‘ક્રાઈમ પેટ્રોલ’ના આ ચહેરાઓ છે જાણીતા, જાણો સાચા નામ

સોની ટીવી પર આવતી ક્રાઇમ સિરિયલ ‘ક્રાઈમ પેટ્રોલ’ને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. સોની લિવ એપ્લીકેશન ઉપરાંત યૂટ્યુબ પર પણ મોટી સંખ્યામાં દર્શકો આ સિરિયલ જોવે છે. સત્ય ઘટના પર આધારિત આ સિરિયલમાં દરરોજ અલગ-અલગ એપિસોડ બતાવવામાં આવે છે, પણ દર્શકોને આ સીરિયલમાં કામ કરતા એક્ટર્સ વિશે જાણવામાં રુચિ રહે છે. તો આજે અમે તમને સીરિયલમાં કામ કરનારા દરેક કલાકારોના સાચા નામ જણાવીએ.

તૃષ્ણા મુખર્જી
તૃષ્ણા મુખર્જી ક્રાઈમ પેટ્રોલ સિરિયલના મોટાભાગના એપિસોડમાં જોવા મળી છે. આ સિરિયલમાં તૃષ્ણાએ કેટલાક પીડિતા અને ક્રિમિનલના રોલ પ્લે કર્યા છે. આ ઉપરાંત કેટલાક એપિસોડમાં તૃષ્ણા પોલીસ ઓફિસરના રોલમાં પણ જોવા મળી છે.

ગીતાંજલી મિશ્રા
ગીતાંજલી મિશ્રાએ ઘણી ટીવી સિરિયલમાં કામ કર્યું છે, પણ તેમને સફળતા ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાંથી મળી છે. તેમણે આ સિરિયલમાં નેગેટીવ રોલ પ્લે કરીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી.

સંજીવ ત્યાગી
સંજીવ ત્યાગીએ ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં 200થી વધુ એપિસોડમાં કામ કર્યું છે. સંજીવ ત્યાગીએ ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં મોટાભાગે પોલીસ ઓફિસરનો રોલ પ્લે કર્યો છે. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. સંજીવ ત્યાગીએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત દુરદર્શનથી કરી હતી. તે મની દેવો ભવ: સિરિયલમાં શૈલેન્દ્રના રોલમાં જોવા મળ્યા હતા.

નિસાર ખાન
નિસાર ખાન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી પાસ આઉટ છે અને 90નાં શરૂઆતી દશકથી એક્ટિંગમાં સક્રિય છે. સૌથી પહેલા તે વર્ષ 1995માં હોરર સિરિયલ આહટમાં જોવા મળ્યા હતા. આ પછી તેમને ઘણી સિરિયલમાં કામ મળ્યું હતું. નિસાર ખાન વર્ષ 2011માં ક્રાઈમ પેટ્રોલ સીરીયલમાં જોવા મળ્યા હતા. નિસાર ખાન ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યા હતા.

સહીમ ખાન
સહીમ ખાને મુંબઈમાં આવી લાઇસન્સ કઢાવી ટેક્સી ચલાવવાનું નક્કી કર્યું હતું. ક્યારેક ફૂટપાથ પર તો ક્યારેક પાર્કની બેન્ચમાં સૂઈ જતાં સહીમ ખાનને જુનિયર આર્ટિસ્ટ તરીકે દરરોજના 300 રૂપિયા મળતા હતા. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના સહીમ ખાન ક્રાઈમ પેટ્રોલનો જાણીતો ચહેરો છે અને તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સહીમ ખાને ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં 300થી વધારે એપિસોડમાં કામ કર્યું છે. એક્ટિંગની સાથે તે પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે.

સોનાક્ષી મોરે
સોનાક્ષી મોરે મૂળ મહારાષ્ટ્રની છે. મુંબઈમાં ભણેલી સોનાક્ષીએ ક્રાઈમ પેટ્રોલ સિરિયલથી ખૂબ જ નામના મેળવી છે. જેને લીધે તેમને ઘણી સિરિયલોમાં કામ મળ્યું છે.

