Only Gujarat

Religion

સપ્ટેમ્બરમાં ગુરુ માર્ગી થતાં આ 5 રાશિના જાતકોને થશે ખાસ લાભ, જાણો કઈ છે આ પાંચ રાશિ

જ્યોતિષશાસ્ત્ર મુજબ દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, ધર્મ, સંતાન અને વૃદ્ધિનો કારક માનવામાં આવે છે. આ સમયે ગુરુ વક્રીની અવસ્થામાં છે. જે સપ્ટેમ્બરમાં પોતાની સ્વરાશિ ધનમાં માર્ગી થશે. ગુરુના માર્ગી થવાથી ઘણી રાશિને ખૂબ જ શુભ પરિણામ મળશે. વાંચો તમારી રાશિ પર ગુરુ માર્ગી થવાથી શું અસર થશે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકોની છેલ્લાં ઘણાં દિવસથી ચાલતી કાર્ય બાધા દૂર થશે. નોકરીમાં પદોન્નતિ અને માન-સન્માનમાં વૃદ્ધિના પણ યોગ છે. વિદેશ યાત્રા માટે પ્રયાસ કરવા અવશ્ય અનુકૂળ રહેશે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થવાથી બચવું. કોર્ટ-કચેરીની બાબતો બહાર જ પતાવી દેવી તે સારું રહેશે. આ સાથે જ ખોટા લોકોની સંગતથી દૂર રહેવું. મોંઘી વસ્તુ ખરીદી શકો છો. મકાન વાહન ખરીદવાનો સંકલ્પ પણ પૂર્ણ થઈ શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોની વિવાહ સંબંધિત વાત સફળ રહેશે. સાસરિયા પક્ષથી સહયોગની આશા રાખી શકો છો. સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે. સાહસ પરાક્રમમાં વૃદ્ધિ થશે. આવકના સાધન પણ વધશે.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોના ગુપ્ત શત્રુઓની સંખ્યા વધી શકે છે. કોઈ પ્રકારના અશુભ સમાચાર મળી શકે છે. લેણ-દેણની બાબતોમાં સાવધાન રહેવું. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. કાર્ય-વેપારની દૃષ્ટિથી સમય અનુકૂળ છે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને સત્તા અને શાસનમાં બેસેલા લોકોનો સાથ મળી શકે છે. સંતાન સંબંધિત તણાવ દૂર થઈ શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. ભાઈનો સહયોગ પણ મળી શકશે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને માતા-પિતાનો આર્થિક સહયોગ મળી શકે છે. મિત્રો અને સંબંધિઓ સાથે મધુર સંબંધો બનશે. વિલંબિત કાર્ય પૂર્ણ થઈ શકે છે. વાહન અથવા મકાન ખરીદી શકો છો. સરકારી કાર્યો પૂરા થશે.

તુલા રાશિ
તુલા રાશિના જાતકોના સાહસમાં વૃદ્ધિ થશે. તમારા કાર્યોની પ્રસંશા થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. ધર્મ-કર્મની બાબતોમાં ભાગ લેશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત થશે. કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો. જમીન મિલકત સાથે જોડાયેલી બાબતો પુરી થશે. વાહન ખરીદવા માગતા હોવ તો સમય અનુકૂળ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

ધન રાશિ
ધન રાશિના જાતકોને છેલ્લાં ઘણાં દિવસથી ચાલી રહેલો માનસિક તણાવ દૂર થશે. તમારા સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી સારો અનુભવ થશે. કોર્ટ-કચેરીની બાબતોમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત છે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે. વિવાહ સંબંધિત વાત સફળ રહેશે.

મકર રાશિ
મકર રાશિના જાતકોના ખરચામાં વધારો થઈ શકે છે. વધારે દોડાદોડી રહેશે. એવામાં વાહન સાવધાની પૂર્વક ચલાવવું. દુર્ઘટનાઓથી બચવું અને વ્યર્થ વિવાદથી દૂર રહેવું. તમારા ધર્મ કર્મની બાબતોમાં વધારે વ્યય રહેશે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોના વેપારમાં ઉન્નતિ થશે. ઉચ્ચઅધિકારીઓ સાથે મધુર સંબંધ બનાવી રાખવો. વિદ્યાર્થીઓ માટે સમય વધારે અનુકૂળ રહેશે. સંતાન સંબંધી ચિંતામાં કમી આવશે.

મીન રાશિ
મીન રાશિના જાતકોમાં કાર્ય-વેપારમાં ઉન્નતિ થશે. સરકારી સર્વિસ માટે આવેદન કરવું પણ શુભ રહેશે. વિદેશ સંબંધી ક્ષેત્રથી લાભ થવાનો યોગ છે. મિત્રો અને સગા સંબંધિઓનો સહયોગ મળવાની આશા કરી શકો છો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page