Only Gujarat

FEATURED National

પૈસાદાર યુવક સાથે થયા લગ્ન પણ આ એક કારણે પત્ની વર્ષો સુધી બસ કાપતી રહી કોર્ટના ચક્કરને અને…

કાનપુરઃ એક મહિલાએ લગ્ન બાદ પોતાના પતિને મેળવવા માટે 17 વર્ષ કાયદાકીય લડાઈ લડવી પડી અને અંતે તેમાં તેની જીત થઈ. કોલકાતાની કોર્ટથી શરૂ થયેલી આ લડાઈ કાનપુર, ઈલાહાબાદ પછી સુપ્રીમ કોર્ટ થઈ કાનપુર પહોંચી તો આટલા વર્ષોની લડાઈ બાદ ન્યાય મળ્યો. કોર્ટે તેને પતિ સાથે રહેવાનો હક અપાવ્યો. લોકોને જાણીને નવાઈ લાગશે કે મંજરી નામની આ મહિલાને પોતાના પતિને મળવા 17 વર્ષ કાયદાકીય લડાઈ લડવી પડી.

વાસ્તવમાં મંજરીનો પતિ કોલકાતાના અબજોપતિ અને ચર્ચિત પરિવારનો પૌત્ર છે, જેમનું નામ ગૌરવ સેક્સેરિયા છે. પ્રારંભમાં મંજરી 16 વર્ષ સુધી સાથે રહી, તે પછી 17 વર્ષ તેમણે છૂટાછેડાના કેસમાં લાંબી લડાઈ લડી કારણ કે તેને પતિ સાથે રહેવું હતું તથા તેને છૂટાછેડા નહોતા લેવા. અંતે કોર્ટે તેને ન્યાય અપાવ્યો. આ કાયદાકીય લડાઈ દરમિયાન મંજરી પોતાના પિતાના ઘરે રહી અને દિવ્યાંગ દીકરીનો ઉછેર કરતી રહી.

મંજરીના પિતા સત્ય પ્રકાશ કનોડિયા કાનપુરના સર્કિટ હાઉસ પાસે રહે છે. તેમણે પોતાની દીકરીના લગ્ન કોલકાતાના જાણીતા પરિવાર સીતારામ સેક્સેરિયાના પૌત્ર ગૌરવ સેક્સેરિયા સાથે કર્યા હતા. 26 જાન્યુઆરી 1987ના રોજ બંનેના લગ્ન થયા ત્યારે મંજરી ઘણી ઈચ્છાઓ સાથે સાસરી કોલકાતા પહોંચી હતી. પરંતુ સમય એવો બદલાયો કે મંજરીએ એક દીકરી બાદ બીજી દિવ્યાંગ દીકરીને જન્મ આપ્યો. જેના પરિણામે સાસરી પક્ષના લોકોએ તેને ઘરમાંથી કાઢી મૂકી.

સાસરીએથી બહાર કરાતા મંજરી પિયર કાનપુર પરત આવી. મંજરીએ કહ્યું કે, સાસરીપક્ષના લોકોને દીકરો જોઈતો હતો પરંતુ દીકરી પેદા થઈ. તે પછી વધુ એક દીકરી પેદા થઈ અને તે દિવ્યાંગ હતી. તેને જોતા સાસરી પક્ષના લોકોએ ક્રૂરતા બતાવવાની શરૂઆત કરી, પરંતુ તેના પતિનો વ્યવહાર બદલાયો નહીં અને તેઓ બધા સંયુક્ત પરિવારમાં રહેતા હતા. 1998માં મંજરીની દેરાણીને દીકરો થયો તો પ્રોપર્ટી સંબંધિત વિવાદ શરૂ થયો.

મંજરીએ પતિ સાથેના છૂટાછેડાની લાંબી લડાઈ લડી પરંતુ ક્યારેય પતિને ખરાબ નથી માન્યો. તેના મતે પતિ ભોળા હોવાને કારણે દિયર-દેરાણી તેમની પર દબાણ નાખી છૂટાછેડા અપાવવા માગતા હતા. મંજરીના પિતા સત્ય પ્રકાશ
કનોડિયાએ જણાવ્યું કે, દીકરીના સાસરીએ 2003માં કોલકાતા કોર્ટમાં છૂટાછેડા માટેની અપીલ કરી હતી. કેસ કર્યા બાદ તેઓ મંજરીના પરિવારને ત્રાસ આપી રહ્યાં હતા અને ફેક કેસ પણ કર્યા હતા. તે પછી મંજરીએ 29 એપ્રિલ 2013ના કેસ કાનપુર કોર્ટમાં શિફ્ટ કરાવ્યો.

સત્ય પ્રકાશ કનોડિયાએ કહ્યું કે, ‘17 વર્ષ બાદ કોર્ટે મંજરીની તરફેણમાં ચુકાદો આપ્યો અને પતિ-પત્નીને સાથે રહેવાની મંજૂરી આપી દીધી.’ મંજરીએ કહ્યું કે, જે લોકો ભગવાન પર વિશ્વાસ રાખે છે તેમને હંમેશા જીત મળે છે. કોર્ટે 17 વર્ષ બાદ ન્યાય અપાવ્યો અને સત્યનો વિજય થયો.

મંજરીના વકીલ નરેશ ચંદ્ર ત્રિપાઠીએ કહ્યું કે, ‘વર્ષ 2011 બાદ કાનપુર કોર્ટમાં મંજરીના કેસની સુનાવણી શરૂ થઈ તે પછી ગૌરવ માત્ર એકવાર કોર્ટમાં હાજર થયા. ગૌરવે સ્વીકાર્યું કે- ‘મંજરી મારી પત્ની છે અને અમે સાથે રહેવા માગીએ છીએ’ પરંતુ ગૌરવનો ભાઈ સૌરવ સક્સેરિયા અને તેની પત્ની તથા સાસરીના અન્ય લોકો અબજોની સંપત્તિ પડાવી લેવા માગતા હતા.’વકીલ નરેશચંદ્ર ત્રિપાઠીએ આગળ જણાવ્યું કે, આ સંપૂર્ણ કેસમાં કાનપુર ફેમિલી કોર્ટના જજ રવીન્દ્ર અગ્રવાલે સમજ્યું કે, આ કેસ પ્રોપર્ટી સંબંધિત છે. કોર્ટે સેક્શન-13ને ફગાવી દીધી અને સેક્શન-9 આપોઆપ બિનઅસરકારક રહી ગઈ.

મંજરીના વકીલે જણાવ્યું કે, કોર્ટની કલમમાં તાકાત અને ક્ષમતા બંને છે તેના કારણે જ મંજરીને ન્યાય મળ્યો. 17 વર્ષના સંઘર્ષ બાદ અંતે મંજરીને એ ન્યાય મળ્યો જેની તે હકદાર હતી. પરંતુ સમાજમાં ઘણી મહિલાઓ એવી છે જેમને હજુપણ ન્યાય મળવાની આશા છે. એવા લોકોએ મંજરીના કેસને જોઈ કાયદા પર વિશ્વાસ રાખવો જોઈએ.

You cannot copy content of this page