લગ્નમાં દેખાયો શિબાની દાંડેકરનો બેબી બંપ, લોકોએ પૂછ્યું- શું એ પ્રેગ્નેન્ટ?

ફરહાન અખ્તર અને ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે લગ્ન કરી લીધા છે. આ અંગેની તસવીરો વાઈરલ થઈ છે. જેમાં લાલ રંગના ડ્રેસમાં શિબાની દાંડેકરનો બેબી બંપ દેખાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું એ પ્રેગ્નેન્ટ છે?


હૃતિક રોશન અને રાકેશ રોશન પણ ફરહાન અખ્તરના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યાં. અમૃતા અરોરા પણ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચી. રિયા સિવાય શિબાની દાંડેકરની બહેન અનુષા દાંડેકર પણ તૈયાર થઈને પહોંચી ગઈ છે. અનુષા ફ્લોરલ પ્રિન્ટ પેસ્ટલ બ્લૂ સાડીમાં જોવા મળી.

આ બંને સેલેબ્સની સાથે સાથે ડાયરેક્ટર આશુતોષ ગોવારિકર અને શિબાની અને ફરહાનના સંબંધીઓ પણ ખંડાલા પહોંચી ગયા છે. પ્રોડ્યુસર રિતેશ સિધવાની પણ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યો.


શાનદાર બ્લેક કારમાં ફરહાન અખ્તરના પિતા જાવેદ અખ્તર પણ વેડિંગ વેન્યુ પર પહોંચી ગયા છે. તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે આ લગ્ન સિમ્પલ હોવાની સાથે શાનદાર પણ હશે. રિપોર્ટ્સના અનુસાર, ફરહાને શાહરૂખ ખાન અને હૃતિક રોશનને પણ આમંત્રણ આપ્યું છે.


ફિલ્મ 83ના એક્ટર સાકિબ સલીમ પણ વેડિંગમાં પહોંચ્યો. સાકિબ વ્હાઈટ કુર્તા પાયજામાં જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફરહાન અને શિબાની નિકાહ અથવા મહારાષ્ટ્રિયન લગ્ન નહીં કરે. આ લગ્ન એક VOW સેરેમની હશે. બંને એકબીજા માટે કેટલાક VOWS (વચન) લખ્યા છે, જે તેઓ એકબીજા માટે વાંચશે.


ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્ન માટે ખંડાલા સ્થિતિ ફાર્મહાઉસને ફૂલો અને લાઈટથી સજાવવામાં આવ્યો છે. જો કે ફોટોગ્રાફર્સને અંદર જવાની મંજૂરી નથી. કપલ તેમના લગ્ન પ્રાઈવેટ રાખવા માગે છે.


કપલની હલ્દી-મહેન્સી સેરેમનીમાં શિબાની દાંડેકરની બહેન અનુષા-અપેક્ષા, ફેમિલી મેમ્બર્સ, ક્લોઝ ફ્રેન્ડ્સ, રિયા ચક્રવર્તી, અમૃતા અરોરા સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા. તેમના અમુક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. ફરહાનનું ઘર ફૂલો અને લાઈટથી સરસ ડેકોરેટ કરવામાં આવ્યું છે.


શિબાની વિશે બોલિવૂડ લિરિસિસ્ટ જાવેદ અખ્તરે કહ્યું, ‘તે બહુ સારી છોકરી છે. અમને બધાને તે ગમે છે. સારી વાત તો એ છે કે, ફરહાન અને શિબાની એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરી રહ્યા છે. આ બહુ જ સારી અને ખુશીની વાત છે. કોરોનાને લીધે અમે ફંક્શન ઘણું નાનું રાખ્યું છે.’


લગ્ન પહેલાં પ્રેમભરી પોસ્ટ
ફરહાને શિબાનીનો ફોટો શેર કરતા લખ્યુ, ‘ફોરેવર કો-ટ્રાવેલર શિબાની દાંડેકર.’સાથે તેણે શિબાનીને ટેગ કરતો એક હાર્ટ ઇમોજી ડ્રોપ કર્યો. શિબાનીએ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું, ‘મારું ફોરેવર ફેવરેટ દરેક વસ્તુમાં.’ એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું, તમને ‘બંનેને શુભેચ્છા! ચમકતા રહો! રોક ઓન’


ચાર વર્ષથી રિલેશનમાં
રિપોર્ટ પ્રમાણે, ફરહાન તથા શિબાની લગ્નમાં સબ્યસાચીના આઉટફિટ પહેરવાના છે. શિબાની તથા ફરહાન છેલ્લાં 4 વર્ષથી રિલેશનમાં છે અને લિવ-ઇનમાં રહે છે.


ફરહાનના બીજા લગ્ન
ફરહાને વર્ષ 2000માં અધુના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે દીકરીઓ શાક્યા અખ્તર તથા અકીરા અખ્તર છે. વર્ષ 2016માં ફરહાન તથા અધુનાએ ડિવોર્સ લીધા હતા. દીકરીઓની કસ્ટડી અધુનાને મળી હતી. ડિવોર્સ બાદ ફરહાનના સંબંધો શિબાની સાથે બંધાયા હતા. હવે ફરહાન મોડલ શિબાની સાથે બીજા લગ્ન કરવાનો છે.

You cannot copy content of this page