Only Gujarat

Bollywood FEATURED

સૈફ અને કરીનાનું મુંબઈમાં આલીશાન ઘર, પટૌડી પેલેસ અને વિદેશમાં છે લક્ઝુરિયસ બંગલો

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં અનલૉક – 1 લાગૂ કરવામાં આવ્યું છે. એવામાં સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ ઘરમાં રહે છે. આ દરમિયાન સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. જેમાં સૈફ અને કરીના કપૂરની પ્રોપર્ટી, પટૌડી પેલેસ, વિદેશમાં આલિશાન બંગલા વિશેના સમાચાર વાઇરલ થઈ રહ્યા છે. અમે તમને સૈફ અને કરીનાની પ્રોપર્ટી વિશે જણાવીએ.

સૈફ અને કરીના બોલિવૂડના ચર્ચિત કપલમાંથી એક છે. બંને પોતાની ફિલ્મ કરતાં પર્સનલ લાઇફસ્ટાઇલને લીધે વધુ ચર્ચામાં રહે છે, તો પ્રોપર્ટીની બાબતે કરીના અને સૈફ ઇન્ડસ્ટ્રીના ટૉપ સેલેબ્સના લિસ્ટમાં સામેલ છે.

સૈફ અલી ખાનને હરિયાણામાં પટોડી ગામમાં મહેલ છે, જે પટૌડી પેલેસના નામે ઓળખાય છે. આ પેલેસની અંદાજિત કિંમત 800 કરોડ રૂપિયા છે. આ પેલેસને લગભગ 84 વર્ષ થયાં છે. પેલેસનું નિર્માણ 1935માં 8માં નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું. આ પેલેસમાં 150 રૂમ છે અને એક સમયે 100થી વધુ નોકર કામ કરતાં હતાં.

સૈફ અને કરીનાનો મુંબઈમાં આલીશાન બંગલો છે, જેનું નામ ફોર્ચૂન હાઇટ્સ છે. આ બંગલાની કિંમત લગભગ 48 કરોડ રૂપિયા છે. આ ઘરમાં સૈફ અને કરીના તેમના દીકરા તૈમૂર સાથે રહે છે. આ બંગલોની સજાવટ રાજ મહેલ જેવી કરવામાં આવી છે. સૈફને ચોપડી વાંચવાનો ખૂબ જ શોખ છે જેને લીધે ઘરમાં એક અલગ જ રૂમ બનાવવામાં આવ્યો છે. ઘરમાં વિન્ટેજ લેમ્પ્સ અને રાજાશાહી જેવી સજાવટવાળી વસ્તુ છે.

રિપોર્ટ્સ મુજબ, સૈફ અને કરીનાએ સ્વિટ્ઝરલેન્ડમાં પણ શાનદાર ઘર ખરીદ્યુ છે. આ ઘરની કિંમત લગભગ 33 કરોડ રૂપિયા છે.

રિપોર્ટ્સ મુજબ, પટોડી પરિવારની ભોપાલમાં પણ અરબો રૂપિયાની પ્રોપર્ટી છે. જેમાં 1000 એકરની કિંમતી જમીન પણ છે, જ્યાં ફ્લેગ સ્ટાઉ હાઉસ છે.

સૈફ અલી ખાન 5 હજાર કરોડની પ્રોપર્ટીના માલિક છે અને કરીના પાસે 450 કરોડની પ્રોપર્ટી છે. તે એક ફિલ્મ માટે 17 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે.

સૈફ અને કરીનાએ 2012માં લગ્ન કર્યા હતાં. આ પહેલાં બંનેએ ત્રણ વર્ષ સુધી ડેટ કર્યું હતું. તેમણે કરીનાને જે એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી હતી તેની કિંમક બે કરોડ રૂપિયા હતી. સૈફે તૈમૂરને 1.30 કરોડની કાર ગીફ્ટ કરી હતી. તૈમૂરના પહેલા બર્થ ડેમાં 1000 સ્કેવર ફૂટમાં ફેલાયેલું જંગલ ગિફ્ટ કર્યું હતું.

ફિલ્મો ઉપરાંત સૈફ અને કરીના એડવર્ટાઇઝ, એન્ડ્રોસમેન્ટ, શૉ સહિત અન્ય સોર્સથી કમાણી કરે છે.

You cannot copy content of this page