Only Gujarat

National TOP STORIES

આ નેતાએ કર્યો મોટો દાવો: 70 ટકા લોકો ઈચ્છે છે કે ફરી એકવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને

કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ સોમવારે દાવો કર્યો કે દેશના 70 ટકા લોકો ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી પોતાનો વર્તમાન કાર્યકાળ પુરો કરવાની સાથે ફરી એકવાર વડાપ્રધાન બને. તેઓએ અનુચ્છેદ 370 દૂર કરવાને લઇને મોદીને લોહ પુરુષ ગણાવ્યા અને કહ્યું કે આ અનુચ્છેદને હટાવવાથી જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઇ ગયો છે. યેદિયુરપ્પાએ કહ્યું કે નરેન્દ્ર મોદી દેશ સમક્ષ હાલની સમસ્યાઓના ઉકેલ શોધી શકે જે આ તરુણ ભારતની આકાંક્ષા છે.

યુદિયુરપ્પાએ જણાવ્યું કે મોદીએ બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પુર્ણ કર્યું છે અને દેશ તેમના અસાધારણ તથા દૂરદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં પ્રગતિના પથ પર આગળ વધી રહ્યો છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાન પોતાના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સિદ્ધાંત અને સમાવેશી યોજનાઓની સાથે દેશને વિકાસના પથ પર આગળ લઇ જઇ રહ્યાં છે. તેઓએ કહ્યું કે મોદી મજબૂત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં પ્રયાસરત છે.

મોદી સરકારના બીજા કાર્યકાળના એક વર્ષની પુષ્ઠભુમીમાં મુખ્યમંત્રીએ સંવાદદાતાઓને કહ્યું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં મોદી તેમના વસુધૈવ કુટુંબકમ મંત્રથી અસાધારણ નેતાની ઓળખ બની. તેઓએ ત્રણ તલાક ખતમ કરવા, વંદે ભારત મિશન, નાગરિકતા સંશોધન કાયદો, એક દેશ એક રાશનકાર્ડ, નવા મોટર વાહન અધિનિયમ, રામમંદિર વિવાદના સમાધાન વગેરેને કેન્દ્રની ભાજપા સરકારની સફળતા તરીકે ગણાવી.

યેદિયુરપ્પાએ કહ્યું કે મોદીએ 130 કરોડની જનસંખ્યાવાળા આ દેશમાં કોરોના વાયરસ સામેની લડાઇ કરવાના મોટા પડકારને સંપૂર્ણ ક્ષમતાથી સંભાળ્યો. મોદીજીએ ગતવર્ષે વિનાશકારી પૂર દરમિયાન કર્ણાટકની મદદ કરી હતી. તેઓએ જણાવ્યું કે કર્ણાટક રાજ્ય સરકાર વડાપ્રધાનની કાર્યકુશળતાથી પ્રેરણા લઇ વિકાસ કરવા માટે કટિબદ્ધ છે.

આ દરમિયાન જ્યારે યેદિયુરપ્પાને પુછવામાં આવ્યું કે કેન્દ્ર અને કર્ણાટકમાં ભાજપની સરકાર હોવા છતા કેન્દ્ર દ્વારા રાજ્યને આપવામાં આવતા ફંડમાં ઘટાડો કેમ કર્યો તો જવાબમાં તેઓએ જણાવ્યું કે બંને નાણાંકીય વર્ષ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યાં છે. તેઓએ કહ્યું કે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં મોદીજી કર્ણાટક માટે વધુ ફંડ જાહેર કરશે.

You cannot copy content of this page