Only Gujarat

Gujarat

પાવાગઢના ડુંગરોમાં પરિણીત મહિલા પ્રેમી સાથે મજા માણતી હતી ને ધડામ દઈને બન્નીને નીચે પટકાયા પછી…..

આજ કાલના છોકરા છોકરીઓ કોઈને ખબર પણ ન પડે એટલે છુપાઈને ક્યાંક ફરવા ઉપડી જતા હોય છે. ક્યારેક છુપાઈને રોમાન્સ માણતા માણતા તેઓ મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. કડી-કલોલના એક પ્રેમીપંખીડા ઘરવાળાથી પોતાનું અફેર્સ છુપાવવા માટે અને સાથે સમય પસાર કરવા માટે પાવાગઢની ટ્રિપ પર ગયા હતા પરંતુ ત્યાં તેમને મજાને બદલે સજા મળી હતી.

પાવાગઢ ટેકરીની નીચે ખાડામાં પડ્યું કપલ
મૂળ કડી-કલોલનું આ કપલ પાવાગઢમાં એકાંત માણવા પહોંચ્યું હતું પરંતુ પહાડી પર ચઢતાં તેઓ નીચે ખીણમાં ગબડી પડ્યાં હતા. શુક્રવારે સવારે પોલીસને આ ઘટના અંગે ઇમરજન્સી કોલ આવ્યો હતો. આ પછી પોલીસે કપલની શોધખોળ શરૂ કરી હતી. ત્રણ કલાકના સર્ચ ઓપરેશન બાદ બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. આખી રાત જંગલમાં રહ્યા પછી પણ તેઓ બચી ગયા એ તેમનું નસીબ છે.

મોબાઇલ હતો છતાં ન માંગી મદદ
આ કપલ પાસે મોબાઈલ હતો પરંતુ તેમણે ફોન કરી મદદ માંગી નહોતી અને આખી રાત જંગલમાં વિતાવી. તેમને ડર હતો કે જો તેઓ મોબાઈલથી કોઈની મદદ માંગશે તો તેમના સંબંધને ઘરવાળાને ખબર પડી જશે તેથી તેમણે સંબંધ છૂપાવવા આવી બધી મુશ્કેલીઓ સહન કરી લીધી અને સવારમાં સર્ચ ટીમે તેમને બચાવી લીધા હતા.

તળાવ નજીક કાંટાળી ઝાડીઓમાં ફસાયું
આ કપલ એ વાતથી અજાણ હતા કે આ જંગલ દીપડા અને સાપથી ભરેલું છે. તેઓ નસીબદાર છે કે તેઓ તળાવ નજીક કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયા હોવાથી જીવતા જંગલમાંથી બહાર આવ્યા છે. જ્યાં તેઓ ફસાયા હતા તે સ્થળ હેલિકલ વાવની પાછળનો જંગલ વિસ્તાર છે. ત્યાંનો વિસ્તાર સ્થાનિકો માટે પ્રતિબંધિત વિસ્તાર તરીકે પણ ઓળખાય છે.

મહિલાને સ્ટ્રેચર પર, પુરુષને બેડશીટમાં બાંધીને બહાર કઢાયા
બચાવ ટુકડી તેમની પાસે પહોંચી ત્યારે તેમની હાલત ખૂબ ખરાબ હતી, બન્ને જ્યાં પડ્યાં હતા ત્યાંથી હલી શકે તેવી હાલતમાં નહોતા. મહિલાને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી હતી તો પુરુષને બેડશીટમાં બાંધીને લઈ જવો પડ્યો હતો. પહાડ પરથી પડવાના કારણે તેમને ખૂબ વાગ્યું હતું અને ખાવાનું પણ કંઈ મળ્યું નહોતું. બંનેને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આટલું આટલું થયું હોવા છતાં પણ કપલે તેમના પરિવારનો સંપર્ક કરવા માટે તૈયાર નથી. પોલીસનું કહેવું છે કે મહિલા પરિણીત છે અને ત્રણ બાળકોની માતા છે. હાલ બંનેની સારવાર ચાલી રહી છે.

You cannot copy content of this page