Only Gujarat

Bollywood

ભીડ જોઈ અચાનક રડવા લાગી હતી ઐશ્વર્યા રાયની લાડલી દીકરી પછી એશનો ગયો પિત્તો ને…..

મુંબઈઃ ઐશ્વર્યા રાય અને તેમની 8 વર્ષની દીકરી આરાધ્યા એકબીજા સાથે ક્યૂટ બોન્ડિંગ શેર કરે છે. ઐશ્વર્યા જ્યાં પણ જાય છે, ત્યાં દીકરી તેમની સાથે હોય છે. ઐશ્વર્યા તેમની દીકરીને ક્ષણભર પર પણ ખુદથી અલગ થવા દેતી નથી. આ કારણે જ થોડાં મહિના પહેલાં ઐશ્વર્યા રાય તે સમયે ખૂબ જ ગુસ્સે થઈ હતી, જ્યારે મીડિયા ફોટોગ્રાફરોએ તેમનો રસ્તો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા ચારેય તરફથી ભીડમાં ઘેરાઈ ગઈ હતી અને લોકો તેમની સાથે સેલ્ફી ખેંચાવવાની જીદ કરી રહ્યાં હતાં.

ઐશ્વર્યા તેમની દીકરી સાથે ન્યૂયોર્ક સાથે ન્યૂયોર્કથી વેકેશન એન્જોય કરી મુંબઈ આવી હતી. જોકે, આ વખતે કેમેરામનેન ખૂબ જ નિરાશ હતાં, કેમ કે, ઐશ્વર્યા અને આરાધ્યા પર હંમેશા જોવા મળતી સ્માઇલ ગાયબ હતી.

એરપોર્ટ પર હાજર લોકોની ભીડ અને ધક્કામુક્કી જોઈ આરાધ્યા એટલી ઘબરાઈ ગઈ હતી કે, તેમના ચહેરા પર માત્ર ડર જ દેખાઈ રહ્યો હતો. આવું પહેલીવાર થયું જ્યારે આરાધ્યા ભીડ જોઈ આટલી ઘબરાઈ ગઈ અને એરપોર્ટ પર જ રડવા લાગી હતી.

હંમેશાની જેમ ફોટોગ્રાફર્સ આ મોમેન્ટને પણ કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો અને ફટાફટ ઐશ્વર્યા, આરાધ્યા અને તેમની મા વૃંદા રાયનો ફોટો ક્લિક કરવા લાગ્યાં હતાં. આ જોઈ ઐશ્વર્યા ભડકી ગઈ અને તેમણે ગુસ્સામાં કહ્યું કે, ‘બસ, હવે રહેવા દો.’

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં, જ્યારે ઐશ્વર્યા તેમની મા સાથે લંડનથી પાછી આવી હતી ત્યારે તેમને ભીડનો ખરાબ અનુભવ થયો હતો.

એરપોર્ટ પર હાજર ભીડ જોઈ ઐશ્વર્યાએ તેમની મા અને દીકરીને તાત્કાલિક કારમાં બેસાડી અને આ દરમિયાન આરાધ્યાનું માથું દરવાજા સાથે ભટકાયું અને તે રડવા લાગી હતી.

ઐશ્વર્યાએ તેમી દીકરી આરાધ્યાને છાની રખાવી પૂછ્યું, ‘મમ્માને કોણે ધક્કો માર્યો?’ ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાની માએ કારનો દરવાજો ખોલતી વખતે તેમની દીકરીને મળવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ભીડમાંથી કોઈએ ધક્કો માર્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા ઘણીવાર તેમના બોન્ડિંગ અંગે લાઇમલાઇટમાં રહે છે. વર્ષ 2018માં ફેશન વિકેન્ડ ઇન્ટરનેશલ દરમિયાન દીકરી આરાધ્યા સાથે ઐશ્વર્યા રાયે ખૂૂબ જ શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. પહેલીવાર આરાધ્યા મૉમની જેમ ગાઉન પહેરી રેમ્પ વૉક કરતી જોવા મળી હતી.

આ દરમિયાન મા-દીકરી એકબીજાને લિપ્સ પર કિસ કરતાં પણ જોવા મળ્યાં હતાં. ઐશ્વર્યાએ રેમ્પ વૉક દરમિયાન આરાધ્યાને ફ્લાઇંગ કિસ પણ આપી હતી. એવામાં આરાધ્યા તેમની માને જોઈ હસતી જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page