, નાણા વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: पद्मनाभाय नमः

સિંહઃ આજે નાણાંકીય પરિસ્થિતિ સારી રહેવાની છે સાથે ગૃહિણીઓ માટે આજનો દિવસ વ્યસ્તતાવાળો રહી શકે છે સાથે જ જે લોકો નૃત્ય સંગીતની અંદર રસ રુચિ ધરાવે છે તે લોકો ને સફળતા મળી શકે છે, લગ્નજીવનમાં માટે ભેદ ટાળવા હિતવાહ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રના પ્રશ્નો ને તમારા ચાતુર્ય થી ઉકેલવાનો પ્રયત્ન કરશો, નવા સાહસો વિચારીને કરવા.
  • પરિવાર: પારિવારિક કલેશથી દુર રહેવું, ગૃહસ્થજીવન આનંદમય રીતે પસાર થાય.
  • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ સંભવ, મનોવાંછિત આવક મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ.
  • આજનો મંત્ર: ॐ माधवाय नमः

કન્યાઃ આજે આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે તેમજ જીવનની વસ્તુઓમાં ખર્ચ ના વધે તેનું ધ્યાન રાખવું, સામાજિક તેમજ પારિવારિક સંબંધમાં મીઠાશ વધતી જણાય સાથે આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય, પિતૃપક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: કરજ- વ્યાજ કરવા નહિ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ हृषीकेशाय नमः

તુલાઃ આજે જટિલ પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય તેમજ સામાજિક-વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જોવા મળે, આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ, વાદ-વિવાદથી બચવું, નેગેટીવ વિચારોથી દુર રહેવું.

  • કાર્યક્ષેત્ર: ધારેલા કામ સફળ થતા જણાય, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય.
  • પરિવાર: ધારેલા કામ સફળ થતા જણાય, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય.
  • નાણાકીય:  ખાતર ઉપર દીવેલ જેવું સ્થિતિ સર્જાતી જણાય, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: તમારા કરેલા પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • આજનો મંત્ર: ॐ सुधाप्रदाय नमः

વૃશ્રિકઃ  આજે કોઈ ગેરસમજના લીધે કંકાસ થઇ શકે છે પરંતુ નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય તેમજ કૌટુંબિક મતભેદ-મનભેદ ટાળવા તેમજ દિવસમાં હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો હિતાવહ રહેશે.

  • કાર્યક્ષેત્ર: મનના વિચારોને અમલી મુકવામાં વિલંબના કરવો, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય.
  • પરિવાર: અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે, માતૃ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય કાળજીમાંગી લેતું જણાય.
  • આજનો મંત્ર: ॐ वनमालिने नमः

ધનઃ આજે સામાજિક માન સમ્માન વધે જેનાથી આપણા મનોબળમાં વૃદ્ધિ થતી જણાય તેમજ કાર્ય પૂર્ણ કરવામાં ધીરજતા રાખવી તેમજ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જણાય તેમજ પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: અંગત સંબંધોમાં મીઠા ઝાડના મૂળ ના ખોદાય તે ધ્યાન રાખવું, વિચારોને પોઝેટીવ રાખવા.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગેની ચિંતા આપને બેચેન કરી શકે છે.
  • આજનો મંત્ર:  ॐ चक्रपाणये नमः

મકરઃ આજે હાર્ડવર્કથી સફળતાનો સ્વાદ ચાખવા મળે સાથે જ જે લોકો રાજકીયક્ષેત્રે જોડાયેલા છે તેઓને વિશેષ લાભ જણાય, આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય અને પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: નવા કાર્યોનો શુભારંભ સંભવ બને, ઊચ્ચ અધિકારી આપના પર મહેરબાન રહે.
  • પરિવાર: પારિવારિક પ્રશ્નોની અંદર ના કહેવાય અને ના સહેવાય તેવી સ્થિતિ જણાય, સામાજિક કાર્યો આગળ વધતા જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મનમાં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ उपेन्द्राय नमः

કુંભઃ આજે આપના પ્રેમ સંબંધોના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય પરંતુ એકાએક આવી પાડેલો પ્રશ્ન આપની બેચેનીમાં વધારો કરશે, આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો, કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, સામાજિક વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નવીન તક જણાય, સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ हरये नमः

મીનઃ આજે સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય સાથે વિચારોને સકારાત્મક રાખવા તેમજ કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય અને નવસર્જનના વિચારો આવે, પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય સાથે જ હાથમાંથી ગયેલી તક પછી આવતી જણાય.
  • પરિવાર: પારિવારિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે,  કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ જમીન-મકાન લે-વેચમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર:    श्रीधराय नमः
You cannot copy content of this page