રકીલ રીબૈલો
રકીલ રિબૈલોએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. રકીલ રિબૈલોને ક્રાઈમ પેટ્રોલ સીરીયલથી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત રકીલ રિબૈલોએ ઘણી લોકપ્રિય એડવર્ટાઇઝમાં પણ કામ કર્યું છે.

દેવિકા શર્મા
દેવિકા શર્મા ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં લીડ રોલમાં 100થી વધુ એપિસોડમાં જોવા મળી હતી. આ ઉપરાંત દેવિકા શર્માએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અદા ખાન
અદા ખાને ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં અલગ-અલગ પ્રકારના રોલ કરી લોકપ્રિયતા મેળવી છે. આ ઉપરાંત તેમણે ઘણી સિરિયલોમાં પણ સારા રોલ પ્લે કર્યા છે.

પ્રિયા શિંદે
પ્રિયા શિંદેએ ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં 100થી વધુ એપિસોડમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે અન્ય પોપ્યુલર ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે.

ડોલ્ફિન દુબે
ડોલ્ફિન દુબેએ ક્રાઈમ પેટ્રોલ સીરીયલમાં અલગ અલગ પ્રકારના રોલ કર્યા હતા. ડોલ્ફિન દુબેએ ભોજપુરી ફિલ્મથી તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને સિરિયલમાં વર્ષ 2011થી શરૂઆત કરી હતી.

ગઝલ સૈની
ગઝલ સૈનીએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં ઘણાં એપોસિડમાં લીડ રોલ પ્લે કર્યાં છે. આ ઉપરાંત તેણે વેબ સિરિઝ અને ઘણી ટીવી એડવર્ટાઈઝમાં પણ કામ કર્યું છે.

કલ્પાક્ષી મુદલીયાર
ક્પાક્ષી મુદલીયારને તમે ઘણીવાર ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં જોઈ હશે. આ ઉપરાંત ટીવીની અન્ય સિરિયલોમાં પણ તેમણે ઘણાં રોલ પ્લે કર્યાં છે.

શાશ્વત શર્મા
શાશ્વત શર્માએ ફિલ્મ ઉપરાંત ટીવીની ઘણી સિરિયલમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું છે. શાશ્વત શર્માએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં સામાન્ય યુવતીથી પોલીસ ઓફિસર સુધીનો રોલ પ્લે કર્યો છે. તેમને ક્યારેક ગીત ગાવાનો પણ શોખ છે.

સુમન પટેલ
સમુન પટેલ પણ ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં મોટેભાગે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી છે. સુમન પટેલે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આકાંક્ષા સરીન
આકાંક્ષા સરીન અત્યારે વેબ સિરિઝ અને ફિલ્મોમાં કામ કરી રહી છે. આકાંક્ષા સરીને ક્રાઇમ પેટ્રોલમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

માનસી જૈન
માનસી જૈન ટીવીની જાણિતી એક્ટ્રસ છે. તેમણે ટીવીની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. માનસી જૈનને સૌથી વધુ લોકપ્રિયતા ક્રાઇમ પેટ્રોલમાં ઘણાં રોલ પ્લે કર્યાં પછી મળી હતી.

નિશા અગ્રવાલ
નિશા અગ્રવાલ તેલુગુ ઇન્ડસ્ટ્રીની જાણિતી એક્ટ્રસમાંથી એક છે. નિશા અગ્રવાલે ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં દમદાર એક્ટિંગથી દર્શકોમાં અલગ સ્થાન મેળવ્યું હતું.

સોનમ અરોરા
સોનમ અરોરા અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલ ઉપરાંત વેબ સિરિઝમાં પણ કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તેમણે બોલિવૂડની ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેમણે ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં ઘણાં એપિસોડમાં લીડ રોલ પ્લે કર્યો છે.

You cannot copy content of this page