Only Gujarat

National

પત્ની સાથે લગ્ન કરીને હજી તો સંસાર શરૂ કર્યો હતો, એક દિવસ પતિ ઘરે આવ્યો તો…

આજકાલનો સમય એકદમ ફાસ્ટ છે. લોકોને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છીએ. પ્રેમમાં પણ કંઈક એવું જ છે. આજે આ વ્યક્તિને પ્રેમ તો બીજા દિવસે કોઈક બીજું. આમ કરતી વખતે વ્યક્તિ એમ ક્યારેય વિચારતી નથી કે જેને પ્રેમ કર્યો તેને છોડી દેવાથી તેની શું હાલત થાય છે. છોકરી કે છોકરો સામેની વ્યક્તિની લાગણી સાથે રમત રમવામાં એકવાર પણ વિચારતા નથી. ઘણીવાર આનું પરિણામ ભયંકર આવે છે અને પરિવાર તૂટી જાય છે. આવું જ કંઈક એક પત્નીએ કર્યું છે. તેને કારણે લગ્નના બે મહિના બાદ જ પરિવાર તહસ-નહસ થઈ ગયો હતો.

રાજસ્થાનના સીતાપુરા સ્થિત ફેક્ટરીમાં સુપરવાઇઝરે બે મહિના પહેલાં જ લવ મેરેજ કર્યા હતા. લગ્નના શરૂઆતના બે મહિના પતિ-પત્નીએ ખુશીથી પસાર કર્યા હતા. પછી અચાનક એક દિવસ પતિ કામ પરથી ઘરે આવ્યો તો પત્ની ઘરેણા તથા રોકડ રકમ લઈને ભાગી ગઈ હતી. ઘરે આવેલા પતિને જ્યારે પત્ની ના મળી તો તેણે શોધવાની શરૂઆત કરી હતી. શોધખોળ કરતાં પતિને ખ્યાલ આવ્યો કે પત્ની પૂર્વ પતિ પાસે બુંદીમાં જતી રહી છે. પતિને પત્નીના આ વર્તનથી ઘેરો આઘાત લાગ્યો હતો. પતિએ ટ્રેનમાંથી પડતું મૂકીને સુસાઇડ કર્યું હતું. તેની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી.

બે મહિના લવમેરેજ કર્યા હતાઃ પોલીસના જણાવ્યા પ્રમાણે, બુંદી જિલ્લાના નૈનવાંની 30 વર્ષીય સીતારામ ગુર્જર પત્ની સાથે શ્યામ વિહાર પ્રતાપ નગરમાં રહેતો હતો. સીતાપુરની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. બે મહિના પહેલાં તેણે 28 વર્ષીય સોના સાથે લવમેરેજ કર્યા હતા. 26 મેના રોજ પત્ની ઘર છોડીને જતી રહી હતી. સીતારામે પત્નીને શોધી હતી, પરંતુ તે મળી નહોતી.

પૂર્વ પતિ પાસે જતાં આઘાત લાગ્યોઃ પતિને ખ્યાલ આવ્યો કે સોના પૂર્વ પતિ પાસે બુંદી જતી રહી છે અને હવે ક્યારેય પરત ફરશે નહીં. આ આઘાત તે સહન કરી શક્યો નહીં અને તેણે શનિવાર, 28મેના રોજ બપોરે દોઢ વાગે સાંગાનેર રેલવે લાઇન પર ટ્રેન આગળ છલાંગ લગાવી હતી. આત્મહત્યાની માહિતી મળતા જ પોલીસને સુસાઇડ નોટ મળી હતી. મોબાઇલ નંબરને આધારે પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પત્નીએ વિશ્વાસઘાત કર્યો, પરિવારની ભૂલ નથીઃ સીતારામે સુસાઇડ નોટમાં કહ્યું હતું કે તેની પત્ની સોનાએ દગો આપ્યો છે. પત્નીના વિશ્વાસઘાતને કારણે આત્મહત્યા કરી છે. પરિવારને હેરાન કરવો નહીં. તેમની કોઈ ભૂલ નથી. પત્ની પર વિશ્વાસ મૂક્યો અને તેણે છેતરપિંડી કરી, આથા દુનિયા છોડીને ગયો. બેંક ખાતામાં દોઢ લાખ તથા કંપનીના પીએફમાં એક લાખ રૂપિયા છે. તે પરિવારને આપવા. મામાના દીકરા દેવકિશન પાસેથી સાડા નવ હજાર ઉધાર લીધા હતા, તે ચૂકવી દેવા.

સુસાઇડની દુષ્પ્રેરણા આપવાનો કેસઃ મૃતકના ભાઈ બંસીલાલે સોના વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો કેસ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે બે મહિના પહેલાં લવ મેરેજ કર્યા હતા. 26 મેના રોજ સીતારામ ફેક્ટરીએ ગયો હતો. સોના બે લાખ રોકડા, 2 મોબાઈલ તથા જ્વેલરી લઈને ભાગી ગઈ હતી.

ફેક્ટરીનું કહીને મોતને ગળે લગાવ્યુંઃ બંસીલાલે કહ્યું હતું કે સોના ભાગી ગઈ તે વાત સીતારામને ફોન કરીને કહી હતી. તેને જયપુર જવાનું કહ્યું હતું. જોકે, તેણે ના પાડી હતી. મામાના દીકરાને સીતારામ પાસે રહેવા મૂક્યો હતો. 28 મેના રોજ સીતારામે ફેક્ટરીએ જવાની વાત કહી હતી. સવારે ફેક્ટરીએ જવાની વાત કહી હતી અને બપોરે રેલવે ટ્રેક આગળ લાશ મળી હતી.

You cannot copy content of this page