Only Gujarat

Bollywood

પોરબંદરના બિઝનેસમેનની આ પત્નીએ ઓનલાઈન મંગાવ્યું શાકભાજી, ડિલવિરી જોઈને આવ્યો ગુસ્સો

મુંબઈ: મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં વધતા કોરોના વાયરસના કારણે બોલીવુડ સ્ટાર્સ અત્યારે પણ ઘરમાંથી નીકળનાથી ડરી રહ્યા છે. એવામાં મોટા ભાગના તો ઘરે જ ઑનલાઈન સામાન મંગાવે છે. આ વચ્ચે, જૂહી ચાવલાએ હાલમાં જ એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, અને આ રીતે મારા ઘરે શાકભાજીની ડિલિવરી થઈ છે. પ્લાસ્ટિકની થેલીઓમાં ડૂબેલી. ભણેલા-ગણેલા લોકો જ ધરતી પર સૌથી વધુ ગંદકી ફેલાવે છે. હું નથી જાણતી મારે હસવું જોઈએ કે રડવું જોઈએ.

જૂહીના ટ્વીટ પર લોકો ખૂબ જ રીએક્ટ કરી રહ્યા છે. એક શખ્સે કમેન્ટ કરતા લખ્યું કે, પ્લીઝ શાકભાજી સીધા ખેતર પરથી જ ખરીદો, બિગ બાસ્કેટથી નહીં. અનેક લોકો છે જે સીધા ખેતરથી ખરીદી કરે છે. તો એક શખ્સે જૂહીના ટ્વીટનો જવાબ આપતા લખ્યું, હસો, કારણ કે ત્યાં એવું જાણી જોઈને કરવામાં આવે છે.

નોંધનીય છે કે જુહી પર્યાવરણ એક્ટિવિસ્ટ પણ છે. તે પોતાના મિત્રોને બર્થ ડે કે ખાસ પ્રસંગે વધુમાં વધુ વૃક્ષો વાવીને ગિફ્ટ કરે છે. સાથે જ પર્યાવરણને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરે છે. ઉલ્લેખનીય છે કે જૂહીની પાસે મુંબઈની બહારના વિસ્તારમાં આવેલા માંડવામાં પારિવારિક જમીન છે. જ્યારે કેટલાક એક્સપર્ટ લોકોની ટીમ ઓર્ગેનિક ફાર્મિંગનું કામ કરે છે. જૂહીએ હવે એ જમીન એ ખેડૂતોને આપી દીધી છે, જેની પાસે ખેતી માટે જમીન નથી.

જૂહીએ તેમને આ જમીન મદદ માટે આપી છે, જેથી આ સીઝનમાં તેઓ ચોખાની ખેતી કરી શકે. તેમણે કહ્યું કે તમામ લૉકડાઉનમાં છે તો તેણે નિર્ણય કર્યો કે આ જમીન એ ખેડૂતોને આપવામાં આવશે, જેમની પાસે ખેતી માટે પોતાની જમીન નથી. જૂહીનું માનવું છે કે ખેડૂત જમીન, માટી અને હવાને શહેરના લોકો કરતા સારી રીતે સમજે છે, જે માત્ર પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવે છે. આ ખેતી બસ ઑર્ગેનિક રીતે કરવામાં આવી રહી છે અને જૂહીએ પોતાના લોકોને આ ચોખાની ક્વૉલિટી પર નજર રાખવાનું કહ્યું છે.

52 વર્ષીય જૂહી છેલ્લા 8 વર્ષથી ખેતીનું કામ કરી રહી છે. તે પોતાના ફાર્મ હાઉસમાં ઑર્ગેનિક શાકભાજી ઉગાડે છે. તેની પાસે કેરીના 200થી વધુ વૃક્ષોનો બગીચો છે, જેમાં ચીકૂ, પપૈયા અને દાડમના છોડ પણ છે. લાંબા સમયથી ખેતી કરતી જૂહીએ જણાવ્યું હતું, હું માત્ર ઑર્ગેનિક પાક જ ઉગાડું છું. વાડા(મહારાષ્ટ્ર) સ્થિત ફાર્મહાઉસમાં હું બધું ઉગાડું છું અને હું એક ખેડૂત છું. જૂહીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા ખેડૂત પિતાએ 20 એકર જમીન વાડામાં ખરીદી હતી. મને ખેતી વિશે કાંઈ જ ખબર નહોતી. જ્યારે તેણે ખેતી લાયક જમીનમાં રોકાણ કર્યું હતું, ત્યારે હું ફિલ્મોમાં વ્યસ્ત હતી. પરંતુ તેમના નિધન બાદ મારે બધામાં ધ્યાન આપવું પડ્યું.

ઑર્ગેનિક ફળની સાથે જૂહી, અન્ય એક ફાર્મ હાઉસમાં ઑર્ગેનિક શાકભાજી પણ ઉગાડે છે. આ જગ્યા માંડવામાં છે. જેને જૂહીએ ખુદ ખરીદી છે. તે જણાવે છે કે, મારી પાસે રોકાણ કરવા માટે કેટલાક પૈસા હતા. કોઈએ સૂચન કર્યં કે જમીનમાં રોકાણ કર્યું. મે માંડવામાં 10 એકર જમીન ખરીદી અને અહીં ઑર્ગેનિક શાકભાજી ઉગાડું છું.

You cannot copy content of this page