Only Gujarat

National TOP STORIES

ડૉક્ટર ભાભીએ કહ્યો નામર્દ તો ગુસ્સે ભરાયેલા દિયરે કરી એવી હાલત કે પરિવાર પણ જોઈને થીજી ગયો!

વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસીથી હત્યાની એક ઘટના સામે આવી રહી છે. જ્યાં મહિલા ડૉક્ટરની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામા આવી હતી. એક એહવાલ અનુસાર, ડૉક્ટરની હત્યા તેના દિયરે જ કરી છે. જેણે હત્યા બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવ્યો હતો અને હવે પોલીસ મામલે તપાસ કરી રહી છે.

આરોપીએ પોલીસને જણાવ્યું કે, ડૉક્ટર ભાભી તેને નપુંસક હોવાના મહેણાં મારતી હતી, વારંવાર અપમાનિત કરતી હતી. જેના કારણે તેણે હથોડી અને કેચી વડે પોતાની ભાભીની હત્યા કરી હતી. આ હત્યા ડૉક્ટરના ક્લિનિકમાં કરવામા આવી હતી.

આરોપીએ અનીલ દત્તાએ પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું કે, તે રોજ પોતાના માતા-પિતાને ક્લિનિક ઉપર બનેલા ઘરમાં મળવા જતો હતો. તે રોજની જેમ બુધવારે પણ માતા-પિતાને મળવા જતો હતો ત્યારે ડૉક્ટર ભાભીએ તેને નપુંસક કહ્યો અને તેના ભાઈને પણ નપુંસક ગણાવતા તે રોષે ભરાયો હતો.

ગુસ્સામાં જ તેણે ડૉક્ટર ભાભીની હત્યા કરી હતી. સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલ ખસેડવામા આવી હતી. જોકે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટના અંગે ડીસીપી વિક્રાંત વીરે કહ્યું કે, ‘પોલીસને ડૉક્ટર પર હુમલા અને ગંભીર સ્થિતિ અંગે સૂચના આપવામા આવી હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ તપાસમાં આ પારિવારીક વિવાદ જોવા મળ્યો. આરોપી અનિલ દત્તાની ધરપકડ કરવામા આવી છે.

એફએસએલની ટીમે ઘટના સ્થળે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ પણ જોવામા આવી રહ્યાં છે. પોલીસે હત્યામાં વરરાયેલા હથિયારો પણ કબ્જે કર્યા છે.

પોલીસે જણાવ્યું કે, ડૉક્ટર સપના ગુપ્તા દત્તા પોતે દત્તા ડાઈગોનેસ્ટિક સેન્ટર ચલાવતી હતી. તેમના પતિ પણ એક ડૉક્ટર છે, તેમને 2 દીકરીઓ છે. તેમના સસરા ડૉ. રજનીકાંતના નામે મોટી રકમ એક બેંકમાં જમા છે. આ મુદ્દે દિયર અને ભાભી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હોવાથી પોલીસ સંપત્તિ વિવાદના એંગલથી પણ તપાસ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page