Only Gujarat

FEATURED International

આ ‘શાહી’ મહેલમાં પડી છે જોબ વેકેન્સી, 30 કલાકમાં કામ કરવાના મળશે 19 લાખ 70 હજાર રૂપિયા

શું તમે લોકડાઉનમાં પણ નોકરી ગુમાવી છે? શું તમે પણ ટૂંકા સમયમાં લાખો કમાવવા માંગો છો? તો પછી કદાચ આ તક તમારા માટે જ છે. બ્રિટનની રોયલ ફેમિલી એટલેકે રાજવી પરિવારની સત્તાવાર વેબસાઇટ પર ક્લીનરની નોકરી માટે વેકેન્સી નીકળી છે. જો તમને વું લાગી રહ્યુ હોય કે, નોકરની જોબ કેમ કરવી જોઈએ તો પહેલાં તેનાં આકર્ષક પગાર અને ફેસિલીટી વિશે વાંચી લો. આ રોલમાં, તમારે ફક્ત સોમવારથી રવિવાર સુધીમાં કુલ 30 કલાક કામ કરવું પડશે. આ સાથે, તમને મહેલમાં રહેવાની અને ખાવાની પણ સુવિધા મળશે. ઉપરાંત, નોકરીના બદલામાં જે પગાર ઓફર કરવામાં આવ્યો છે તે સૌથી આકર્ષક છે. એક અઠવાડિયું કામ કરીને તમે 19 લાખ 70 હજાર રૂપિયા કમાઈ શકો છો. તમને જણાવીએ કે તમે આ નોકરી માટે કેવી રીતે અરજી કરી શકો છો.

યુકેની રોયલ ફેમિલીની સત્તાવાર વેબસાઇટમાં ક્લીનરની નોકરી માટે ખાલી જગ્યા પડી છે. આ માટે ત્યાં પ્રચાર કરવામાં આવ્યો છે. આ હાયરિંગ વિન્ડસર પેલેસના સ્ટાફ ખાતે કરવામાં આવશે.

યુકેની રોયલ ફેમિલીની સત્તાવાર વેબસાઇટમાં ક્લીનરની નોકરી માટે ખાલી જગ્યા પડી છે. આ માટે ત્યાં પ્રચાર કરવામાં આવ્યો છે. આ હાયરિંગ વિન્ડસર પેલેસના સ્ટાફ ખાતે કરવામાં આવશે.

આ નોકરી માટે જેની પણ પસંદગી કરવામાં આવશે તેણે અઠવાડિયામાં 30 કલાક શિફ્ટમાં કામ કરવું પડશે. બદલામાં તેમને 19 લાખ 70 હજાર પગાર આપવામાં આવશે. આ ઉપરાંત, મહેલમાં ખાવું અને રહેવું પણ મફત રહેશે.

હવે, તેણે શું કરવું પડશે? તો આ પોસ્ટ ક્લીનરની છે. આમા મહેલના આંતરિક ભાગની સાફ-સફાઈ કરવાની અને મોંઘા ફર્નિચરની સંભાળ રાખવાની રહેશે. મહેલની પાર્ટીઓના શણગારમાં મદદ કરવાની રહેશે.

વાસ્તવમાં, મહેલમાં અંદર કોરોનાને કારણે ખૂબ કડક થઈ ગયું છે. સેવકોને મહેલની બહાર નીકળવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં, ઘણાએ નોકરી છોડી દીધી છે. મહેલની અંદર એક રીતે કોરોના બબલ બની ગયો છે.

આ ખાલી જગ્યા એક અઠવાડિયા પહેલા કાઢવામાં આવી હતી. આ માટે તમને અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈએ. આ માટે તમારે નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર અને નવા ચેલેન્જીસ માટે હંમેશા એક્ટિવ હોવું જોઈએ.

પસંદ કરેલા વ્યક્તિને 13 મહિનાની તાલીમ આપવામાં આવશે. તે પછી તેનો મુખ્ય ટીમમાં સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત, આ કારકિર્દી પછી, હોસ્પિટાલિટી ક્ષેત્રે તમારી વેલ્યૂ નોંધપાત્ર રીતે વધશે.

જોબ એડમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સમય દરમિયાન તમે ફક્ત આ મહેલમાં જ નહીં, પરંતુ રાજવી પરિવારના અન્ય મહેલોમાં પણ સમય પર કામ કરવું પડશે.

જો તમને હવે આ કામ માટે રસ છે, તો પછી મહેલની ઓફિશિયલ સાઇટ પર જાઓ અને તેના માટે અરજી કરો. ભલે તમને આ નોકરનું કામ લાગે, પણ પગાર અને સુવિધાઓ જાણ્યા પછી તમે પણ તેને નકારી શકશો નહીં.

You cannot copy content of this page