Only Gujarat

National TOP STORIES

ચાલુ બાઈકે પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, પતિએ એકાએક ઉભું રાખ્યું બાઈક અને…..

પોતાના પુત્રની સાથે કોઈ જગ્યાએ જઈ રહેલું કપલ રસ્તામાં જ ઝગડી પડ્યુ હતુ, એ પહેલાં જ કે, રસ્તે જતાં લોકો તેમને અલગ કરે… શખ્સે મોટો પથ્થર ઉપાડીને પત્નીનાં માથામાં મારી દીધો. આ જોઈને પુત્રએ મોટી ચીસ પાડી. પોતાની આંખોની સામે જ માતાને મરતી જોઈને પુત્ર ધ્રુજી ઉઠ્યો હતો. તેની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તે ભાગવા લાગ્યો હતો. જોકે, તેને પકડી લેવામાં આવ્યો હતો. આરોપી પોતાની પત્નીના ચારિત્ર અંગે શંકા કરી રહ્યો હતો.

હ્રદયની કંપાવી છૂટે એવી આ ઘટના સોમવારે ખરસીદાગ ઓપી ક્ષેત્રનાં કોચબોંગમાં થઈ હતી. આરોપી રંજીત કેશરી પત્ની રિતુ કેશરી અને 7 વર્ષનાં પુત્ર સાથે નામકુમ જઈ રહ્યો હતો. તે દરમ્યાન જ બંને વચ્ચે ઝગડો થયો હતો. આરોપીએ એક પુલ પાસે બાઈક ઉભુ રાખ્યું. પુત્રને નીચે ઉતાર્યો અને પત્નીને મારવા લાગ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, રીતુ કેશરી દયાલ નગરમાં રાતુ રોડ પર સ્થિત હોલી ચાઇલ્ડ સ્કૂલમાં શિક્ષિકા હતી. તો રંજીત કોઈ કામ કરી રહ્યો ન હતો. સોમવારે સવારે 11 વાગ્યે કપલ તેમના પુત્ર સાથે બાઈક પર તુપુદાના રિંગ રોડ પરથી નામકુમ જઈ રહ્યા હતા. આ દરમિયાન, આ હત્યાકાંડ થયો હતો.

આખા રસ્તે કપલ લડતા લડતા જઈ રહ્યુ હતુ. ત્યારે વચ્ચે કોચબોંગ સ્થિત એક પુલની પાસે રંજીતે બાઈક રોકી હતી પુત્રને નીચે ઉતારીને કપલ લડતા લડતા પુલની નીચે જતું રહ્યું હતું. ત્યારે આરોપીએ મોટો પથ્થર ઉપાડીને રિતુના માથામાં માર્યો હતો. માતાને તડપતા જોઈને પુત્ર ચીસો પાડવા લાગ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતાં કેટલાક લોકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પકડાઈ ગયો હતો. બાદમાં પોલીસે આવીને તેની ધરપકડ કરી હતી. મહિલાને સારવાર માટે રિમ્સ લઈ જવામાં આવી, જોકે તેને બચાવી શકાઈ નહીં.

મૃતકા રિતુનાં ભાઈ વિક્કીએ જણાવ્યું કે, તેના જીજાના કોઈ મહિલા સાથે સંબંધ છે. તેને લઈને બંને વચ્ચે વિવાદ થતો હતો. પરંતુ રંજીત ઉલ્ટુ રિતુના ચારિત્ર પર શંકા કરતો હતો. તો આરોપીએ આક્ષેપ લગાવ્યો છેકે, સાસરીવાળા રિતુને ભડકાવતા હતા.

આરોપીએ જણાવ્યું કે, તે પત્નીને સ્કૂલે મુકવા જઈ રહ્યો હતો ત્યારે તેને લાગ્યુ હતુકે, કોઈ તેનો પીછો કરી રહ્યુ છે. એટલે બાઈક રિંગ રોડ તરફ વાળી દીધી હતી. આરોપીએ કહ્યું કે, તેનો સાળો વિક્કી તેને ફોનમાં ધમકી આપતો હતો. તો, પોતાની આંખોની સામે માતાને તડપતી જોઈને પુત્ર કાંપવા લાગ્યો હતો. મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે, તેનો જીજાજી ઘણીવાર તેની બહેન સાથે ઝગડા કરતો હતો.

You cannot copy content of this page