Only Gujarat

Bollywood

5 વર્ષ પહેલાં CA સાથે કર્યાં હતાં લગ્ન, પાનેતરમાં દયાભાભીનો જોવા મળ્યો હતો અલગ અંદાજ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં દયાભાભીનો રોલ પ્લે કરનારી દિશા વાકાણીના લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે. 24 નવેમ્બર, 2015 તેમના લગ્ન મુંબઈ બેસ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પરીહા સાથે થયાં હતાં. આ લગ્નમાં દિશા અને મયૂરના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ઉપરાંત ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી હાજર હતાં. લગ્નના બે દિવસ પછી દિશાએ મુંબઈમાં પોતાના ફ્રેન્ડસ માટે રિસેપ્શન રાખ્યું હતું. જેમાં ‘તારક મહેતા’ની આખી સ્ટારકાસ્ટ હાજર હતી. બાપુજી ચંપકલાલ ગડા (અમિત ભટ્ટ) તેમની પત્ની સાથે આવ્યાં હતાં. તો, તારક મહેતા (શૈલેષ લોઢા), માધવી ભિડે (સોનાલિકા જોશી), સોનૂ (નિધિ ભાનુશાલી), રોશન સિંહ સોઢી (ગુરુચરણ સિંહ) અને પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક) સહિત દરેક પોત-પોતાના રિઅલ પરિવાર સાથે જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, દિશાએ ઘણાં મોડા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમને 37 વર્ષની ઉંમરે સાત ફેરા લીધા હતાં.

તારક મહેતા કા ઉલટા ચશ્માની દયાબેન પોતાની એક્ટિંગને લીધે ખૂબ જ ફૅમશ થઈ ચૂકી છે. 42 વર્ષની દિશા વકાણી એટલે કે દયા બેનનો જન્મ ગુજરાતમાં થયો હતો.

દિશા શરૂઆતથી જ એક્ટિંગ સાથે જોડાયેલી છે. ઉલ્લેખનીય છે કે, તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દયા બેનને સફળતા મેળવવામાં ખૂબ જ મહેનત કરવી પડી છે. તેમણે ઘણી સિરિયલમાં ફ્રીમાં પણ કામ કર્યું છે.

દિશા વકાણીના લગ્ન નવેમ્બર, 2015માં થયાં. તેમણે મુંબઈ બેસ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પરીહા સાથે સાત ફેરા લીધાં. વર્ષ 2017માં તેમણે એક દીકરીને પણ જન્મ આપ્યો હતો.

કપલની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિશાએ જણાવ્યું હતું કે, ‘અમારી મુલાકાત કોઈ દ્વારા થઈ નહોતી. એક કૉમન વસ્તુ હતી જેના દ્વારા અમે મળ્યા અને પછી થોડાં સમય માટે અમે બંને મળતાં રહ્યાં. આ પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો.’

દિશા વકાણીએ શરૂઆતના સમયમાં બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે, પણ આ ઉપરાંત તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, દિશા વકાણીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘દેવદાસ’, આમિર ખાનની ફિલ્મ ‘મંગલ પાંડેઃ ધી રાઇઝિંગ’, ‘સી કંપની’ અને રિતીક રોશનની ફિલ્મ ‘જોધા અકબર’, ‘લવ સ્ટોરી 2050’ સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

લગ્ન પછીથી દિશા વકાણી તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જોવા મળી રહી નથી. તે અત્યારે પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

જોકે, સિરિયલના પ્રોડ્યૂસર તેમને ઘણીવાર પાછા લાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે, પણ દિશા અને તેમના પતિની શરતને લીધે આજ સુધી વાત બની શકી નથી.

પોતાની દીકરી સાથે દિશા વકાણી.

You cannot copy content of this page