Only Gujarat

Bollywood

આ બોલિવૂડ એક્ટ્રેસનું લગ્નજીવન 5 વર્ષ પણ ટકી શક્યું નહોતું, રોજ પતિ ઝૂડી નાખતો

મુંબઈઃ મિસ વર્લ્ડ રહી ચૂકેલી યુક્તા મુખર્જી 42 વર્ષની થઈ ગઈ છે. 7 ઓક્ટોબર, 1977માં બેંગલુરુંમાં જન્મેલી યુક્તા વર્ષ 1999માં મિસ વર્લ્ડ જીત્યા પછી ચર્ચામાં આવી હતી. યુક્તાના કરીયરની શરૂઆત તમિલ ફિલ્મ ‘પોવેલ્લમ ઉન વસમ’ (2001)થી થઈ હતી. યુક્તાએ વર્ષ 2008માં ન્યૂયોર્ક બેસ્ડ બિઝનેસમેન પ્રિન્સ તુલી સાથે લગ્ન કર્યાં હતાં, પણ આ સંબંદ વધારે સમય સુધી ચાલ્યો નહોતો અને થોડા વર્ષોમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતાં.

યુક્તા મુખર્જીએ 3 જુલાઈ, 2013માં પતિ પ્રિન્સ તુલી સામે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડન અને અનનેચરલ સેક્સ બાબતે કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમની ફરિયાદમાં પતિ પર હેરાન કરવાની અને મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો હતો.

યુક્તાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમનો હસબેન્ડ તેમને જાનવરની જેમ મારે છે. તેમનો પરિવાર નથી ઇચ્છતો કે હું ફિલ્મોમાં કામ કરું. યુક્તા મુખી અને પ્રિન્સ તુલીની મુલાકાત નાગપુરમાં તે સમયે થઈ હતી, જ્યારે યુક્તા એક ફોટોશૂટ માટે ત્યાં ગઈ હતી.

પ્રિન્સ તુલી એક મોટા ઉદ્યોગપતિ પરિવાર સાથે સંબંધ રાખે છે. તેમનો પરિવાર હૉટેલ, મૉલ્સ, કૉલેજ અને ઇક્વિપમેન્ટસ બનાવનારી ફિલ્ડમાં એક્ટિવ છે. બંનેએ નવેમ્બર 2008માં નાગપુરમાં લગ્ન કરી લીધા હતાં.

પ્રિન્સ તુલી એક મોટા ઉદ્યોગપતિ પરિવાર સાથે સંબંધ રાખે છે. તેમનો પરિવાર હૉટેલ, મૉલ્સ, કૉલેજ અને ઇક્વિપમેન્ટસ બનાવનારી ફિલ્ડમાં એક્ટિવ છે. બંનેએ નવેમ્બર 2008માં નાગપુરમાં લગ્ન કરી લીધા હતાં.

જુલાઈ 2013માં પ્રિન્સ તુલીએ યુક્તા અલગ થઈ અને જૂન 2014માં છેલ્લે યુક્તાને નરક જેવી જિંદગીમાંથી છૂટકારો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ તુલી અને યુક્તા મુખીને એક દીકરો અહેરિન છે, જેની કસ્ટડી હવે યુક્તા પાસે જ છે. તે એકલા તેના બાળકનું પાલનપોષણ કરી રહી છે.

4 ડિસેમ્બર 1999માં લંડનમાં યુક્તાએ 49મી મિસ વર્લ્ડ કોમ્પિટીશન જીતી હતી. તેમણે 93 દેશના કન્ટેસ્ટન્ટને હરાવી આ તાજ પોતાના નામે કર્યો હતો. આ પહેલાં ભારતની રીતા ફારિયા (1966), ઐશ્વર્યા રાય (1994), અને ડાયના હેડન (1997)માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીતી ચૂકી છે.

યુક્તા મુખર્જીએ વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘પ્યાસા’થી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં તેમની ઑપોઝિટ આફતાબ શિવદાસાની હતાં. જોકે તે બૉક્સ ઑફિસ પર ફ્લોપ રહી હતી.

આ પછી વર્ષ 2005માં યુક્તાએ વધુ બે ફિલ્મો ‘મેમસાબ’ અને ‘લવ ઇન જાપાન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ પણ કંઈ ખાસ ચાલી નહોતી. વર્ષ 2006માં તેમણે મ્યૂઝિક આલ્બમ ‘કઠપુતલી’માં કામ કર્યું હતું.

આ પછી વર્ષ 2005માં યુક્તાએ વધુ બે ફિલ્મો ‘મેમસાબ’ અને ‘લવ ઇન જાપાન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ પણ કંઈ ખાસ ચાલી નહોતી. વર્ષ 2006માં તેમણે મ્યૂઝિક આલ્બમ ‘કઠપુતલી’માં કામ કર્યું હતું.

You cannot copy content of this page