Only Gujarat

National

હનિમૂન માટે કપલ જયપુર પહોંચ્યું પછી જે કાંડ થયો તે જાણી પતિ લમણે હાથ દઈને બેસી ગયો

લગ્ન બાદ નવા કપલ હનિમૂન માટે સાથે જાય છે. હનિમૂનમાં બંને એકબીજામાં ખોવાઇ જતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હનિમૂન દરમિયાન પત્ની પતિને એકલો મુકીને ભાગી જાય. નવાઈ પામશો નહીં, રાજસ્થાની જયપુરથી આવો અનોખો કિસ્સો બહાર આવ્યો છે.

જયપુર પોલીસના જણાવ્યા અનુસાર, ભોપાલના 24 વર્ષીય યુવકે જોતવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે કે તેણે 29 જુલાઈના રોજ ભોપાલમાં 22 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને સાથે રહેવા લાગ્યા. બંને 5 ઓગસ્ટે હનિમૂન મનાવવા માટે ભોપાલથી જયપુર આવ્યા હતા. રાજધાની જયપુરમાં એક હોટલમાં રોકાયા હતા.

પતિ હોટલમાંથી ટેક્સી લેવા ગયો અને પત્ની થઇ ગુમ

પહેલા બંને આમેરની આસપાસ આવ્યા અને પછી પાછા હોટેલ પહોંચ્યા હતા. દરમિયાન બંનેએ ખાટુશ્યામજીના દર્શન કરવા જવાનું નક્કી કર્યું હતું. પતિ હોટલમાંથી નીચે ટેક્સી લેવા આવ્યો. પરંતુ 15 મિનિટ પછી રૂમમાં જઈને જોયું તો તેની પત્ની હતી નહીં. તેણે તેની પત્નીને ફોન કર્યો તો પત્નીએ ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં હોટલના સ્ટાફ સાથે વાત કરી પરંતુ તેમને પણ કોઇ જાણકારી નહોતી.

યુવતીનું કૃત્ય CCTV કેમેરામાં કેદ

પોતાની પત્નીની શોધમાં જ્યારે પતિએ હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા ત્યારે તેની પત્ની ફોન પર વાત કરતી અને હોટલમાંથી આરામથી ભાગી જતી જોવા મળી હતી. જો કે હજુ સુધી અન્ય કોઈની મિલીભગત સામે આવી નથી, પરંતુ પોલીસને શંકા છે કે કોઈ પ્રેમપ્રકરણના કારણે યુવતી ભાગી ગઈ છે.

You cannot copy content of this page