Only Gujarat

FEATURED National Sports

કોરોનાવાઈરસને લઈ ચોંકાવનારો ખુલાસો..વાંરવાર શૌચલાય જવું પડે તો તમને હોઈ શકે છે કોરોના

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, શરૂઆતમાં કોરોના વાયરસની બીમારીના લક્ષણો વિશેની માહિતી સમગ્ર વિશ્વને WHOએ આપી હતી પણ જેમ જેમ આ બીમારી વિશ્વમાં ફેલાઈ રહી છે તેમ તેમ તેના નવા નવા લક્ષણો સામે આવી રહ્યા છે. ઘણા બધા રિપોર્ટ એવું કહી રહ્યા છે કે વારંવાર શૌચાલય જેવું એ પણ એક કોરોના વાયરસના સંક્રમણનું લક્ષણ છે.

વારંવાર શૌચાલય જવું: કોરોના વાયરસ ના મુખ્ય લક્ષણો સુકી ઉધરસ, તાવ, શરદી થવી છે પણ હવે કોરોના દર્દીના એક નવા જ લક્ષણો સામે આવી રહ્યા છે, અને એ વારંવાર શૌચાલય જવું એ પણ એક પ્રકારનો સંકેત છે કે તમને કોરોના વાયરસ નું સંક્રમણ હોઇ શકે છે. ડોક્ટર ડાયના ગેલે એકસપ્રેસડોટ યુકે વેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે કોરોના વાયરસના દર્દીને પાચનને લાગતી સમસ્યાઓ થઈ શકે છે અને તેના કારણે લુઝ મોશન જેવી સમસ્યાઓ થઇ શકે અને માટે દર્દીને વારે વારે શૌચાલય જવું પડતું હોય છે. આ એક પ્રકારનું લક્ષણ કહી શકાય. ઘણા બધા દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા છે. આ પહેલા પણ અમેરિકન જર્નલ ઑફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિએ પણ તેમના એક રિસર્ચ પેપરમાં કહ્યું હતું કે 204 કોરોના દર્દીમાંથી 50% લોકોને મુખ્ય રૂપે પેટમાં દુખાવો, અને ઝાડા ઉલટી જેવા લક્ષણો હતા.

માથું ભારે લાગવું: ઘણી વાર માથું દુખવું કે ભારે લાગવું એને બ્રેન ફોગ કહેવાય છે. અગર જો તમને માથું ભારે લાગે કે માનસિક થાક લાગતો હોય તો આ પણ એક કોરોના વાયરસના સંક્રમણના લક્ષણ છે. જોકે, હજી આ વાતને કોઈ ડોક્ટરોએ સમર્થન નથી આપ્યું પણ જે લોકો કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા છે તે લોકોએ સામન્ય રીતે આવા લક્ષણો અનુભવ્યા છે. 50 વર્ષીય થીયા જોર્ડને કહ્યું હતું કે એને ખસી કે તાવ નથી આવ્યો પણ ગળામાં દુખાવો થતો હતો અને માથું ભારે રહેતું હતું.

આંખોમાં ઇન્ફેક્શન અને સૂંઘવાની શક્તિ ઓછી થઇ જવી કે તકલીફ પડવી: નિષ્ણાતો મુજબ, જો તમને સુંઘવા અને સ્વાદની શક્તિમાં તકલીફ હોય તો આ પણ એક કોરોનાના સંક્રમણના શરૂઆતી લક્ષણો હોઈ શકે છે. અમેરિકન ઓટોલેરિંગોલોજીના ઉપાધ્યક્ષ અને CEO જેમ્સ સી. ડનેનીના અનુસાર અમેરિકાની સાથે સાથે આ બીમારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી રહી છે ત્યારે દુનિયાના ઘણા બધા દર્દીઓએ આ પ્રકારની તકલીફોનું વર્ણન કર્યું છે, જેમાં સ્વાદ ના આવવો સુંઘવાની શક્તિ ઓછી થઈ જવી આંખમાં બળતરા થવી, આંખો લાલ થઈ જવી તો આવા બધા પ્રકારના જો લક્ષણો દેખાય તો કહી શકાય કે તમને કોરોનાનું સંક્રમણ હોઇ શકે છે.

થાક લાગવો અને શરીર તૂટવું: લોકડાઉનમાં ઘરની અંદર જ રહેવાથી આપણને ઘણી વાર આળસ આવી શકે છે, પરતું અચાનક જ જો કમજોરી મહેસૂસ થાય, શરીર તૂટે, વધુ પડતો થાક લાગે તો ચેતી જજો. womenshelthmag ના રિપોર્ટ અનુસાર જો તમને વધુ પડતો થાક લાગે અને કામ કરવામાં તકલીફ પડે તો તમને કોરોના હોઇ શકે છે.

શરદી થવી અને તાવ આવવો: જો તમને શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને સાથે સાથે તાવ પણ આવતો હોય તો ચેતી જજો આ પણ કોરોના વાયરસ ના મુખ્ય લક્ષણો હોઈ શકે છે એવું ડોકટરો નું કહેવું છે. તાવ અને શરદી જેવી સમસ્યા થી ઘણીવાર માથું પણ ભારે લાગી શકે છે, જો આવા બધા લક્ષણો તમને હોય તો કોરોના વાયરસ નો ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page